Skip to main content

Posts

Showing posts from April, 2020

કાલાવડના પુર્વ ધારાસભ્યની પુત્રીએ આપઘાત કર્યો

એન્જીનીયરીંગના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું મોડું થતાં આપઘાત કર્યાનું પોલીસમાં જાહેર:  જામનગર તા.30 : કાલાવડ વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની પુત્રીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. એન્જીનીયરીંગના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું નકકી થયા બાદ સતત મોડું થતાં ચિંતાગ્રસ્ત બનેલી યુવતિએ અંતિમ પગલું ભરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જામનગર જિલ્લા તેમજ રાજકીય વર્તુળમાં શોક જન્માવનાર બનાવની વિગત મુજબ કાલાવડ વિધાનસભાની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની 24 વર્ષીય પુત્રી રીધ્ધિબેને પોતાના ધ્રોલ ખાતે ફુલવાડી રોડ પર આવેલા નિવાસ સ્થાને ગઇકાલે સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ભાજપના પુર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા અને તેનો પરિવાર બહારગામ ગયા બાદ તેણીએ આ પગલું ભરી લીધાની વિગતો સામે આવી છે. સાંજે પરત ફરેલા પરિવારને આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇએ ધ્રોલ પોલીસમાં નોંધાવેલા નિવેદન મુજબ બી.ઇ.એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ પુત્રી રીધ્ધિને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવું હતું. જેના માટે એડમીશન સહિતની

મોબાઇલ ફોનમાં ગ્રુપ બનાવી ગીત ગાતા પતિના વર્તનથી પત્નીએ આપઘાત કર્યો

જામનગર તા.29 : જામનગરમાં મોબાઇલ ફોનમાં ગ્રુપ બનાવી ગીતો ગાતા પતિના વર્તનથી કંટાળી નેપાળી પત્નીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જયારે સ્વામીનારાયણ નગરમાં બેશુદ્ધ હાલતમાં જ વૃદ્ધનું મૃત્યું નિપજયું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં આપઘાત-અપમૃત્યુના વધુ બે બનાવો નોંધાયા હતાં જેમાં રણજીતસાગર રોડ પર આવેલ જડેશ્ર્વર મહાદેવના મંદિરની બાજુમાં રાહુલ હામોર્નિયમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચોકીદારી કરતા ભરતભાઇ તબીતબીહસિંગ ખડકા નામના નેપાળી ચોકીદારની પત્ની ગીતાબેન (ઉ.વ.21) એ ગઇકાલે ત્રણેક વાગ્યે પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પતિ ભરતભાઇએ જાણ કરતા સીટી એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતકનો કબ્જો સંભાળી, મૃતદેહને જી.જી.હોસ્પિટલ ખસેડયો હતો. આ બનાવ અંગે ભરતભાઇએ પોલીસમાં કરેલી જાહેરાત મુજબ મોબાઇલ ફોનમાં પોતાના ગામનું ગ્રુપ બનાવી પોતે પણ તેમાં ગીતો ગાતા હતાં પતિના આ વર્તનથી કંટાળી તેણીએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જયારે જામનગરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતા કિરીટભાઇ શાંતિલાલ જોષી (ઉ.વ.62) નામના વૃદ્ધ ગત તા. 28 મી ના રોજ પોતાના ઘરે

