Skip to main content

ટ્રાફિક સમસ્યાઓનો થશે હલ: રૂા.100 કરોડના ખર્ચે બનશે ત્રણ બ્રીજ

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જામનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને એક રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કાર્ય માટે મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી: સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના કુલ ર9 પ્રોજેકટ માટે રૂા.830 કરોડની રકમ ફાળવાઈ


જામનગર તા.5

જામનગરને મુખ્યમંત્રીએ મોટી ભેટ આપી છે. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે ત્રણ બ્રીજોને મંજૂરી મળી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જામનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને એક રેલ્વે અંડરબ્રીજ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.100.98 કરોડના ખર્ચે બનનાર ત્રણ બ્રીજના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સરકાર તરફેથી મળેલી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને એક રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ 100.98 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.

રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે. તદઅનુસાર, મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ બે રેલ્વે ઓવરબ્રીજ અને એક રેલ્વે અંડરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામોની ભેટ જામનગર મહાનગરને આપી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ફાટકમુકત ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ ર9 પ્રોજેકટ માટે રૂ.830 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાતના નગરો - મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ 78 કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ 78 કરોડ રૂપિયા મળી સમગ્રતયા 1પ6 કરોડ રૂપિયાની જોગવાઇ ર0ર1-રરના વર્ષ માટે કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

જામનગર બન્યું ‘જમનગર’: 24 કલાકમાં 127 દર્દીના મોતથી હાહાકાર

જી.જી.કોવિડ હોસ્પિટોલની બહાર બેડ મળે તે પહેલાં એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનમાં આજે સવાર સુધીમાં 10 દર્દીઓએ મોતની સોડ તાણી લેતા સર્જાયા હૃદયદ્રાવક દ્રષ્યો: 108 અને હોસ્પિટલનો સ્ટાફ શક્ય તેટલી મહેનત કરવા છતાં દરેક ગંભીર દર્દીના પ્રાણ બચાવવા અસમર્થ: હાઇકોર્ટની ફટકાર છતાં અકળ કારણસર સરકાર લોકડાઉનથી ભાગી રહી હોવાથી સ્થિતિ કાબુ બહાર:  24 કલાકમાં 509 કેસ નોંધાયા: જામનગર શહેરમાં 3,664 લોકોનો ટેસ્ટ કરાતા 307 અને ગ્રામ્યમાં 2158 લોકોનો કોરોના ટેસ્ટ કરાતા 202 લોકો પોઝીટીવ હોવાનું જાહેર થયું: શહેરના 131 અને ગ્રામ્યના 130 દર્દી સ્વસ્થ થયા: જામનગર ગ્રામ્યમાં બે દર્દીના મૃત્યું કોરોનાના કારણે થયા હોવાનું જાહેર કરાયું જામનગર તા.22: જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચે કોરોનાના કેસ મામલે જાણે હુંસાતુસી ચાલતી હોય તેમ ગઇકાલે શહેરમાં સતત બીજા દિવસે 300થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા હતા તો ગ્રામ્યમાં પણ પોઝીટીવ કેસની સૌ પ્રથમ વખત બેવડી સદી નોંધાઇ હતી. આમ ગઇકાલે 509 પોઝીટીવ કેસ નોંધાવાની સામે 261 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આ ઉપરાંત 24 કલાકમાં કોવિડ હોસ્પિટલ પરિસરમાં 127 દર્દીઓના મૃત્યું નિપજ્યાં હતાં. પરિણામે જા...