વરસાદને લઇને ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ: કડાક-ભડાકા સાથે જામનગર શહેરમાં 18 મી.મી. વરસાદ
જામનગર તા.6:
જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલે રાતથી જ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગઇકાલ સાંજથી જ જામનગર શહેરમાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકાસાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. આજે સવારે વાદળીયા વાતાવરણ વચ્ચેગાજવીજ સાથે 18મી.મી. વરસાદ નોંધાયો હતો. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને રોડ ઉપર પાણી ચાલતા થયા હતા.
જામનગર જિલ્લાના કંટ્રોલરૂમમાં આજે સવારે 8 થી 12 દરમ્યાન જામનગર શહેરમાં 18 મી.મી., કાલાવડમાં 3 મી.મી., લાલપુરમાં 17 મી.મી., જોડિયામાં 14 મી.મી., જામજોધપુરમાં 25 મી.મી. વરસાદ નોંધાયો હતો.
રાજ્યના હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે ગઈકાલ થી જ વરસાદ શરુ થઇ ચુક્યો છે, અને જામનગર સહીત રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં જામનગર જીલ્લાના ગામોમાં પડેલ નોંધપાત્ર વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જામનગર તાલુકાના ધુતારપુર ગામે 2 ઇંચ, ધ્રોલના જાલીયાદેવાણીમાં દોઢ ઇંચ, લેયારામાં 1 ઇંચ, કાલાવડના નિકાવા, ખરેડી, બેરાજા, નવાગામ, અને મોટા પાંચ દેવદા આ તમામ ગામોમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે, મોટા વડાળામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો, તો આ તરફ જામજોધપુરના સમાણા, શેઠવડાળા માં અડધો અડધો ઇંચ જયારે જામવાડી, વાંસજાળીયા,ધુનડા, પરડવામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે, લાલપુર તાલુકાના પીપરતોળા ગામે એક ઇંચ, મોટા ખડબા ગામે બે ઇંચ વરસાદ નોંધાયો છે.
Comments
Post a Comment