Skip to main content

જામનગર જિલ્લામાં 140 ટકા વરસાદથી ખરીફ પાકનું ચિત્ર ઉજળું

સૌથી વધારે કાલાવડ પંથકમાં વરસ્યો વરસાદ: તાલુકાભરમાં 200 ટકા વરસાદ નોંધાયો: સૌથી ઓછો વરસાદ પડ્યો છે જામનગર તાલુકામાં: જિલ્લાભરના તમામ ડેમ છલકાઇ જતાં શિયાળું પાકનું ચિત્ર પણ સ્પષ્ટ થયું



જામનગર તા.13

ચોમાસાના પ્રથમ ત્રણ મહિનાની નીરસતા બાદ સમગ્ર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા હતા. જોકે અંતિમ તબ્બકામાં ભાદરવો ભરપુર વરસી જતા ખરીફ પાકની સાથે પીવાના અને એકંદરે સિંચાઈના પાણીની સમસ્યા હળવી થઇ ગઈ છે. આ વર્ષે જામનગર જીલ્લામાં 140 ટકા વરસાદ થયો છે. જેમાં કાલાવડ તાલુકામાં તો 200 ટકા વરસાદ નોંધાયો છે. જયારે સૌથી ઓછો વરસાદ જામનગર પંથકમાં 109 ટકા નોંધાયો છે.

ચોમાસાએ સતાવાર વિદાય લીધી છે. હાલાર સહિત સમગ્ર રાજ્યમાં હવે ખરીફ પાકની લલણીની સીઝન શરુ થઇ ચુકી છે. આ વખતે પ્રથમ ત્રણ માસની સીજનમાં મેઘરાજાએ કંજુસાઈ કરી હતી. જેને લઈને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતમાં દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા હતા. પરંતુ ભાદરવો મહિનો ભરપુર વરસી જતા ખરીફ પાકનું ચિત્ર સુંદર બની ગયું  છે. રાજ્યભરમાં 100 ટકા ઉપરાંત વરસાદ નોંધાયો છે. જો કે હજુ પણ નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ નથી ભરાયો પણ રાજ્યમાં પડેલા વરસાદનાં કારણે પીવાના પાણીની સમસ્યા હળવી રહેશે એવું હાલ ડેમની સ્થિતિ પરથી કહી શકાય.

જામનગર જિલ્લાનીની વાત કરીએ તો જ્યાં દોઢ માસ પૂર્વે નબળા વરસની ધારણાઓ બાંધી લેવામાં આવી હતી ત્યાં મેઘરાજાએ અશીમ કૃપા કરતા ચિત્ર બદલાયું  છે. જિલ્લામાં ત્રીસ વર્ષના રેકોર્ડની સરાસરી કાઢવામાં આવે તો આ વર્ષે 140 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં અતિવૃષ્ટિનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ કાલાવડ પંથકમાં નોંધાયો છે. ગત વર્ષે પણ આ તાલુકો વરસાદમાં અવ્વલ રહ્યો હતો.

આ વખતે કાલાવડમાં 200 ટકા વરસાદ નોંધાયો છે. આકડાકીય રીતે તાલુકામાં 1381 મીમી (એકંદરે સાડા પંચાવન ઇંચ) વરસાદ નોંધાયો છે. જયારે બીજા નમ્બર પર જોડિયા તાલુકો રહ્યો છે જ્યાં 921 મીમી (એકંદરે 37 ઇંચ) જે મોસમનો 145 ટકા વરસાદ દર્શાવે છે. જયારે ત્રીજા નંબરે ધ્રોલ તાલુકો રહ્યો છે. આ પંથકમાં 896 મીમી (એકંદરે 36 ઇંચ) ત્યારબાદ જામજોધપુર પંથકનો સમાવેશ થાય છે અહી સીજનનો 850 મીમી (34 ઇંચ) વરસાદ નોંધાયો છે. જે સીજનના 118 ટકા છે. જયારે લાલપુરમાં 833 અને જામનગરમાં 822 મીમી (અનુક્રમે એકંદર સવા તેત્રીશ અને તેત્રીશ ઇંચ) જે મોશમના કુલ વરસાદના 114 અને 109 ટકા વરસાદ દર્શાવે છે.

આમ જામનગર જિલ્લામાં કુલ 950 મીમી (એકંદરે 38 ઇંચ) વરસાદ નોંધાયો છે જે ટકાવારીની દ્રષ્ટિએ 140 ટકા છે. ભારે વરસાદના કારણે કાલાવડ અને જામનગર પંથકમાં વ્યાપક નુકશાની પણ પહોચી છે. જો કે મોટાભાગના ડેમ ઓવર ફલો થઇ જતા શિયાળુ પાકનું ચિત્ર સારા રહેવાની આશાઓ બંધાઈ છે. સાથે સાથે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઊંડ એક, રણજીતસાગર અને સસોઈ ડેમ પણ ઓવરફળો થઇ જતા શહેરની વાર્ષિક પાણી સમસ્યા હળવી થઇ છે.

Comments

Popular posts from this blog

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