જામનગરમાં અટવાયેલા 12 વિદેશી નાગરીકોને મુક્તિ મળી

જામનગર તા. 29 : જામનગરમાં લોકડાઉનમાં અટવાયેલા 12 વિદેશી નાગરીકોને મુક્તિ મળી હતી. બ્રિટીશ અને ભારત સરકારની મંજુરી મળતા મંગળવારે બસ દ્વારા અમદાવાદ માટે રવાના થયા હતાં. જયાંથી ખાસ વિમાન મારફત વિદેશ પહોંચશે. જામનગર સહિત દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા વિદેશથી આવેલા અને દેશના લોકો જુદા-જુદા શહેરોમાં ફસાયા છે ત્યારે જામનગરમાં પણ લંડન તેમજ અન્ય દેશોમાંથી આવેલા 12 નાગરીકો લોકડાઉનના કારણે અટવાયા હતાં. આથી ફસાયેલા વિદેશી નાગરીકોએ વિદેશ જવા માટે ભારત અને બ્રિટીશ સરકારને રજુઆતો કરી પરત વિદેશ જવાની મંજુરી આપવા માંગણી કરી હતી. જેના પગલે બંને સરકારના વિદેશ ખાતા દ્વારા વાતચીત કરવામાં આવી હતી અને જામનગરમાં ફસાયેલા 12 વિદેશી નાગરીકોને પરત જવાની મંજુરી આપવામાં આવી હતી. આથી મંગળવારે ખાસ બસ દ્વારા તમામ વિદેશના નાગરિકો બપોરે જામનગરથી અમદાવાદ જવા રવાના થયા હતાં જયાંથી ખાસ પ્લેન દ્વારા વિદેશ પરત ફરશે. 

જોડિયા નજીક બાઇક-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : બે ના મોત

જામનગર તા.29: જોડિયા તાલુકાના લખતર ગામ નજીક ગઇકાલે સાંજે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર બે આદિવાસી યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યું નિપજતા શ્રમિક પરિવારમાં ગમગીની પ્રસરી જવા પામી છે. રોંગ સાઇડમાં આવતું મોટરસાયકલ ડમ્પરના આગળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. જોડિયા સહિત જિલ્લાભરમાં શોક જન્માવનાર અકસ્માતના આ બનાવની વિગત મુજબ ગઇકાલે સાંજે છ વાગ્યાના સુમારે જોડીયાથી 14 કિ.મી. દુર આવેલા લખતર ગામ નજીક એમ.પી.69એમસી-0231 નંબરનું મોટરસાયકલ સામેથી આવી રહેલાં ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું. પલવારમાં સર્જાય ગયેલી આ દુર્ઘટનામાં બાઇક સવાર જોડિયા તાલુકાના મજોઠ ગામે ખેત મજુરી કરતાં બાઇક ચાલક દિલીપભાઇ ગનીયાભાઇ માવડા અને સુરબાન ઉર્ફે ભાયો રાયસીંગ પચાયા નામના બન્ને યુવાનોને માથા અને શરીરના ભાગે ઘાતક ઇજાઓ પહોંચતા બન્નેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યું નિપજ્યા હતાં. આ બનાવના પગલે ગભરાઇ ગયેલા ડમ્પર ચાલક મુકેશ દેવાભાઇ વરુ સ્થળ છોડી ધ્રોલ પહોંચ્યા હતાં. ત્યારબાદ જોડિયા પોલીસ દફતર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. રોંગ સાઇડમાં આવી ગયેલ

કોરોનની પોઝીટીવ ઇફેક્ટ : એસીબીમાં એક પણ કેસ નહિ

અમદાવાદ કોરોનાના કારણે ભ્રષ્ટાચારનાં કેસોમાં ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા એક માસ દરમ્યાન એસીબીમાં લાંચનો એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાનો રોગચાળો ચલણી નોટો દ્વારા પણ ફેલાવાની શક્યતા છે. કોરોનાનાં રોગચાળાનાં કારણે ભ્રષ્ટ અધિકારીઓ પણ લાંચની માંગણીઓ પણ ન હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ એસીબીમાં લાંચની ફરિયાદ ન આવતા એસીબીનાં સ્ટાફને પણ પોલીસ બંદોબસ્તમાં લગાવી દેવાયા છે. લોકડાઉન લાગુ થયું ત્યારથી લાંચનો એક કેસ નોંધાયો નથી. જાણવા મળતી વિગતો મુજબ સામાન્ય રીતે દર વર્ષે લાંચના 250 કેસ નોંધાઇ છે અને દર મહિને સરેરાશ 20 થી 25 કેસો થતા હતા પરંતુ લોકડાઉન પછી એક પણ કેસ થયો નથી. લાંચના કેસ ન નોંધાવા પાછળ ભ્રષ્ટ અધિકારીઓને લાંચ માંગવાની તક ન મળતા હોવાનું પણ કહેવાય છે. સૌને પોતાનો જીવ વ્હાલો હોય લોકો ઘરની બહાર જ નીકળતા નથી ને મોટાભાગની સરકારી કચેરીઓ ઠપ્પ હોય લાંચનું પ્રમાણ ઘટ્યું છે. એસીબીના અધિકારી હાલ પેન્ડીંગ કેસો પર કામ કરી રહ્યા છે.

