Skip to main content

જામનગર શહેરમાં પણ રોઝડાના આંટાફેરા...!!

જાગૃત નાગરિક દ્વારા ફોરેસ્ટને જાણ કરાયા પછી નીલ ગાયને જંગલ વિસ્તારમાં મોકલી દેવાઇ

જામનગર તા.19

જામનગરમાં શહેરી વિસ્તારમાં ગઇકાલે રાત્રે એકાએક નીલગાય (રોજડું ) દેખાતાં લોકોમાં કુતૂહલ પ્રસર્યું હતું, અને કેટલાક વાહનચાલકો માં પણ તેની દોડાદોડીને લઈને અફડા-તફડી મચી ગઇ હતી. જાગૃત નાગરિકની જાણકારી પછી ફોરેસ્ટ વિભાગે 

 નીલગાયને જંગલ વિસ્તારમાં મોકલી આપી હતી.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના જોગર્સ પાર્ક સહિતના આસપાસના વિસ્તારમાં ગઇકાલે સાંજે આઠેક વાગ્યાના અરસામાં એક નીલગાય જોવા મળી હતી. એકાએક શહેરી વિસ્તારમાં નીલગાય (રોજડા) ને જોઇને લોકોમાં કુતૂહલ પ્રસર્યું હતું. જે નવા પ્રાણી ને જોઈને આસપાસના વિસ્તારના કૂતરાઓ પણ ભસવા લાગ્યા હતા. જેથી નિલ ગાયએ પણ દોડાદોડી કરી હતી.જેને લઇને કેટલાક વાહનચાલકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

 આ બનાવ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ વાળા નિખિલભાઇ ભટ્ટનું તેના પર ધ્યાન પડતા તેણે સૌપ્રથમ શહેરી વિસ્તારમાં ફરી રહેલા નીલગાય રોજડા નો પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો બનાવ્યો હતો, ત્યાર પછી ફોરેસ્ટ વિભાગને જાણકારી આપી હતી. જેથી ફોરેસ્ટ શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી, અને એકાદ કલાકની જહેમત પછી નીલ ગાય ને પકડીને જંગલ વિસ્તારમાં છોડી દીધી હતી. જેથી સર્વે હાશકારો અનુભવ્યો હતો.

Comments

Popular posts from this blog

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