Skip to main content

ખંભાળિયા નજીકથી કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

વાડીનાર-આરાધનાધામ વચ્ચેથી પૂર્વ બાતમીના આધારે એટીએસ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે પરપ્રાંતિય જણાતા શખ્સને 15 કિલો માદક પદાર્થ સાથે ઝડપી લીધો: સપ્લાયર અને રીસીવર્સ સહિતના શખ્સોના નેટવર્ક અંગે આરોપીની ચાલતી ઘનિષ્ઠ પૂછપરછ

જામનગર તા.10

હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અને એટીએસ દ્વારા  પૂર્વ બાતમીને આધારે વાડીનાર નજીકથી રૂા.70 કરોડની કિંમતના માદક દ્રવ્યનો જથ્થો ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં માદક દ્રવ્ય (ડ્રગ્સ)નો વધુ જથ્થો પકડાવાની સંભાવના છે.

આ અંગેની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા સુનિલ જોષીની સુચનાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર પેટ્રોલીંગ શરૂ કર્યું હતું.

આ પેટ્રોલીંગ દરમિયાન વાડીનાર-આરાધનાધામ વચ્ચે એક પરપ્રાંતિય જેવો દેખાતો શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતા એટીએસ અને સ્થાનિક પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી. જવાબ આપવામાં ગેંગેફેફે થતા આ શખ્સના કબ્જામાં રહેલ થેલાની તલાશી લેતા તેમાંથી માદક દ્રવ્ય (ડ્રગ્સ)નો આશરે 14 થી 15 કિલો જેટલો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ શખ્સની અટકાયત કરી તેને ખંભાળિયા સ્થિત એસ.પી. કચેરી ખાતે લઇ જવાયો હતો. આ શખ્સની આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ ડ્રગ્સનો જથ્થો સલાયા બંદરે ઉતારાયો હતો કે અન્ય કોઇ સ્થળે? આ ડ્રગ્સ કોણે મોકલાવ્યું હતું અને કોને કઇ જગ્યાએ પહોંચાડવાનું હતું? ડ્રગ્સનો જથ્થો જે પકડયો તેટલો જ સપ્લાય થયો હતો કે હજુ અન્ય સ્થળોએ વધુ જથ્થો છુપાવાયો છે? ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક કેટલા સમયથી ચલાવાય છે? અગાઉ પણ દેવભૂમિ દ્વારકા કે જામનગર જિલ્લા સહિત ક્યાં પહોંચાડાયું હતું? વિગેરે બાબતો અંગે દેવભૂમિ દ્વારા જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હાલારના સાગરકાંઠેથી અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઇ ચુક્શયું છે તેમજ 1970 અને 80 ના દાયકામાં સોના, ચાંદી, કાપડ, ઇલેકટ્રોનિક્સ આઇટમો તેમજ ઘાતક હથિયારોની દાણચોરી વ્યાપક પ્રમાણમાં થતી હતી.

આ ઉપરાંત 12 માર્ચ 1993ના રોજ દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઇ શહેરમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટમાં વપરાયેલ વિસ્ફોટક પદાર્થ આર.ડી.એક્સ. નું ટ્રાન્ઝેક્શન પણ જામનગર-પોરબંદર વચ્ચેથી દરિયાઇ સીમાએથી થયું હતું અને આ અંગે જામનગરના સિટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં ગુના રજી. નંબર 151/93 થી દાઉદ ઇબ્રાહીમ, અનીસ ઇબ્રાહીમ, ટાઇગર મેમણ, મહમદ કાલિયા સહિતના માફિયાઓ સામે ગુન્હો પણ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ માસના ગાળા દરમિયાન રાજ્યના મુંદ્રા પોર્ટ પરથી 3000 કરોડથી વધુનો ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપાયો છે. આ ઉપરાંત વર્ષ 2018 થી 2020 દરમિયાનાના ગાળામાં અરબી સમુદ્રમાં જ ડ્રગ્સ લઇને આવતા બે વહાણોને પણ સુરક્ષા એજન્સીઓએ આંતરી લઇ દરિયામાં જ ડ્રગ્સનો નાશ કયો હતો. ફરીથી ડ્રગ્સનો કાળો કારોબાર ફોરેન વાયા ગુજરાતથી શરૂ થઇ ગયો છે તેમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી...! ત્યારે આજે કરોડોના ડ્રગ્સ ઝડપાવાને પગલે હાલારના પંથક ચર્ચામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.