કોરોના વાયરસ સામેની લડતના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો અમલ 3 મે સુધી અમલમાં રહેનાર હતો દરમ્યાન કેન્દ્ર સરકારે ગઈરાત્રે જારી કરેલા આદેશમાં ગ્રામીણ વિસ્તારો અને મ્યુનિસિપલ વિસ્તારોમાં શોપીંગ કોન્વલેકસ અને મોલ સિવાયની આવશ્યક અને બિન આવશ્યક દુકાનો ખુલ્લી રાખવા પરવાનગી આપવા મંજુરી આપી હતી.
આ મામલે કેટલીક દ્વિધાઓ ઉભી થતાં ગૃહ મંત્રાલયના સંયુકત સચીવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે આજે સ્પષ્ટતા કરી હતી કે શરાબની દુકાનો ઉપરાંત, હેરકટીંગ સલુન, બ્યુટીપાર્લર, અને રેસ્ટોરા ખુલ્લા રાખી શકાશે નહિં.
શહેરી વિસ્તારોમાં આવાસીય પરિસર, કોલોનીઓ આસપાસ અને સ્ટેન્ડ એલોન (અલગ અલગ માંગ એક જ દુકાન) ખોલવા મંજુરી અપાઈ હતી. એવી જ રીતે શરાબ, સીગારેટ અને તમાકુ-ઉત્પાદનો અને સિગરેટનું વેચાણ અગાઉની જેમ પ્રતિબંધીત રહેશે. વળી, હોટસ્પોટ અથવા ક્ધટેન્સમેન્ટ ઝોનમાં દુકાનો ખોલી શકાશે નહિં.
ગૃહ મંત્રાલયે શુક્રવારે રાત્રે આદેશ જારી કર્યો એ કારણે કેટલાંક રાજયોમાં ભ્રમ ઉભો થયો હતો આજે સવારે 11 વાગ્યે ગૃહ મંત્રાલયે ખુલાસો કર્યો હતો. અત્યાર સુધી માત્ર કરીયાણા, શાકભાજી અને દવાઓની દુકાનો ચાલુ રાખવા છુટ હતી હવે બિન આવશ્યક ચીજોના વેચાણ માટે પણ દુકાનો ખુલ્લી રાખી શકાશે.
જોકે સરકારે શહેરોમાં જાહેર સરકારી પરિવહનનાં મામલે બસ અથવા રીક્ષા અને ટ્રેન તથા વિમાની સેવાઓ બાબતે હજુ કોઈ નિર્ણય જાહેર કર્યો નથી.

Comments
Post a Comment