દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પ્રેમસર ગામે આવેલી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી ફરજ બજાવી નિવૃત્ત થયેલા પરબતભાઇ બી. જાદવને શાળાએ અનોખું સન્માન કર્યું હતું. 34 વર્ષ 2 માસ જેટલી દિર્ઘકાલીન સેવા બજાવી, શિક્ષણની જ્યોત પ્રગટાવી અનેક સમાજને નવો રાહ ચિંધ્યો છે. ત્યારે પાનેલી પ્રાથમિક શાળાથી શરૂ થયેલી શિક્ષણયાત્રા પ્રેમસર પ્રાથમિક શાળામાં પુરી થતાં આજે તેઓને સેવા નિવૃત્ત સન્માનપત્ર આપીને આનંદ મિશ્રિત દુ:ખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. પ્રેમસર પ્રાથમિક શાળા પરિવાર તરફથી આચાર્ય જયેશભાઇ ગોજીયાએ નિવૃત્તવયની સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કરી આનંદની લાગણી અનુભવી હતી.
ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.
Comments
Post a Comment