અમદાવાદ
કોરોનાના કારણે ભ્રષ્ટાચારનાં કેસોમાં ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા એક માસ દરમ્યાન એસીબીમાં લાંચનો એક પણ કેસ નોંધાયો નથી.
કોરોનાનો રોગચાળો ચલણી નોટો દ્વારા પણ ફેલાવાની શક્યતા છે. કોરોનાનાં રોગચાળાનાં કારણે ભ્રષ્ટ અધિકારીઓ પણ લાંચની માંગણીઓ પણ ન હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ એસીબીમાં લાંચની ફરિયાદ ન આવતા એસીબીનાં સ્ટાફને પણ પોલીસ બંદોબસ્તમાં લગાવી દેવાયા છે. લોકડાઉન લાગુ થયું ત્યારથી લાંચનો એક કેસ નોંધાયો નથી.
જાણવા મળતી વિગતો મુજબ સામાન્ય રીતે દર વર્ષે લાંચના 250 કેસ નોંધાઇ છે અને દર મહિને સરેરાશ 20 થી 25 કેસો થતા હતા પરંતુ લોકડાઉન પછી એક પણ કેસ થયો નથી. લાંચના કેસ ન નોંધાવા પાછળ ભ્રષ્ટ અધિકારીઓને લાંચ માંગવાની તક ન મળતા હોવાનું પણ કહેવાય છે. સૌને પોતાનો જીવ વ્હાલો હોય લોકો ઘરની બહાર જ નીકળતા નથી ને મોટાભાગની સરકારી કચેરીઓ ઠપ્પ હોય લાંચનું પ્રમાણ ઘટ્યું છે. એસીબીના અધિકારી હાલ પેન્ડીંગ કેસો પર કામ કરી રહ્યા છે.

Comments
Post a Comment