જામનગર શહેરમાં 176 નવા કેસ સાથે કોરોનાનો કુલઆંક 2158: ગ્રામ્યમાં 29 કેસ નોંધાયા: કુલ 205 નવા કેસ સામે 197 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
જામનગર તા.31:
જામનગર શહેર-જિલ્લામાં વીકએન્ડમાં કોરોનાના 205 કેસ નોંધાયા હતા. જે સામે 197 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બે દર્દીઓના કોરોનાથી મૃત્યું થયા હતાં. શનિ-રવિવારે પણ જામનગર શહેર-જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની રફતાર યથાવત રહેવા પામી હતી.
શનિવારે જાહેર થયેલ કેસ
જામનગર શહેરમાં શનિવારે સાંજ સુધીમાં કોરોનાના 1006 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના ટેસ્ટીંગમાંથી 89 દર્દીઓના રિર્પોટ પોઝીટીવ આવ્યા હતા. આ સામે શનિવારે શહેરના 93 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મહત્વની અન્ય એક બાબત એ છે કે, ઘણા દિવસ પછી જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યું નિપજ્યાનું જાહેર કરી કોરોનાનો કુલ મૃત્યુઆંક 14થી વધારી 15 કર્યો હતો. શનિવાર સુધીમાં શહેરમાંથી લેવાયેલા કુલ સેમ્પલ-ટેસ્ટીંગનો આંકડો 25,167એ પહોંચ્યો હતો. કુલ કેસ 2071 થયા હતા.
આ રીતે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે સાંજ સુધીમાં 24 કલાકમાં 1013 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી માત્ર 14 દર્દીના રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યા હતા. જયારે 6 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
શનિવારે એકંદરે જામનગર શહેર-જિલ્લામાંથી 2019 સેમ્પલમાંથી 103 દર્દીઓના રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ સામે 99 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક દર્દીનું મૃત્યું થયું હતું. જેથી કુલ મૃત્યુંઆંક 24 થયો હતો. શનિવારે શહેરમાં 343 અને ગ્રામ્યમાં 49 દર્દી એકટીવ હતાં.
રવિવારનું કોરોનાનું ચિત્ર
ગઇકાલે (રવિવારે)પણ જામનગર શહેરમાં કોરોનાના 893 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ પૈકી 87 દર્દીઓના રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યા હતાં. આ સામે રવિવારે શહેરના 84 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જયારે વધુ એક પણ દર્દીનું કોરોનાથી ગઇકાલે મૃત્યું ન થયાનું જાહેર કરાયું હતું.
જામનગર જિલ્લામાં પણ રવિવારે મોટી સંખ્યામાં શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 1094 દર્દીના સેમ્પલના ટેસ્ટીંગમાંથી 15 દર્દીઓનો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. ગઇકાલે ગ્રામ્યના 14 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આશ્ર્ચર્યની વાત એ છે કે શુક્રવાર સુધીમાં ગ્રામ્યમાં કુલ 9 દર્દીના કોરોનાથી મોત થયાનું જાહેર કરાયું હતું. આ પછી શનિવાર અને રવિવારે કોરોનાથી કોઇ દર્દીનું મોત થયું નહી હોવાનું દર્શાવાયુ છે પરંતુ કુલ મૃત્યુંઆંકમાં 1 વધારી 10 જાહેર કરાયેલ છે.
આમ જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લાની વાત કરીએ તો બે દિવસમાં કોરોનાના નવા કેસ 205 નોંધાયા છે જે સામે 197 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે સત્તાવાર રીતે કોરોનાથી 2 દર્દીઓના મૃત્યું નિપજ્યા હતા. આ બે દિવસમાં કુલ 4006 સેમ્પલ લેવાયા હતા.
Comments
Post a Comment