બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ
જામનગર તા.30
જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે.
આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન્નેના મોબાઇલ ચેક કરવાના બહાને લઇ લીધેલા અને નંબર વેરીફાઇ કરવાને બહાને બન્નેને પોલીસ સ્ટેશન લઇ જવાનું છે તેક કહી આ બન્ને ઇસમો કારમાં બેસાડેલા અને બન્નેના ફોટા પાડેલા અને યુવતિ પાસે બિભત્સ માંગણી કરેલ જેનો યુવતિએ ઇન્કાર કરતા આ બન્નેના ફોટા વાયરલ કરવા ધમકી આપી હતી. પરંતુ યુવતિ અને તેનો મંગેતર ધમકીના તાબે થયેલ નહીં અને પોલીસ સ્ટેશને આવવા તૈયાર થયા હતાં. જેથી બન્ને આરોપીઓ રણજીતસાગરથી આ યુવતિ અને તેના મંગેતરને પોલીસ સ્ટેશન લઇ જવાના બહાને લાલપુર બાયપાસ રોડ તરફ લાવ્યા હતાં. યુવતિ અને તેના મંગેતરે પોલીસ સ્ટેશને આવવા તૈયારી બતાવતા લાલપુર બાયપાસ પાસે બેઠા પુલ પાસે બન્નેને ઉતારી ફોન આવે ત્યારે પોલીસ સ્ટેશને આવવાનું જણાવી બન્ને આરોપીઓ પોતાનહી કાર લઇ જામનગર તરફ જવા નિકળી ગયા હતાં. ત્યારબાદ બન્ને આરોપીઓએ યુવતિ અને તેના મંગેતરના મોબાઇલ પાડેલ ફોટા સોશ્યલ મીડિયામાં વહેતા કર્યા હતાં.
જેને પગલે યુવતી અને તેના મંગેતરે આ ઘટના અંગે જામનગર
પંચકોષી - બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલી. પોલીસે ભારતીય ફોજદારી ધારા કલમ 36પ (અપહરણ), 3પ4 (જાતીય હુમલો), 341 (ગેરકાયદે અટકાયત) અને બિભત્સ માંગણી બદલ બે અજાણ્યા આરોપીઓ સામે ગુન્હો દાખલ કર્યો હતો. આરોપીઓની સ્વીફ્ટ કાર ના નંબર જીજે-10-એમપી-4392 ના આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર સી.કે.સરવેૈયાએ તપાસ હાથ ધરેલ અને તા.13/05/2015 ના રોજ સંજય લખમણ સુવા (રહે. જામનગર) અને હેમંત ધરણાંત વરૂ (રહે.લાંબા)ની આ ગુન્હામાં સંડોવણી જણાઈ આવતા ધરપકડ કરેલી અને તેમના મોબાઈલ અને કાર કબજે કરી હતી. જરૂરી સાહેદોના નિવેદન નોધી પોલીસે આ બન્ને આરોપીઓ સામે ચાર્જશીટ કરેલુ. આ કેસ જામનગર ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં ચાલેલ જેમાં ફરિયાદી યુવતી તેના પતિ સહીતના નવ સાહેદોની જુબાની લેવામાં આવેલ અને આરોપીઓના મોબાઈલ ફોનની સી.ડી.આર. ની વિગતો અંગે દસ્તાવેજો રજુ કરાયા હતા. આ કેસમાં ફરીયાદી યુવતી તરફે વકીલ વી.એચ.કનારા રોકાયા હતા. ફરિયાદ પક્ષ દ્વારા વકીલ વી.એચ.કનારા તથા સરકાર પક્ષે લોપાબેન ભટ્ટ દ્વારા ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી કે પીકનીક પોઈન્ટ જેવા જાહેર સ્થળોએ ફરવા જતા એકલ દોકલ પતિ-પત્ની કે સગપણ થયુ હોય તેવા યુવક યુવતીઓની એકલતાનો લાભ લઈ લુંટ, જાતિય શોષણ જેવા પ્રયાસોની ઘટના ગંભીર છે. આવી ઘટનાઓ સામાન્ય રોતે પોલીસ સમક્ષ જાહેર કરતા લોકો અચકાય છે.
