Skip to main content

Posts

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, છ ઘવાયા

ઇકો અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત : ફરી વખત ઠેબા ચોકડી પાસેનો માર્ગ રક્તરંજીત જામનગર તા.7 જામનગર નજીકના ઠેબા ચોકડી પાસેના માર્ગ પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા છે. જયારે અન્ય છ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ જતા પંચકોશી પોલીસે સ્થળ પર પહોચી બચાવ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર નજીક પખવાડિયા પૂર્વે જામજોધપુર પંથકના ચાર યુવાનોને બોલેરોએ ચગદી નાખ્યાના બનાવની હજુ શાહી સુકાય નથી ત્યાં આ જ સ્થળ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેની વિગત મુજબ, આજે સવારે જામનગર નજીકના બાયપાસ રોડ પર આવેલ ઠેબા ચોકડી પાસે ઇકો અને છકડો રીક્ષા વચ્ચે ટક્કર થવા પામી હતી. જેમાં બે વ્યક્તિઓના સ્થળ પર જ મૃત્યુ નીપજયા હતા જયારે અન્ય  છ વ્યક્તિઓને ઈજાઓ પહોચતા તાત્કાલિક 108માં જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. જેમાના ત્રણની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ બનાવના પગલે ટ્રાફિક જામ થઇ જતા અને લોકોના ટોળા એકત્ર થઇ જતા પંચકોશી પોલીસે સ્થળ પર પહોચી ઘાયલોને હોસ્પિટલ પહોચાડવા અને ટ્રાફિક દુર કરવા સહીતની આગળની કાર્યવાહ...

બાય બાય 2020, વેલકમ 2021

 જામનગર તા.1 આખરે વસમા બનેલા 2020 ના વર્ષની વિદયા થઇ છે અને નવી આશાઓ સાથેના 2021 ના વર્ષનો આજે પ્રારંભ થયો છે. કોરોનાને કારણે વિશ્ર્વભરમાં સામાજીક, આર્થિક પ્રશ્ર્નોની ભરમાર 2020 ના વર્ષમાં આવી હતી. તેમાં જામનગર શહેર અને જિલ્લો પણ બાકાત નથી. કોરોનાની મહામારીને લીધે લોકોના નાના-મોટા વેપાર-ધંધાને ભારે આર્થિક નુકસાન થયું હતું. અનેક લોકોએ નોકરી ગુમાવી છે. તો હાલારમાં 1000 જેટલા લોકોએ કોરોનાને લીધે જિંદગી ગુમાવતા તેમના પરિવારજનોને મોટી ખોટ પડી છે. કોરોના મહામારીએ જીવન પધ્ધતિને પણ બદલવાની ફરજ પાડી છે. શારીરિક, માનસિક અને આર્થિક રીતે આફત લઇને આવેલ કોરોનાને કારણે 2020 નું વર્ષ વસમું સાબિત થયું અને તેથી લોકો રાહ જોતા હતાં કે 2020 નું વર્ષ હવે જલ્દી જાય તો સારૂં. લોકોને એવી આશા પણ છે કે 2021 નું વર્ષ કોરોનાની નાબુદીનું નિમિત બનશે અને જીવનની રફતાર ફરી પાટા ઉપર પહેલાં જેટલી ગતિએ ચાલશે. આખરે ગઇકાલે ઇ.સ.2020 નો અંતિમ સૂર્યાસ્ત લોકોએ નિહાળ્યો હતો અને આજે ઇ.સ.2021 નો પ્રથમ સૂર્યોદય સૌ માટે સારાવાના કરનાર બની રહે તેવી આશા વ્યક્ત કરી હતી. 

