સુરત ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ પર પોલીસે ગુજારેલ સીતમનો પડઘો જામનગરમાં: વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા પોલીસ વિરોધી સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો
જામનગર તા.13: સુરત ખાતે પોલીસ દ્વારા અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદના કાર્યકર્તાઓ પર ગુજારવામાં આવેલા અમાનુસી સીતમને લઇને રાજયભરમાં વિદ્યાર્થી સંગઠ્ઠને આકરા પાણીએ વિરોધ દર્શાવવો શરૂ કર્યો છે. ગઇકાલે કલેકટરને આવેદન આપ્યા બાદ આજે જામનગર સંગઠ્ઠન દ્વારા આયુર્વેદ યુનિવર્સીટીના વહીવટી વિભાગને તાળા બંધી કરી વિરોધ દર્શાવ્યો છે.
તાજેતરમાં સુરત ખાતે ગરબીના કાર્યક્રમ દરમ્યાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા શખ્ત રીતે માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા રાજયભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સરકાર પણ હરકતમાં આવી છે. ગઇકાલે જામનગર એબીવીપી દ્વારા આ બાનવને લઇને જવાબદાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સામે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે પણ રાજયભરની યુનીર્વર્સીટીઓમાં તાળાબંધી સહિતના કાર્યક્રમો આપવાની વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે જામનગર સંગઠ્ઠન દ્વારા આજે બપોરે આયુર્વેદ યુનિવર્સીટી ખાતે પહોંચી વહીવટી વિભાગના મુખ્ય દરવાજાને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. પોલીસની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા સુરતની ઘટનાને વખોડી કાઢી સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં એબીવીપીના જામનગર વિભાગના સંયોજક કુશલ બોસમીયા, એબીવીપી ગુજરાત આયુર્વેદીક યુનિર્વર્સીટીના અધ્યક્ષ આશિષ પાટીદાર, યુનિર્વર્સીટીના નગર સહમંત્રી જયદેવસિંહ જેઠવા અને નગરસહમંત્રી રૂત્વીક પટેલ સહિતનાઓ જોડાયા હતા.
Comments
Post a Comment