Skip to main content

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, છ ઘવાયા

ઇકો અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત : ફરી વખત ઠેબા ચોકડી પાસેનો માર્ગ રક્તરંજીત






જામનગર તા.7

જામનગર નજીકના ઠેબા ચોકડી પાસેના માર્ગ પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા છે. જયારે અન્ય છ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ જતા પંચકોશી પોલીસે સ્થળ પર પહોચી બચાવ કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર નજીક પખવાડિયા પૂર્વે જામજોધપુર પંથકના ચાર યુવાનોને બોલેરોએ ચગદી નાખ્યાના બનાવની હજુ શાહી સુકાય નથી ત્યાં આ જ સ્થળ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેની વિગત મુજબ, આજે સવારે જામનગર નજીકના બાયપાસ રોડ પર આવેલ ઠેબા ચોકડી પાસે ઇકો અને છકડો રીક્ષા વચ્ચે ટક્કર થવા પામી હતી. જેમાં બે વ્યક્તિઓના સ્થળ પર જ મૃત્યુ નીપજયા હતા જયારે અન્ય  છ વ્યક્તિઓને ઈજાઓ પહોચતા તાત્કાલિક 108માં જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. જેમાના ત્રણની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ બનાવના પગલે ટ્રાફિક જામ થઇ જતા અને લોકોના ટોળા એકત્ર થઇ જતા પંચકોશી પોલીસે સ્થળ પર પહોચી ઘાયલોને હોસ્પિટલ પહોચાડવા અને ટ્રાફિક દુર કરવા સહીતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ વિગતો મેળવાઈ રહી છે.

આ અકસ્માતમાં મૃત્યું પામેલમાં મોડપર ગામના 60 વર્ષના પ્રેમજીભાઇ નામની વ્યક્તિ તેમજ ઇજા પામનારમાં વીજરખી ગામના શહેનાઝબેન જુનેદભાઇ બધડા, આરઝુબેન સલીમભાઇ લાખાણી અને નસીમબેન રફીકભાઇ મલેકનો સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.