જામનગરમાં એક સપ્તાહમાં કોરોનાના સંક્રમણમાં 12 થી 25 ટકા સુધીનો ઘટાડો

  જામનગર શહેરમાં ગત સપ્તાહમાં 6034 સેમ્પલમાંથી 640 વ્યકિતના રિર્પોટ કોરોના પોઝીટીવ નોંધાયા: 644 દર્દીઓને અપાયું ડિસ્ચાર્જ: જામનગર ગ્રામ્યમાં 7105 ટેસ્ટમાંથી 110 વ્યકિતને કોરોનાનું સંક્રમણ થયાનું નોંધાયું: ગ્રામ્યના 100 દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી અપાઇ રજા જામનગર તા.28: જામનગરમાં કોરોનાના સંક્રમણમાં સપ્ટેમ્બર માસના ત્રીજા સપ્તાહની સરખામણીએ ચોથા સપ્તાહમાં આશરે 12 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જામનગરમાં ચાલુ (સપ્ટેમ્બર)માસના ત્રીજા સપ્તાહમાં જામનગર શહેરમાંથી 5980 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 731 દર્દીનો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ સામે 862 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે 278 દર્દી એકટીવ કેસ હતા.  આ સામે સપ્ટેમ્બરનું ગઇકાલે બે પુરૂ થયેલું ચોથુ અઠવાડીયુ કોરોના સંક્રમણની રીતે થોડું હળવું સાબિત થતા આોરગ્ય તંત્રને કોરોનામા ઘટાડો થવાની ફરી એક વખત આશા જાગ છે. જામનગર શહેરની જ વાત કરીએ તો ચોથા સપ્તાહ (તા.21 થી 27) દરમ્યાન શહેરમાંથી 6034 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે શહેરમાંથી ગઇકાલ સુધીમાં કરાયેલા ટેસ્ટની કુલ સંખ્યા 73,852 થઇ હતી. આ સપ્તાહ ...

જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી બિલ્ડીંગના છઠ્ઠામાળેથી કૂદકો લગાવી વિધ્યાર્થીનો આપઘાત

બનાવનું કારણ અકબંધ : પોલીસે મૃતકનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી જામનગર તા.૧૮ જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી બિલ્ડીંગના ઉપરના માળેથી કૂદકો લગાવી આપઘાત કરી લીધો છે. જો કે આ આપઘાત કરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કચ્છના વિધ્યાર્થીએ કયા કારણે આપઘાત કર્યો છે તેનું તારણ મેળવવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થી વિજય અજમલભાઈ ઠાકોરે યુનિવર્સિટીના બિલ્ડીંગ પરથી જંપલાવી આપઘાત કર્યો છે. આ બનાવના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં દોડધામ મચી જવા પામી હતી. ૧૦૮ની ટીમે તુરંત ઘટના સ્થળે પહોચી મૃતકનો કબ્જો સંભાળ્યો હતો. જો કે સિટી બી ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ગામનો વિધ્યાર્થી બીએએમએસમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જો કે કયા કારણોથી આપધાત કર્યો છે. તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર વિધ્યાર્થીએ પોતાની જાતે જ કૂદકો લગાવી જીવ દીધો હતો. 

ધ્રોલમાં ધડાધડ ફાયરિંગ કરી યુવાનની હત્યા નિપજાવનાર આરોપીઓ અંતે પકડાયા

  ટોલનાકે વાહન ચલાવવા બાબતે થયું હતું મનદુખ : દિનદહાડે યુવાનની હત્યા નિપજાવી બે ભાડૂતી મારાઓ સહિતના શખ્સો નાશી ગયા હતા જામનગર તા.૧૮ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે સાડા છ માસ પૂર્વે ત્રિકોણબાગ ખાતે એક કારમાં આવેલા ત્રણ થી ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી ક્ષત્રિય યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી. જે તે સમયે મોરબી પોલીસે બે આરોપીઓને દબોચી લીધા હતા ત્યારબાદ હત્યાની સોપારી લેનાર બે પરપ્રાંતિય શખ્સોને પણ પોલીસે દબોચી લીધા હતા જો કે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર લાબો સમય ફરાર રહ્યા બાદ આજે આરઆરસેલ પોલીસે બંનેને ચોટીલા પાસેથી પકડી પાડ્યા હતા. ધ્રોલ તાલુકા મથકે ગત તા.૬-૩-૨૦૨૦ના રોજ ત્રિકોણ બાગ પાસે પોતાની કાર તરફ જઇ રહેલા દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાનની કારમાં આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી હત્યા નિપજાવી નાશી ગયા હતા. જો કે જે તે દિવસે જ મોરબી પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા હતા. ત્યારબાદ જામનગર એલસીબી પોલીસે અન્ય રાજ્યના બે શાર્પશૂટરોને પણ પકડી પાડ્યા હતા. પડધરી ટોલનાકામાં વાહનો પસાર થવા બાબતે મૃતક અને આરોપી મુસ્તાક વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. આ બાબતે જ બે ભાડૂતી માણસો રોકી મુસ્તાક...