અમદાવાદમાં કોરોનાનો ઝેરી ફૂંફાડો : 33 એસઆરપી જવાનો કોરોના પોઝિટીવ

અમદાવાદ ગુજરાતમાં કોરોનાનું આક્રમણ યથાવત જ રહ્યુ છે. સરકાર દ્વારા સંક્રમિત આંકડા સાંજે જાહેર કરવામાં આવતાં હોવા છતાં આજે બપોર સુધીમાં કેટલીક ચોંકાવનારી આંકડાકીય વિગતો બહાર આવી છે. અમદાવાદમાં એક મહિલા કોર્પોરેટર ઉપરાંત બે શાકભાજીના ધંધાર્થીનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ગોપાલનગરમાંથી 14 કેસ ખુલ્યા છે જે સંક્રમણ ડેરીફાર્મમાંથી થયાની શંકા છે. વડોદરામાં નવા 15 કેસ બહાર આવ્યા છે. આ સિવાય ગાંધીનગરમાં ત્રણ સહીત અન્ય શહેરોમાંથી પણ કોરોના પોઝીટીવ કેસ હોવાની વિગતો સાંપડી છે. અમદાવાદમાં આજે બપોર સુધીમાં ગોપાલનગરમાંથી 14 પોઝીટીવ કેસ નોંધાયા છે.આ વિસ્તારની ક્રિષ્ના ડેરીમાં કામ કરતા કર્મચારીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ડેરીમાંથી કોરોનાનો ચેપનો ફેલાવો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાંથી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સિવાય રેકડીમાં શાકભાજી વેંચતા બે ધંધાર્થીઓને પણ કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ વધી ગઈ છે. શાકભાજીનાં ધંધાર્થી કયા કયા વિસ્તારમાં ફર્યા હતા અને કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌથી મ

નીતિ આયોગનાં અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ: ઓફિસ "સીલ” કરવામાં આવી

નવી દિલ્હી  દેશમાં કોરોના વાયરસ અત્યંત ઝડપી ફેલાઈ રહ્યો છે અને નીતિ આયોગની ઓફીસમાં ઉપ સચીવ તરીકે ફરજ બજાવતા અધિકારીને કોરોના પોઝીટીવ જાહેર થતાં જ દિલ્હીની નીતિ આયોગની પુરી ઓફીસ સીલ કરવામાં આવી છે અને બે દિવસ સુધી આ ઓફીસમાં સેનેટાઈઝ કરીને ફરીથી ખોલવામાં આવશે. હાલ આ ઓફીસનાં તમામ કર્મચારીઓની કોરોના ટેસ્ટીંગ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ રીતે હવે હાઈપ્રોફાઈલ ઓફીસમાં કોરોના સબંધી તમામ પ્રોટોકોલનું પાલન થાય છે ત્યાં કોરોના પોઝીટીવ પહોંચતા હડકંપ મચી ગયો છે.

