જામનગર શહેરમાં ગત સપ્તાહમાં 6034 સેમ્પલમાંથી 640 વ્યકિતના રિર્પોટ કોરોના પોઝીટીવ નોંધાયા: 644 દર્દીઓને અપાયું ડિસ્ચાર્જ: જામનગર ગ્રામ્યમાં 7105 ટેસ્ટમાંથી 110 વ્યકિતને કોરોનાનું સંક્રમણ થયાનું નોંધાયું: ગ્રામ્યના 100 દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી અપાઇ રજા
જામનગર તા.28:
જામનગરમાં કોરોનાના સંક્રમણમાં સપ્ટેમ્બર માસના ત્રીજા સપ્તાહની સરખામણીએ ચોથા સપ્તાહમાં આશરે 12 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
જામનગરમાં ચાલુ (સપ્ટેમ્બર)માસના ત્રીજા સપ્તાહમાં જામનગર શહેરમાંથી 5980 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 731 દર્દીનો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ સામે 862 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે 278 દર્દી એકટીવ કેસ હતા.
આ સામે સપ્ટેમ્બરનું ગઇકાલે બે પુરૂ થયેલું ચોથુ અઠવાડીયુ કોરોના સંક્રમણની રીતે થોડું હળવું સાબિત થતા આોરગ્ય તંત્રને કોરોનામા ઘટાડો થવાની ફરી એક વખત આશા જાગ છે.
જામનગર શહેરની જ વાત કરીએ તો ચોથા સપ્તાહ (તા.21 થી 27) દરમ્યાન શહેરમાંથી 6034 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે શહેરમાંથી ગઇકાલ સુધીમાં કરાયેલા ટેસ્ટની કુલ સંખ્યા 73,852 થઇ હતી. આ સપ્તાહ દરમ્યાન શહેરમાં કોરોનાના નવા 640 કેસનો ઉમેરો થયો હતો. જયારે ગઇકાલની સ્થિતિએ શહરેમાં 174 એકટીવ કેસ હતા. નવા 640 કેસ સામે 644 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સપ્તાહ દરમ્યાન કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યું ન થયાનો દાવો તંત્રે કર્યો છે.
જામનગર ગ્રામ્યમાં ત્રીજા સપ્તાહ દરમ્યાન 7013 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 147 વ્યકિતને આવ્યો હતો. આ સપ્તાહમાં 147 નવા કેસની સામે 132 દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અને એકટીવ કેસ 80 હતા.
ત્રીજા સપ્તાહની સરખામાણીએ ચોથા સપ્તાહમાં જામનગર ગ્રામ્યમાં 7105 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 110 વ્યકિતને કોરોના થયાનો રિર્પોટ આવ્યો હતો. ગઇકાલની સ્થિતિએ ગ્રામ્યમાં એકટીવ કેસ 81 હતા. જયારે ગ્રામ્યમાં પણ થોા સપ્તાહ દરમ્યાન કોઇ દર્દીનું કોરોનાથી મોત ન થયાનું ગાણૂં તંત્રે ગાયું હતું. નવા 110 કેસ સામે આ સપ્તાહમાં ગ્રામ્યના 100 દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
કોરોનાના સંક્રમણ સંદર્ભે ત્રીજા સપ્તાહ અને ચોથા સપ્તાહની સરખામણી કરવામાં આવે તો જામનગર શહેરમાં ત્રીજા સપ્તાહના 731 કેસ સામે ચોથા સપ્તાહમાં 91 કેસનો ઘટાડો નોંધાયો હતો. જે 12 ટકા જેટલો ગણી શકાય.
જામનગર ગ્રામ્યમાં ત્રીજા સપ્તાહની અંદર 147 કેસ નોંધાયા હતા તો ચોથા ગત સપ્તાહ દરમ્યાન 110 જે કેસ નોંધાયા હતા. આમ ગ્રામ્યમાં એક સપ્તાહમાં કોરોનાના કેસમાં 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
Comments
Post a Comment