જામનગર તા.6: જામનગરમાં ચાર દિવસ પહેલાં એક એનઆરઆઇ વૃધ્ધમાં ઓમીક્રોન કોરોના વેરિયન્ટના લક્ષણ હોવાની પુષ્ટિ મળ્યા બાદ આ વૃધ્ધ જ્યાં ઉતર્યો છે. તેના ઘરમાં રહેતાં સાળા તથા વૃધ્ધના પત્ની પણ કોરોના પોઝીટીવ જાહેર થયાં છે. તા.28ના રોજ એનઆરઆઇ વૃધ્ધ ઝીમ્બાબ્વેથી જામનગર પહોંચ્યા બાદ જે ઘરમાં ઉતર્યા છે ત્યાં બે દિવસ સુધી ઘરમાં બાળકોનું ટ્યુશન ચાલતું હતું તેવી આ વિસ્તારના કોર્પોરેટરને મળેલી ફરિયાદ બાદ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ અહીં ટ્યુશન માટે આવતા નવ બાળકોને ઓળખી કાઢ્યા છે અને આરોગ્ય વિષયક જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ ઘટના ક્રમને જોતા જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધે તેવી પુરી શક્યતા જણાય છે.
ગત તા.28મી નવેમ્બરના રોજ ઝીમ્બાબ્વેથી વાયા દુબઈ થઇ અમદાવાદ આવેલ મૂળ નિવાસી ભારતીય એવા વૃદ્ધનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેઓ નવા વેરિયંટ ઓમીક્રોનનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે જેને લઈને રાજ્યભરમાં જામનગર ચર્ચાનો વિષય બની ગયું હતું, શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા રોડ પરની સેટેલાઈટ સીટી સોસાયટીમાં રહેતા પરિવારની શેરી ક્ધટેઈન્મેન્ટ જોન જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ચિંતાજનક બાબત એ છે કે જે ઘરમાં નવો વેરિયંટ દર્દી સામે આવ્યા છે તે જ ઘરમાં વધુ બે વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થયા છે. જેમાં એક તો વૃદ્ધના પત્ની છે અને અન્ય પુરુષએ છે જે એનઆરઆઈ વૃદ્ધ, તેની પત્ની અને પુત્રીને અમદાવાદ એરપોર્ટથી જામનગર સુધી લઇ આવ્યો છે તે વૃદ્ધનો સગો સાળો છે. કોઈ પણ લક્ષણ ન આવવા છતાં બંને કોરોના પોજીટીવ જાહેર થયા છે ત્યારે આ બંને ઓમીક્રોન વેરીયંટ સંક્રમિત છે કે કેમ તેનો તાગ મેળવવા તંત્રએ બંનેના નમુના ગાંધીનગર લેબમાં મોકલ્યા છે. જેનો રીપોર્ટ આવ્યે તાગ મળશે.
ઓમિક્રોન કોરોના વેરિયન્ટનો જ્યાં કેસ નોંધાયો છે અને હજુ વધુ કેસ આવે તેવી શક્યતા છે તે વોર્ડ નં.12માં મોરકંડા રોડ પર આવેલ સેટેલાઇટ સોસાયટીની એક શેરીને શીલ કરી ક્ધટેન્ટમેન ઝોન જાહેર કરાઇ છે.
પરંતુ વધુ એક ચિંતાજનક બાબત સામે આવી છે તે એ છે કે જે ઘરમાંથી નવા વેરીયંટ વાળા દર્દી સામે આવ્યા છે તે ઘરમાં બાળકોનું ટ્યુશન ચાલતું હતું. આ બાબત અહીના કોર્પોરેટર જેનબબેન ખફીને ધ્યાને આવતા ગઈકાલે જ તેઓએ આરોગ્ય તંત્રનું ધ્યાન દોર્યું છે. આરોગ્યની એક ટીમે ઘરે ટ્યુશન જતા સાત બાળકોને ઓળખી તેનો રીપોર્ટ કરવા આજે કાર્યવાહી કરશે. હજુ કેટલા બાળકો ટ્યુશનમાં આવતા હતા તેનો તાગ મેળવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે.
મ્યુ.કમિશ્ર્નર વિજયકુમાર ખરાડીએ જણાવ્યું હતું કે, ટયુશન માટે આવતા બાળકો પૈકી સાત બાળકોની ઓળખ થઇ ચુકી છે. આ બાળકો અને જરૂર પડયે તેમના પરિવારજનોના કોવિડ ટેસ્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
Comments
Post a Comment