લોકડાઉન બાદ વિમાની મુસાફરીમાં થશે ફેરફાર : એરહોસ્ટેસ નર્સ જેવા પોષાક પહેરશે

નવી દિલ્હી કોરોના વાઈરસના કારણે આગામી સમયમાં જીવનશૈલીમાં અનેક ફેરફારો આવશે અને વિમાની સેવાનું સ્વરુપ પણ બદલાઈ જશે તેવા સંકેત છે. દેશમાં લોકડાઉનના અંત બાદ વિમાની સેવા ચાલુ થાય ત્યારે તેમાં સૌપ્રથમ સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ કેમ રાખવો તે અંગે સરકાર અને એરલાઈન વચ્ચે વાતચીત ચાલુ છે. ત્યાં હવે દરેક વિમાની મુસાફરે તેની એર ટીકીટ ખરીદતા સમયે તે કોઇપણ પ્રકારના વાઈરસથી સંક્રમિત નથી તેવું મેડીકલ સર્ટિફીકેટ પણ આપવાનું જરુરી બનાવાઇ રહ્યું છે. એટલું જ નહીં વિમાની સેવામાં પણ માસ્ક તથા ગ્લોવ્ઝ ફરજીયાત બની જશે. સરકાર કમસેકમ જ્યાં સુધી કોરોનાનો છેલ્લો વાઈરસ વિદાય ન લે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રાખવા માગે છે. એરલાઈનના અધિકારીઓ, તબીબી નિષ્ણાંતો અને સરકાર વચ્ચે હાલ એક વાટાઘાટ ચાલી રહી છે. અને તેમાં કોરોનાની સ્થિતિમાં વિમાની મુસાફરી કઇ રીતે સલામત બનાવવી તે અંગેના ઉપાયો સાથે ઇન્ડીગો સહિતની એરલાઈને તો મુસાફરોના થર્મલ સ્કેનીંગ, મુસાફરને બોડીંગ પાસ સાથે માસ્ક અને ગ્લોવ્ઝ આપવાની તૈયારી કરી છે. ઉપરાંત ચેકીંગ કાઉન્ટર ઉપર તથા એરપોર્ટની બસ સેવામાં સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રખાશે. ઉપરાંત હાલના તબક્કે વિમાની ઉડ્ડયન સે

કલેકટરના જાહેરનામા બાદ આજથી દુકાનો ખુલ્લી

જામનગર. દુકાનો માટે સમયમર્યાદા બપોરે ૨:૦૦ થી રાત્રે ૯:૦૦ કલાકની રહેશે જામનગર તા. ૨૬ એપ્રિલ, લોકડાઉન હળવું કરવા અંગે પ્રથમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડ્યા બાદ તે અનુસંધાન જામનગર જિલ્લા કલેક્ટરશ્રી રવિશંકર દ્વારા શનિવારે મોડી સાંજે લોકડાઉનના સમયમાં કેટલીક દુકાનોને ખોલવા માટે છુટછાટ અપાતાં રવિવારે જામનગરમાં બપોરથી નિયમોનુસાર દુકાન ખોલી શકાશે. જામનગર જીલ્લા કલેકટર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪, ગુજરાત એપેડેમીક ડિસીઝ કોવિડ-૧૯, રેગ્યુલેશન ૨૦૨૦, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૪૩ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ અન્વયે કલેકટરશ્રી દ્વારા જાહેરનામા થકી તા. ૨૦ એપ્રિલ ૨૦૨૦ થી અમુક છુટછાટો આપવામાં આવેલ હતી જેમાં સત્તાની રૂએ જામનગર જીલ્લાના સમગ્ર વિસ્તારો માટે જાહેર હિતને ધ્યાને લઈને પ્રજાને વધુ હાડમારી ભોગવવી ના પડે તેવા હેતુથી લોકડાઉનના સમયમાં કેટલીક દુકાનોને ખોલવા માટે છૂટછાટ આપવામાં આવતું જાહેરનામું શનિવારે સાંજે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.  જાહેરનામામાં જણાવ્યા અનુસાર જામનગર મહાનગરપાલિકા વિસ્તાર, કાલાવડ, ધ્રોલ, જામજોધપુર, સિક્કા નગરપાલિક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ૨૫૬ પોઝિટિવ કેસ