આ કેસમાં બી.એસ.સી.ની વિધાર્થીની અને તેના મંગેતરે નૈતિક હિંમત દેખાડી છે. બન્ને આરોપીઓનો ઈરાદો બ્લેકમેઈલ કરવાનો અને જાતીય શોષણ કરવાનો હતો. પરંતુ યુવતી અને તેના મંગેતર તાબે ન થતા બન્ને આરોપીઓએ લાલપુર બાયપાસ પાસે બન્નેને ઉતારી દાધેલા અને બાદમાં બન્નેને મોટરમાં બેસાડેલા તે ફોટા વાયરલ કરેલા. બન્ને આરોપીઓને ફરીયાદીએ અદાલત સમક્ષ ઓળખી બતાવ્યા છે. મોબાઈલ ફોનની હકીકતો પરથી બન્ને આરોપીઓની સંડોવણી સ્પષ્ટ થાય છે. જાતીય શોષણના અપરાધો અંગે સને 2013 માં સુધારો કરવામાં આવ્યો છે અને સજાની જોગવાઇ વધારવામાં આવી છે. આ સંજોગોમાં બન્ને આરોપીઓ સામે ગુન્હો સાબીત માની સખત સજા કરવી જોઈએ અને ફરિયાદ કરવાની હિંમત કરનાર યુવતીને વળતર આપવુ જોઈએ.
આરોપીઓ તરફે આ કેસમાં ઓળખ પરેડ કરવામાં આવી નથી. ફરીયાદ મોડી કરવામાં આવી છે અને સાહેદોની જુબાની વિશ્ર્વાસપાત્ર ન હોવાની રજુઆત કરી હતી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ મિનાબન સોનીએ ઉભયપક્ષની રજુઆતો ઘ્યાને લીધા બાદ ફરીયાદી યુવતીની જુબાની વિશ્ર્વાસપાત્ર છે તેવા તારણ પર આવી બન્ને આરોપીઓને ભારતીય ફોજદારી ધારા કલમ 341 (ગેરકાયદે અટકાયત), 354 (જાતીય હુમલો), 36પ (અપહરણ), 170 (પોલીસ તરીકે ખોટી ઓળખ) અને 114 (મદદગારી) ના અપરાધ બદલ તકસીરવાન ઠરાવ્યા હતા.
આ બન્ને આરોપીઓની સજા અંગે સાંભળવામાં આવેલા અને આરોપીઓ તરફે ગુનાહિત ઈતીહાસ ધરાવતા નથી અને ગરીબ વર્ગના માણસ હોવાની રજુઆત કરી હતી. ફરીયાદ પક્ષ દ્વારા આ કેસના સંજોગો જોતા સમાજમાં આવા બનાવ ન બને અને સખત સજા કરવાથી આવા કૃત્યો કરતા એક ભય ઉભો થાય તે માટે સખત સજા કરવા અને ભોગ બનનાર ફરીયાદ કરવા હિંમત કરે તે માટે વળતરનો હુકમ કરવા રજુઆત કરી હતી. અદાલતે સુનવણી બાદ અપહરણના અપરાધ બદલ 2 વર્ષની સજા, જાતીય હુમલાના અપરાધ બદલ ર વર્ષ અને ગેરકાયદે અટકાયત બદલ 1 માસ અને બનાવટી પોલીસ થવા બદલ 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો અને ફરીયાદી યુવતીને રૂ.50,000 વળતર ચુકવવા આદેશ કર્યો છે. આ કેસમાં ફરીયાદી તરફે જામનગરના જાણીતા ધારાશાસ્ત્રહી વી.એચ.કનારા અને સરકાર તરફે અધિક સરકારી વકાંલ લોપાબેન ભટ્ટ રોકાયા હતા.
Comments
Post a Comment