Skip to main content

ધ્રોલમાં ધડાધડ ફાયરિંગ કરી યુવાનની હત્યા નિપજાવનાર આરોપીઓ અંતે પકડાયા

 ટોલનાકે વાહન ચલાવવા બાબતે થયું હતું મનદુખ : દિનદહાડે યુવાનની હત્યા નિપજાવી બે ભાડૂતી મારાઓ સહિતના શખ્સો નાશી ગયા હતા



જામનગર તા.૧૮

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે સાડા છ માસ પૂર્વે ત્રિકોણબાગ ખાતે એક કારમાં આવેલા ત્રણ થી ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી ક્ષત્રિય યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી. જે તે સમયે મોરબી પોલીસે બે આરોપીઓને દબોચી લીધા હતા ત્યારબાદ હત્યાની સોપારી લેનાર બે પરપ્રાંતિય શખ્સોને પણ પોલીસે દબોચી લીધા હતા જો કે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર લાબો સમય ફરાર રહ્યા બાદ આજે આરઆરસેલ પોલીસે બંનેને ચોટીલા પાસેથી પકડી પાડ્યા હતા.

ધ્રોલ તાલુકા મથકે ગત તા.૬-૩-૨૦૨૦ના રોજ ત્રિકોણ બાગ પાસે પોતાની કાર તરફ જઇ રહેલા દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાનની કારમાં આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી હત્યા નિપજાવી નાશી ગયા હતા. જો કે જે તે દિવસે જ મોરબી પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા હતા. ત્યારબાદ જામનગર એલસીબી પોલીસે અન્ય રાજ્યના બે શાર્પશૂટરોને પણ પકડી પાડ્યા હતા.

પડધરી ટોલનાકામાં વાહનો પસાર થવા બાબતે મૃતક અને આરોપી મુસ્તાક વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. આ બાબતે જ બે ભાડૂતી માણસો રોકી મુસ્તાક અને આજ દિવસ સુધી ફરાર રહેલા અનિરુદ્ધસિંહ સોઢાએ હત્યા નીપજાવવાનો સમગ્ર પ્લોટ રચ્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે હત્યાનું કારણ સ્પષ્ટ થઈ ગયા બાદ આજ દિવસ સુધી મુસ્તાક પઠાણ અને અનિરુદ્ધસિંહ પોલીસના હાથે લાગ્યા ન હતા. દરમિયાન રેન્જ પોલીસને મળેલ ચોક્કસ હકીકતના આધારે આજે આ બંને શખ્સોને ચોટીલાથી જસદણ વચ્ચે આંતરી લીધા હતા. જે તે સમયે આરોપી અનિરુદ્ધસિંહે બંને ભાડૂતીમારાઓની વયવસ્થા કરી હતી જ્યારે આરોપી મુસ્તાકે અન્ય આરોપી સાથે મળીને વરદાતને અંજામ આપ્યો હોવાનું જાહેર થયું હતું. પોલીસ દ્વારા બંને આરોપીઓનો કબ્જો સંભાળવા તજવીજ હાથ ધરવામાં આવી છે. 

Comments

Popular posts from this blog

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