સૌથી વધારે કાલાવડ પંથકમાં વરસ્યો વરસાદ: તાલુકાભરમાં 200 ટકા વરસાદ નોંધાયો: સૌથી ઓછો વરસાદ પડ્યો છે જામનગર તાલુકામાં: જિલ્લાભરના તમામ ડેમ છલકાઇ જતાં શિયાળું પાકનું ચિત્ર પણ સ્પષ્ટ થયું જામનગર તા.13 ચોમાસાના પ્રથમ ત્રણ મહિનાની નીરસતા બાદ સમગ્ર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા હતા. જોકે અંતિમ તબ્બકામાં ભાદરવો ભરપુર વરસી જતા ખરીફ પાકની સાથે પીવાના અને એકંદરે સિંચાઈના પાણીની સમસ્યા હળવી થઇ ગઈ છે. આ વર્ષે જામનગર જીલ્લામાં 140 ટકા વરસાદ થયો છે. જેમાં કાલાવડ તાલુકામાં તો 200 ટકા વરસાદ નોંધાયો છે. જયારે સૌથી ઓછો વરસાદ જામનગર પંથકમાં 109 ટકા નોંધાયો છે. ચોમાસાએ સતાવાર વિદાય લીધી છે. હાલાર સહિત સમગ્ર રાજ્યમાં હવે ખરીફ પાકની લલણીની સીઝન શરુ થઇ ચુકી છે. આ વખતે પ્રથમ ત્રણ માસની સીજનમાં મેઘરાજાએ કંજુસાઈ કરી હતી. જેને લઈને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતમાં દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા હતા. પરંતુ ભાદરવો મહિનો ભરપુર વરસી જતા ખરીફ પાકનું ચિત્ર સુંદર બની ગયું છે. રાજ્યભરમાં 100 ટકા ઉપરાંત વરસાદ નોંધાયો છે. જો કે હજુ પણ નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ નથી ભરાયો પણ રાજ્યમાં પડેલા વરસાદનાં કારણે પીવાના પાણીની સમસ્યા...