ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજિસ્ટરની દુકાનો શરતો સાથે ખોલવાની મંજૂરી
આપી છે. જો કે, શોપિંગ મોલ્સ અને શોપિંગ સંકુલ હજી ખુલશે નહીં. આ મુક્તિ ફક્ત તે દુકાનો માટે છે જે નગરપાલિકાઓ અને નગરપાલિકાઓની હદમાં રહેણાંક વિસ્તારમાં આવેલી છે. એકલા દુકાનો ખોલવાનું પણ શક્ય બનશે. હાલના બજારની દુકાનોને લઈને મ્યુનિસિપલ અધિકારક્ષેત્રમાં આ હુકમ લાગુ કરવામાં આવ્યો નથી.
જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...