કલાત્મક તાજીયાના ઝુલુસ કોરોનાને કારણે ન યોજી માતમમાં જ તાજીયા રાખી માતમ મનાવ્યું જામનગર તા.31: જામનગરમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવાતું માતમનું પર્વ મહોરર્મ દેશ-વિદેશમાં પ્રચલિત છે. આ વખતે કોરોના મહામારીને લીધે મુસ્લિમ સમાજની જુદીા-જુદી જમાતો દ્વારા તાજીયાના જુલુસ કાઢવામાં આવ્યા ન હતા અને તાજીયાને માતમમાં જ રાખી યા હુશૈનની યાદ તાજી કરી હતી. એમ કહેવાય છે કે મુસ્લિમ સમાજમાં કોઇ વ્યકિતનું મૃત્યું થાય ત્યારે પરંપરા મુજબ તેની કબ્રસ્તાનમાં લઇ જઇ દફનવિધિ કરવામાં આવે છે. મૃતકોની યાદ સૌથી વધુ મહોરર્મના દિવસે આવે છે. કેમકે હુશૈનની યાદમાં મહોરર્મની ઉજવણી કરાય છે. એમ કહેવાય છે કે કરબલામાં જયારે હુશૈન શહિદ થયા હતા તેઓની અંતિત ક્ષણે તેઓને પાણી પણ નશીબ ન્હોતું થવા દેવાયું. આથી મહોરર્મના દિવસે જયારે તાજીયા નિકળે છે. ત્યારે મુસ્લિમ લોકો પાણી રેડે છે અને હુશૈનની શહાદતને યાદ કરી પોતાની શ્રધ્ધા વ્યકત કરે છે. મુસ્લિમ ઉપરાંત કોમી એકતામાં માનતા અનેક હિન્દુ લોકો પણ તાજીયાના દિદાર કરી પાણી રેડે છે કે શ્રીફળ વધારે છે. અને લોબાનની અગરબતી પણ કરે છે. દુનિયાના તમામ મુસ્લિમ દેશો કરતા ભારતમાં સૌથી વધુ