Skip to main content

મધ્યપ્રદેશથી ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતું જામનગરનું સખી વન સ્ટોપ સેન્ટર

જામનગર તા.2:

મહિલા વિકાસ અને મહિલા ઉત્થાન માટે સરકાર અનેક યોજનાઓ થકી કામગીરી કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારનું મહિલા સુરક્ષા અને મહિલાઓની સહાય હેતુ કામગીરી કરતી સખી વનસ્ટોપ સેન્ટર અનેક મહિલાઓની સખી બની તેમના જીવનના સંઘર્ષમય પડાવોમાં સાચી સખી બની છે.જામનગરમાં પણ સખી વન સ્ટોપ સેન્ટરની સખીઓએ આવી જ ઉમદા ફરજ બજાવી મધ્યપ્રદેશની માનસિક અસ્થિર ફુલબાઇનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. 



થોડાં દિવસો પહેલા જામનગરનાં પીપળી રેલવે-સ્ટેશન નજીક રેલ્વે કર્મીઓને એક અજાણી મહિલા રખડતી-ભટકતી જોવા મળી હતી. રેલ્વે કર્મચારીઓ દ્વારા મહિલા સાથે વાતચીત કરતા મહિલાની ભાષા સમજમાં ન આવતી હોવાથી રેલ્વે કર્મચારીએ આ મહિલાને રેલ્વે પોલીસ-સ્ટેશનને સોંપેલ હતી.રેલ્વે પોલીસ દ્વારા મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ સખી વન સ્ટોપ સેન્ટર જામનગરનો સંપર્ક કરી સેંટર પર આશ્રય અપાવવામાં આવ્યો હતો. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા બહેન સાથે વાતચીત કરતા બહેન યોગ્ય રીતે પ્રતિભાવ આપતા ન હોય તેમને વિશ્વાસમાં લઈને કાઉન્સેલિંગ કરી તેમની ભાષા સમજવા પ્રયાસ કરવામાં આવેલ. આશ્રય દરમિયાન તેઓ માનસિક અસ્વસ્થ હોવાનું જણાતા સખી વનસ્ટોપની સખીઓએ મહિલાને વિશ્વાસ અપાવી તેની મિત્ર બની મહિલાને સેન્ટરમાં યોગ્ય વાતાવરણમાં ઢાળવાનો પ્રયાસ કર્યો હતો. 

મહિલાના સામાનમાં તેમનું આધારકાર્ડ મળી આવતા તેમનું નામ ફુલબાઈ ગોપાલભાઈ ઉંમર-55 વર્ષ રહે-મધ્યપ્રદેશ જાણવા મળ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભીને જાણ થતાં તેમના માર્ગદર્શન મુજબ સેન્ટરનાં કર્મચારીઓ દ્વારા આધારકાર્ડના આધારે મહિલાના પરિવારનો સંપર્ક કરવા ઈન્ટરનેટના માધ્યમથી મધ્યપ્રદેશ વિદિસા પોલીસ-સ્ટેશન અને ગંજબસોદા પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરી આ મહિલા વિશેની માહિતી આપી હતી. ગંજબસોદા પોલીસ-સ્ટેશન દ્વારા મહિલાના પરિવારજનોનો સંપર્ક નંબર શોધી જામનગર સખી વન સ્ટોપ સેન્ટરને પ્રાપ્ત થતા નંબરના આધારે મહિલાના પરિવાર સાથે ટેલિફોનિક વાત થયેલ અને પરિવારજનો પાસેથી જાણવા મળેલું કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી છેલ્લા ત્રણ ચાર માસથી ઘરેથી નીકળી ગયેલ અને ભુલા પડી ગુજરાતના જામનગર જીલ્લામાં આવી પહોંચેલ છે. 

આ દરમ્યાન સખી વન સ્ટોપ સેન્ટરમાં આ મહિલાની સાર સંભાળ લેવામાં આવતી અને તે જમતા ન હોવાથી સેન્ટરના કર્મચારીઓ તેમને સાથે બેસી જમાડતાને પરિવારજન સમાન સંભાળ કરતા હતા. મહિલાના  મોટા પુત્ર સાથે વાત કરતા જાણવા મળેલ કે,ફુલબાઇના પુત્ર, પુત્રવધુ, અને દિકરી-જમાઈ થોડા દિવસ અગાઉ જ રોજગાર અર્થે ગુજરાતના મોરબી જીલ્લામાં આવેલ છે. આ માહિતીના આધારે મહિલાને પરિવારજનો સાથે વિડીયો કોલ દ્વારા વાત કરાવતા વાતચીત દરમિયાન તેમણે માનસિક શાંતિ અનુભવી હતી. તેમના પરિવારજનો સાથે વાત કરતા જાણવા મળેલ કે તેમની આર્થિક સ્થિતિ સારી ન હોય તેથી તેઓ તેમની માતાને જામનગર લેવા માટે આવી શકે તેમ ન હોઈ તેથી જામનગર જીલ્લાના મહિલા અને બાળ અધિકારી ડો.ચંદ્રેશ ભાંભીની સૂચના અનુસાર સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા અને કેસ વર્કર દ્વારા મહિલાને મોરબી ખાતે તેમના પુત્ર, પુત્રવધુ, અને દિકરી- જમાઈ સાથે પુન:મિલન કરાવ્યું હતું. પરિવારને માતા અને ફૂલબાઇને પોતાના બાળકોને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મહિલાના પરિવારજનોએ ખૂબ ખુશ થઇ જામનગર સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. 

આમ એક મહિલાને પરિજનો સાથે મેળાપ કરાવવા જામનગરની સખીઓએ પોતાના પરિજન સમાન લાગણીથી કાર્ય હાથ ધર્યું હતું. ત્યારે માત્ર જામનગર એક જ નહી ગુજરાતની અનેક મહિલાઓની વ્હારે મિત્ર સમાન બની તેમને મદદરૂપ બનવા સરકાર તરફથી આ સખીઓ સતત ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.