Skip to main content

શ્રાવણ માસમાં જાણો ‘દુખ ભંજન મહાદેવ’ નો ઇતિહાસ...

શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર દરરોજ ઉમટી પડે છે દુખદર્દ લઇને મહાદેવના ધામમાં : તમામ ભાવિકોના દર્દ દૂર કરે છે મહાદેવ : એક જ મંદિર અંદર 19 દેવીદેવતાઓ આરુઢ થયા હોય તેવું અલૌકિક મંદિર : શિવ ની સાથે હનુમાનજી પણ આપોઆપ અવતર્યા છે અંહી : રોજ બિલીપત્ર દ્વારા થાય છે મહાદેવનો અભિષેક : કોરના કાળમાં ભાવિકો માટે મંદિરના નિયમોના પાલન સાથે દર્શન કરવાની છૂટ



દરેક જીવમાં શિવ સમાયેલ છે. શિવની આરાધના તો ઠીક ખાલી સ્મરણ કરવાથી પણ અનેક જન્મોના પાપ ધોવાઈ જાય છે. આવા ભોળિયા ઠાકરની અસિમ કૃપાથી જ સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઊઠે છે. એમાય શ્રાવણમાસતો શિવનો મહિમા. આ જ મહિનામાં અનેક ભાવિકો ખરા હ્રદયે શીવની આરાધના કરતાં હોય છે. દરરોજ શિવાલયોએ ભાવિકોના ઘોડાપૂર ઉમટી પડે છે. આવું જ એક શિવાલય જામનગરમાં આવેલ છે. જે ભાવિકોના દુખદર્દને ક્ષણવારમાં દૂર કરતાં હોવાની માન્યતા છે. તેવા દુખભંજન મહાદેવના ચરણોમાં ભાવિકો શીશ જુકવી ધન્યતા અનુભવી રહ્યા છે. શ્રવણમાસના આજના સોમવારના દિવસે અનેક ભાવિકોએ દુખભંજન મહાદેવના સાનિધ્યમાં પોતાનો સમર્પણભાવ દર્શાવી પ્રભુને રિજવ્યા હતા. આજે દુખભંજન મહાદેવ વિશે વિસ્તારથી જાણીએ.
સમય રાજશાહી વખતનો હતો, જે તે સમયે જામનગર નવાનગર તરીકે ઓળખાતું હતું. તાત્કાલિન જામરાજાઓએ અનેક દેવાલયોનું નિર્માણ કર્યું હતું. પરંતુ શહેરમાં આવેલા અનેક શિવાલયો એવા છે કે જેનું સર્જન આપોઆપ થયું હોય. તેવી માન્યતા સમાજમાં વ્યાપ્ત બની છે. આજ રાજશાહી વખતમાં વર્ષ 1840માં હાલમાં હવાઈચોક ખાતે દુખભંજન મહાદેવ ધરતી અંદરથી લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. સંસારના તમામ દુખ હરનારા દુખભંજન મહાદેવ પ્રગટ થતાં જ ભાવિકોએ આ જ શિવલિંગને જે તે સમયે ભવ્ય શિવાલયનું રૂપ આપ્યું હતું અને પોતાની આસ્થા મહાદેવના ચરણોમાં સમર્પિત કરી હતી. મહાદેવની સાથે જે તે સમયે મારુતિનંદન હનુમાનજી પણ શિવની સાથે ધરતી અંદરથી પ્રગટ્યા હતા. જે તે સમયે શીવલિંગની સાથે હનુમાનજી ને પણ શિવાલયમાં આરુઢ કરવામાં આવ્યા. આ ભક્તિભાવમાં ભાવિકોનો પ્રવાહ વર્ષે ને વર્ષે બેવડાતો જાય છે. જેવા નામ તેવા જ મહાદેવના ગુણને લઇને અનેક ભાવીકો પોતાનું દુખ લઈને મહાદેવના ચરણોમાં આવે છે. મહાદેવ ભોળિયો આ ભાવિકોના દુખ ક્ષણવારમાં દૂર કરે છે. આવી માન્યતાના કારણે ભાવિકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમાંય શ્રાવણમાસમાં ભાવિકોનો પ્રવાહ ચાર ગણો વધી જાય છે.
શિવાલયમાં શિવલિંગ તેમજ હનુમાનજી ઉપરાંત ગણપતિ, કાળભૈરવ, બટુકભૈરવ, ક્રુષ્ણ, ખોડિયારમાં, સંતોષી માં, રામ ભગવાન, અંબાજી, અષ્ટભુજા, રોજીમાં, સ્કંદમાં, નવદુર્ગામાં, પૂર્ણ પરસોતમ ભગવાન, જલારામબાપા, આશાપુરા માં, મોમાઇમાં, હિંગળાજમાં, પરશુરામભગવાનની મુર્તિ પણ આરુઢ કરવામાં આવી છે.
શ્રાવણમાસના દરેક સોમવારે અંહી 108 દિવડાની મહાઆરતી થાય છે. આ સાથે જ કૈલાશ, રુદ્રાક્ષની લિંગ, પારદ લિંગ, ગંગા અવતાર, અમરનાથ સહિતના શિવ સ્વરૂપના શણગાર કરવામાં આવે છે.  

આ વર્ષે કોરોના સંક્રમણના કારણે શ્રાવણમાસના ગાળામાં ભાવિકોને થોડી નિરાશા મળી છે. કારણકે અગાઉ જે રીતે દર્શન અને પુજા અર્ચન થતાં હતા તેના પર નિયંત્રણો મુકવામાં આવ્યા છે. જો કે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોને આધીન ભાવિકો માટે મહાદેવના દર્શન સવારે 6 થી 12 અને સાંજે 5:30 થી 8:30 દરમિયાન મંદિર ખુલુ રાખવામા આવે છે તેવું મંદિરના પૂજારી પ્રવીણગિરિ ડી. ગોસાઇ એ જણાવ્યુ હતું.


Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.