સેવા નિવૃત્ત શિક્ષકને આનંદ મિશ્રિત દુ:ખની લાગણીથી વધાવતી શાળા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પ્રેમસર ગામે આવેલી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી ફરજ બજાવી નિવૃત્ત થયેલા પરબતભાઇ બી. જાદવને શાળાએ અનોખું સન્માન કર્યું હતું. 34 વર્ષ 2 માસ જેટલી દિર્ઘકાલીન સેવા બજાવી, શિક્ષણની જ્યોત પ્રગટાવી અનેક સમાજને નવો રાહ ચિંધ્યો છે. ત્યારે પાનેલી પ્રાથમિક શાળાથી શરૂ થયેલી શિક્ષણયાત્રા પ્રેમસર પ્રાથમિક શાળામાં પુરી થતાં આજે તેઓને સેવા નિવૃત્ત સન્માનપત્ર આપીને આનંદ મિશ્રિત દુ:ખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. પ્રેમસર પ્રાથમિક શાળા પરિવાર તરફથી આચાર્ય જયેશભાઇ ગોજીયાએ નિવૃત્તવયની સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કરી આનંદની લાગણી અનુભવી હતી.

જામનગરમાં કોરોનાના દર્દીઓને ઘેર બેઠા સારવાર માટે તંત્રની મદદ શરૂ

જામનગરના લોકોને મળશે 24 કલાક ઘરબેઠા આરોગ્ય સુવિધાઓ: જામનગરવાસીઓ નં. 9512023431, 9512023432 અને 104 પર સંપર્ક કરી કલાકમાં આરોગ્યલક્ષી સેવા મેળવી શકશે જામનગર તા.5: જામનગર શહેરમાં કોરોના સંક્રમણ સામે તંત્ર દ્વારા જાણે પૂરજોશમાં લડત લડવામાં આવી રહી છે. જામનગર શહેરના હોમઆઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે મહાનગરપાલિકા દ્વારા આજે સ્પેશ્યલ ચેક અપ માટેની રિક્ષાઓને આજે સવારે લીલી ઝંડી આપી વિવિધ વોર્ડમાં કાર્યરત કરવામાં આવી છે, જેના દ્વારા જે દર્દીઓ એસિમ્પ્ટોમેટિક છે અને હોમઆઇસોલેશનમાં રહેલા છે તેમના રેગ્યુલર ચેકઅપ કરી તેમના આરોગ્યની સતત દરકાર લેવામાં આવશે. તો હાલમાં જ જામનગરમાં 7 સંજીવની રથનો શુભારંભ સ્ટેંડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, શાશક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી,કમિશ્નર સતિષ પટેલ અને ચીફ ફાયર ઓફિસર બિશ્નોઇના હસ્તે લીલી ઝંડી આપી રવાના કરવામાં આવેલ છે. કોરોનાના આ કાળમાં જામનગરના લોકોને હવે 24 કલાક ઘરબેઠા મેડીકલ સારવાર મળી રહેશે,રાજ્યકક્ષાએ જેમ 104 હેલ્પલાઇન દ્વારા લોકોને ઘરબેઠા શરદી, ઉધરસ કે તાવ જણાય તો કોલ દ્વારા તેઓ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવે છે તે જ પ્રકારે જામનગરના કોઇ પણ વ્યક્તિ આ સંજીવન...