પોરબંદર વનવિભાગના મહીલા ફોરેસ્ટ ગાર્ડ અને તેમના શિક્ષક પતિ તેમજ વન વિભાગના રોજમદાર સહીતના ૩ વ્યકિત શનિવારે લાપતા બન્યા બાદ આજે સોમવારે ત્રણેય ની લાશ કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી મળી હતી અને તેમની બેરહેમીપૂર્વક હત્યા કરવામા આવી છે ત્રીપલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર જીલ્લામાં ભારે ચકચાર જાગી છે.
પોરબંદર વન વિભાગમાં ફોરેસ્ટગાર્ડ તરીકે બજાવતા હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષાક પતિ કીર્તિભાઈ સોલંકી તેમજ વનવિભાગ માં રોજમદાર તરીકે કામ કરતા નાગાભાઈ આગઠ સહીતના ત્રણ લોકો શનિવાર થી લાપતા બન્યા હતા અને કાટવાણા નજીકના જંગલમાંથી તેમની કાર રેઢી મળી હતી અને લાપતા બન્યાની આશંકા ને લઈ પોલીસ અને વન વિભાગ દ્વારા સતત બે દીવસથી તેમની શોધખોળ કરવામા આવી રહી હતી. તે દરમ્યાન આજે સોમવારે કાટવાણા નજીકના બરડા ડુંગર માંથી ત્રણેય નો મૃતદેહ મળી આવ્યો હતો. તિક્ષણ હથિયાર ના ઘા ઝીકીને હત્યા કરવામા આવી હોવાનુ બહાર આવ્યુ છે. મહીલા ફોરેસ્ટગાર્ડ હેતલ રાઠોડ ની લાશ પાણીના ઝરણા નજીકથી મળી આવી હતી જ્યારે તેમના પતિ અને રોજમદાર યુવાનની લાશ ત્યાથી થોડે દુર બાવળની કાટમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સેની અને વન વિભાગના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેયના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે લાવવામા આવ્યા હતા. મહીલા ફોરેસ્ટગાર્ડ સગર્ભા હતી.
સુત્રોમાંથી પ્રકરણની સનસનાટીભરી વિગતો મુજબ જે આરોપીએ ત્રણેય વ્યક્તિઓની હત્યા નીપજાવી તે તે વનકર્મી જ છે. સગર્ભા મહિલા વનકર્મીના બીટમાં બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનું આરોપીએ જણાવી મહીલા વનકર્મીને બીટમાં આવવા કહ્યું હતું. જેને લઈને મહિલા કર્મીએ પોતાના પતિ અને રોજમદારને સાથે લીધા હતા. શનિવારે પાંચ વાગ્યે જ ત્રણેય બીટમાં ગયા હતા. જ્યાં આરોપી રસ્તામાં મળી ગયો હતો. ડુંગરાળ વિસ્તારમાં એક જગ્યાએ ગાડી ઉભી રખાવી, એક પછી એકને આગળ લઇ જઈ, કુહાડીના પ્રહાર કરી હત્યા નીપજાવી હતી. ત્રણેયની હત્યા બાદ તમામને અલગ અલગ જગ્યાએ ફેકી દીધા હતા. આ વારદાતને અંજામ આપી આરોપી પરત ઘરે આવી ગયો હતો અને સવારે નોકરીએ પણ લાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસે આ હત્યા પ્રકરણમાં કશું ફોડ પાડ્યો નથી, આરોપીએ કયા કારણોસર આ વારદાતને અંજામ આપ્યો છે તે હજુ સ્પષ્ટ થયું નથી. સુત્રોનું માનવામાં આવે તો આ પ્રકરણ હજુ અન્ય આરોપીઓ પણ સંડોવાયા છે. પોલીસ દ્વારા અન્ય આરોપીઓ સુધી પહોચવા ચક્રો ગતિમાન કર્યા છે. આવતી કાલ સુધીમાં આ પ્રકરણમાં પોલીસ સતાવાર વિગતો જાહેર કરશે.
Comments
Post a Comment