માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે
જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી.
જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી.
આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.
Comments
Post a Comment