Skip to main content

બોટાદ જિલ્લાની અભ્યાસમાં તેજસ્વી યુવતીને ગોંધી રાખી ગેંગરેપ ગુજારતા બંધુ સહિત ત્રણ શખ્સો

જામનગર તા.30

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને વાડીએ ગોંધી રાખી ત્રણ નરાધમોએ દારૂ પાઈને સપ્તાહ સુધી ગેંગ રેપ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓની ચુંગાલમાંથી છટકી જામનગર આવેલ યુવતીના સબંધીઓએ તેણીના પિતાને જાણ કરી હતી. હાલ યુવતી જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. આ કિસ્સાની ફરિયાદ નોંધી રાણપુર પોલીસે નરાધમોની શોધખોળ શરુ કરી છે.

સભ્ય સમાજની આંખ ઉઘાડનારો કિસ્સો બોટાદ જીલ્લામાંથી સામે આવ્યો છે. કોઈ પણ માતાપિતા તેના સંતાનોને અભ્યાસ કરાવતી વખતે કે પૂર્ણ કરી લીધા પછી તેના અભ્યાસની  સાથે તેની સંગત અને વ્યવહાર અંગે પણ ચોક્કસ ધ્યાન આપે એ જરૂરી બન્યું છે કારણ કે જે કિસ્સો સામે આવ્યો છે તે આંખ ઉઘાડનારો છે. બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના એક ગામડામા રહેતી અને ભણતરમાં ખુબ જ તેજસ્વી એવી યુવતીએ સાયન્સ સાથે ધોરણ બાર પાસ કરી નીટની પરીક્ષા પણ પાસ કરી છે. હાલ તે પોતાના માદરે વતનમાં પરિવાર સાથે રહેતી હતી. નવ માસ પૂર્વે તેને મોટાભાઈના અવસાન બાદ તેને દારૂ પીવાની લત લાગી હતી. દારૂ પીધા વગર ચેન પડતું ન હતું. દારૂ માટે તેણીએ ગામના જ અમુક સખ્સોનો સંપર્ક કર્યો અને નિયમિત દારુ મંગાવી તલબ સંતોષતી હતી. સમય જતા પિતાને ખબર પડતા તેણીને ઠપકો આપ્યો હતો. જેને લઈને જે સખ્સો દારૂ સપ્લાય કરતા હતા તેઓને પણ દારુ આપવો બંધ કરી દીધો હતો. પરંતું તલબ વધી જતા તેણીએ આ સખ્સોનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો જેમાં તેઓએ દારૂ જોઈતો હોય તો વાડીએ થી લઇ જવાની વાત કરી હતી. જેને લઈને તેણીએ એક રાત્રે ફોન કરી ત્રણ પૈકીના એક સખ્સના મોટરસાયકલમાં બેસી વાડીએ પહોચી હતી. જ્યાં યુવતીને ત્રણેય સખ્સોએ દારુ પાઈ, એક પછી એક એમ ત્રણેય સખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ યુવતીને વાડીની ઓરડીમાં ગોંધી રાખી, સપ્તાહ સુધી દારુ પાઈને ત્રણેય નરાધમોએ શારીરિક શોષણ કર્યું હતું અને મારકૂટ પણ કરી હતી. ત્રણેય નરાધમોની હેવાનિયતનો ભોગ બનેલ યુવતીને શારીરિક યાતનાઓ પણ આપી ઈજા પહોચાડી હતી. દરમિયાન યુવતીએ કાકલુદી કરી પોતાને સારવારની જરૂર હોવાનું કહી પોતાને મુક્ત કરવા વિનવણી કરી હતી. આ ઘટના અંગે બહાર કોઈને કહ્યું છે તો તારા પરીવારના સભ્યોને મારી નાખીશું એવી ત્રણેય નરાધમોએ ધમકી આપતા તેણીએ જામનગર સારવાર લેવાની વાત કરી હતી. જેથી ત્રણેય સખ્સોએ તેણીને બસમાં બેસાડી જામનગર મોકલી આપી હતી. જામનગર આવતા પૂર્વે તેણીને જામનગર રહેતા સબંધીને જાણ કરી સારવાર લેવા આવતી હોવાનું કહ્યું હતું જેને લઈને ગત તા. 27મીનાં રોજ તેની જામનગર આવી હતી અને સબંધીઓની હાજરીમાં તેણીએ જીજી હોસ્પિટલમાં સારવાર લીધી છે. તેણીના સંબધીઓએ જાણ કરતા તેના પિતા અને બહેન જામનગર આવી પહોચ્યા હતા. આ બનાવ અંગે સીટી બી ડીવીજન પોલીસે તેણીનું નિવેદન લીધું હતું. દરમિયાન રાણપુર પોલીસે બોટાદ જીલ્લાના અળવ ગામના ઇન્દ્રજીત બાબુભાઈ ખાચર, જયવીર જગુભાઈ ખાચ અને સત્યજીત બાબુભાઈ ખાચર સામે તેણીને ગોંધી રાખી, બળાત્કાર ગુજારી, ધાક ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈએ રાણપુર પોલીસે ત્રણેય નરાધમોની શોધખોળ હાથ ધરી છે.

પોતાના કુમળા સંતાનો ઘરમાં કે ઘરથી દુર રહી અભ્યાસ કરતા હોય ત્યારે ચોક્કસથી ખ્યાલ રાખવો જોઈએ કે તેઓ કોની સંગત કરી રહ્યા છે. આવી બાબતોનું હવે ધ્યાન રાખવામાં નહી આવે તો આજે જે કિસ્સો સામે આવ્યો છે એવા કિસ્સાઓ વધતા વાર નહી લાગે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.