રામ સેવક સમિતિની તસ્વીરો સોશ્યલ મીડિયા દ્વારા તાજી થઇ: આજે પણ જામનગરમાં જયશ્રી રામ જયશ્રી રામના નારા ગુંજી રહ્યા છે
જામનગર તા.5:
અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે ત્યારે આ મંદિર માટેની ચળવળ માટે જામનગર રૂત્રુભા દેવીની સભા, રામ સેવકોના ધરણા સહિતની ચળવળની તસ્વીરો આજે સોશ્યલ મીડીયા દ્વારા તાજી થઇ હતી. જામનગરમાં ચળવળમાં જોડાયેલા અનેક રામ સેવકોએ આજે પોતાના સ્વપ્નાને સાકાર થતા જોયુ હતું.
વર્ષો પહેલા જામનગરમાં ભગવાન શ્રીરામના અયોધ્યામાં મંદિર બને તે માટે રામ સેવક સમિતિ દ્વારા ચળવળનો આરંભ કરાયો હતો. તે સમયે અયોધ્યા ખાતે ભગવાન રામનું મંદિર બનાવવા માટે જુદી-જુદી ચળવળો શરૂ થઇ હતી. તેમા ખાસ કરીને આ મંદિર માટે થઇને જામનગરના ખડપીઠના મેદાનમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ આયોજીત એક સભામાં ખાસ રૂત્રુભા દેવીએ પોતાની આગવી સહેલીમાં ભગવાન રામના મંદિર માટે સંબંધો કર્યુ હતું. આ ઉપરાંત ચાંદી બજારના ચોકમાં પણ ભગવાન શ્રી રામના મંદિર માટે સભાનું આયોજન કરાયું હતું.
તેમજ લાલ બંગલાના સર્કલ ખાતે તેમજ ચાંદીબજાર અને તળાવની પાળે ખઠપીઠના મેદાનમાં રામ સેવા સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ રેલીઓ અને સભા યોજાઇ હતી. જેમાં મહિલાઓ નિલમબેન ભટટ્ટ, ડો.હંસાબેન વ્યાસ, પ્રતિક્ષાબેન જાની, નિતાબેન જોષી, ઇન્દુબેન પરમાર અને પ્રો.મીરાબેન ભટ્ટ પણ ઉત્સાભેર જોડાઇ હતી અને ભગવાન શ્રીરામનું મંદિર બને તેવા સંકલ્પ સાથે અનેક મહાનુભાવો જોડાયા હતા. જેની તસ્વીર આજે ભગવાન શ્રીરામના અયોધ્યા ખાતેના મંદિરના નિર્માણના શિલાન્યાસ સમયે સોશ્યલ મિડીયામાં તાજી થઇ હતી. આ તસ્વીરોમાં સ્વામીનારાયણ મંદિરના ચત્રભુજદાસજી, ડો.જગદીશભાઇ ધોળકીયા, અનિરૂધ્ધ ભટ્ટ, ખુમાનસિંહ સરવૈયા, સુરેન્દ્રભાઇ વ્યાસ, આર.કે.કનખરા, ડો.વૈકુંઠ ધોળકીય, ત્રિલોકભાઇ પટેલ, નારણભાઇ, જગદીશભાઇ વ્યાસ, અશોકભાઇ પાંઉ, તખ્તાણીભાઇ સહિતના અનેક બજરંગદળના સભ્યો, વિશ્ર્વ હિન્દુ પરિષદના સભ્યો સહિત અનેક રામ સેવકો તસ્વીરમાં નજરે પડે છે. તેવા તમામ લોકોનું આજે આ સ્વપ્ન પુરૂ થયું છે અને આ ચળવળમાં જોડાયેલા જામનગરવાસીઓનું જીવનની મોટી સફળતા ગણાવે છે.

Comments
Post a Comment