ગાંધીનગર : આજે આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિ દ્વારા ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલ નવા કેસ ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં નવા ૨૫૬ કેસ નોંધાયા છે, અને ૬ લોકોના મોત નીપજ્યા છે અને ૧૭ દર્દીઓ સાજા થઈ હોસ્પિટલમાંથી રજા મળી છે. કુલ કેસ ૩૦૭૧ અને અત્યાર સુધી રાજ્યમાં ૧૩૩ ના મોત થયા છે. નવા કેસ : અમદાવાદ : ૧૮૨ આણંદ : ૫ બનાસકાંઠા : ૧૧ ભાવનગર : ૫ છોટા ઉદેપુર : ૨ ગાંધીનગર : ૪ મહીસાગર : ૧ નવસારી : ૧ પંચમહાલ : ૨ વડોદરા : ૭ સુરેન્દ્રનગર :૧ સુરત : ૩૪ પાટણ : ૧ ૩૦ લોકો વેન્ટિલેટર પર છે અને કુલ ૨૮૨ લોકોને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે.

પાનમસાલા, સિગારેટની દુકાનો, હેરસલુન, રેસ્ટોરા બંધ: કેન્દ્રની સ્પષ્ટતા

કોરોના વાયરસ સામેની લડતના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો અમલ 3 મે સુધી અમલમાં રહેનાર હતો દરમ્યાન કેન્દ્ર સરકારે ગઈરાત્રે જારી કરેલા આદેશમાં ગ્રામીણ વિસ્તારો અને મ્યુનિસિપલ વિસ્તારોમાં શોપીંગ કોન્વલેકસ અને મોલ સિવાયની આવશ્યક અને બિન આવશ્યક દુકાનો ખુલ્લી રાખવા પરવાનગી આપવા મંજુરી આપી હતી. આ મામલે કેટલીક દ્વિધાઓ ઉભી થતાં ગૃહ મંત્રાલયના સંયુકત સચીવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે આજે સ્પષ્ટતા કરી હતી કે શરાબની દુકાનો ઉપરાંત, હેરકટીંગ સલુન, બ્યુટીપાર્લર, અને રેસ્ટોરા ખુલ્લા રાખી શકાશે નહિં. શહેરી વિસ્તારોમાં આવાસીય પરિસર, કોલોનીઓ આસપાસ અને સ્ટેન્ડ એલોન (અલગ અલગ માંગ એક જ દુકાન) ખોલવા મંજુરી અપાઈ હતી. એવી જ રીતે શરાબ, સીગારેટ અને તમાકુ-ઉત્પાદનો અને સિગરેટનું વેચાણ અગાઉની જેમ પ્રતિબંધીત રહેશે. વળી, હોટસ્પોટ અથવા ક્ધટેન્સમેન્ટ ઝોનમાં દુકાનો ખોલી શકાશે નહિં. ગૃહ મંત્રાલયે શુક્રવારે રાત્રે આદેશ જારી કર્યો એ કારણે કેટલાંક રાજયોમાં ભ્રમ ઉભો થયો હતો આજે સવારે 11 વાગ્યે ગૃહ મંત્રાલયે ખુલાસો કર્યો હતો. અત્યાર સુધી માત્ર કરીયાણા, શાકભાજી અને દવાઓની દુકાનો ચાલુ રાખવા છુટ હતી હવે બિન આવશ્યક ચીજોના વેચાણ માટ

From tommoro all shops will be open in Country

ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજિસ્ટરની દુકાનો શરતો સાથે ખોલવાની મંજૂરી આપી છે. જો કે, શોપિંગ મોલ્સ અને શોપિંગ સંકુલ હજી ખુલશે નહીં. આ મુક્તિ ફક્ત તે દુકાનો માટે છે જે નગરપાલિકાઓ અને નગરપાલિકાઓની હદમાં રહેણાંક વિસ્તારમાં આવેલી છે. એકલા દુકાનો ખોલવાનું પણ શક્ય બનશે. હાલના બજારની દુકાનોને લઈને મ્યુનિસિપલ અધિકારક્ષેત્રમાં આ હુકમ લાગુ કરવામાં આવ્યો નથી.