જામનગર તા.3
જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી.
પોલીસ દ્વારા યશપાલસિંહની વધુ પૂછપરછ કરાતા દારૂનો આ જથ્થો સપ્લાય કરનાર આનંદકુમાર (રહે.હરીયાણા), દારૂ મંગવાનાર ક્રીપાલસિંહ ખુમાનસિંહ જાડેજા (રહે. પીઠડ) અને સમીર જાદાણી (રહે. ગોંડલ), સલીમનો મિત્ર ભાણો (રહે.રાજકોટ), દારૂ ની હેરાફેરીમાં મદદ કરનાર સલીમ શેખ (રહે.જંગલેશ્વર, હુશેની ડેરી પાસે, રાજકોટ) નામના પાંચ શખ્સોના નામ ખુલ્યા હતાં. આથી પોલીસે આ પાંચેય શખ્સોને ફરારી જાહેર કર્યા હતાં.
પોલીસે રૂા.2,82,700 ની કિંમતના દારૂના જથ્થા સહિત રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ અને દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ રૂા.3,00,000 ની કિંમતના વાહન સહિત કુલ રૂા.5,87,400 નો મુદામાલ કબ્જે કરી યશપાલસિંહ વિરૂધ્ધ પ્રોહિબીશનની કલમ હેઠળ ગુન્હો નોંધી ફરારી આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કાર્યવાહી જોડીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ આર.એસ.રાજપૂત તથા પો.સબ ઇન્સ. કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.
Comments
Post a Comment