Skip to main content

Posts

વાવાઝોડાના પગલે જામનગરના બંદર ઉપર અપાયું એક નંબરનું સિગ્નલ

જામનગર.તા.30 કોરોના વાયરસના કહેર વચ્ચે આગામી તા.4 અને 5મી જુને દ્વારકાના દરિયાકાંઠે એક વાવાઝોડું અથડાશે. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે આ વાવાઝોડું તેજ ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તકેદારીના ભાગરૂપે જામનગરના બંદરે 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. એક બાજુ સમગ્ર દેશમાં જ્યાં કોરોના વાયરસે મહામારી ફેલાવી છે ત્યાં બીજી બાજુ લોકો કુદરતનો માર પણ સહન કરી રહ્યા છે. ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ત્યારે ગુજરાતના માથે આગામી તા.4 અને 5મી જુને વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ વાવાઝોડું દ્વારકાના દરિયાકાંઠે અથડાય તેવી સંભાવના છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વર્ષી રહ્યો છે તો બીજી કુદરત પણ જાણે રિસાય હોય તેમ લાગુ રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનને કારણે એક વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું તા.4 અને 5 મીએ દ્વારકા, ઓખા અને આસપાસના વિસ્તારોને ધમરોળશે. હાલ વાવાઝોડાને પગલે જામનગરના બંદર ઉઅપર એક નંબરનું સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે.

જામનગરની જીજી હોસ્પીટલમાંથી આજે વધુ બે કોરોના સંક્રમિત દર્દીને અપાઈ રજા

જામનગર.તા.30                                                                      જામનગરની જીજી હોસ્પીટલમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓમાં આજે વધુ બે દર્દીની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં જામનગરમાં કોરોના વાયરસના કુલ 10  દર્દીને રજા આપવામાં આવી છે. જયારે હવે જીજી હોસ્પીટલના કોવીડ-19 વોર્ડમાં 7 દર્દી સારવાર હેઠળ છે. જામનગરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. જામનગરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 52 દર્દી નોંધાયા છે. જેમાં બે દર્દીના મોત થઇ ચુક્યા છે. જયારે અન્ય દર્દીઓને શહેરની જાણીતી સરકારી જીજી હોસ્પીટલમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ-19 વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી  હતી. તેવામાં આજે બે દર્દીની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. જામનગરથી છેલ્લા ત્રણ દિવસથી સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. બે દિવસ અગાઉ...

મુંબઇથી આવેલા જામનગરના પુરૂષ અને મહિલાનો રિપોર્ટ પોઝીટીવ

બે કેસ વધતા જામનગર જિલ્લાના પોઝીટીવ કેસની સંખ્યા વધીને 53 થઇ: આજે સાંજે બે દર્દીઓને રજા અપાય તે પહેલાં સવારે બે નવા દર્દી જી.જી.હોસ્પિટલમાં દાખલ થયા: જામનગર જિલ્લામાં કોરોનાને પછડાટ આપનાર દર્દીઓનું પ્રમાણ 79.24 ટકા જામનગર તા.30 જામનગર જિલ્લામાં આજે ફરી કોરોનાએ ફૂંફાડો મારતા વધુ બે કેસ પોઝીટીવ આવ્યા છે. મુંબઇથી આવેલા બે પ્રવાસીઓને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઇન કરાયા હતાં. ગઇકાલે તેમના સેમ્પલ લઇ જી.જી.હોસ્પિટલની કોરોના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. આજે સવારે આ બન્ને પ્રવાસી નાગરિકોનો રિપોર્ટ પોઝીટીવ આવતા જામનગર જિલ્લાના પોઝીટીવ કેસની સંખ્યા વધીને 53 થઇ છે. જ્યારે જી.જી.હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જામનગર જિલ્લામાં તા.પ એપ્રિલથી કોરોનાની એન્ટ્રી થઇ હતી. દરેડના શ્રમિક પરિવારના 14 માસના બાળકને કોરોના પોઝીટીવ આવ્યો હતો. કમનસીબે કોરોનાનું આ પ્રથમ દર્દી બે દિવસમાં મોતને ભેટ્યું હતું. આ પછી સતત 25 દિવસ સુધી જામનગર જિલ્લામાં કોરોનનો એક પણ કેસ નોંધાયો ન હતો. આ પછી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેસ આવવાનું શરૂ થયું હતું. અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈ...

મુંબઈથી ફ્લાઈટમાં આવેલ નાગરિકોએ પોતાની ઉપસ્થિતિની નોંધ કરાવવવા એસપીની ટકોર

જામનગર તા. 29 જામનગરમાં બહારના રાજયોમાંથી ફ્લાઈટ મારફતે આવતા નાગરિકોએ પોતાની હાજરી અંગે પોલીસ દફતર અને આરોગ્ય તંત્રનો સંપર્ક કરે એમ જીલ્લા પોલીસ વડાએ સુચનાં આપી છે. અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. અમુક સખ્સો પોતાની હાજરી છુપાવતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હોવાનું સામે આવતા એસપીએ સુચના આપી છે. જામનગરમાં કોરોના વાયરસ સંક્રમિત થતો અટકાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં જે દર્દીઓ સામે આવ્યા છે જેમાના મોટા ભાગના દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જેને લઈને જામનગરમાં લોકલ સંક્રમણ અટકે તે હેતુથી આરોગ્ય અને પોલીસે ક્વોરેન્ટાઈન કાર્યવાહીને વધુ મહત્વ આપ્યું છે છતાં પણ બહારથી આવતા નાગરિકો પોતાની ઓળખ છુપાવી શહેરમાં આવી જતા હોવાની વિગતો સામે આવી છે જેમાં મુબઈથી ફ્લાઈટ વાટે રાજકોટ આવી જામનગરમાં આવી જતા નાગરિકો વિશેષ છે એવી બાબતો સામે આવતા પોલીસ વડાએ ચેતવણી આપી નાગરીકોને સામે આવવા અપીલ કરી છે અન્યથા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. 

રિલાયન્સે ચીનથી ત્રણથી ચાર ગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પીપીઈ કિટ તૈયાર કરી

દરરોજ 1 લાખ પીપીઈ કિટ તૈયાર થઈ રહી છે: 10,000 લોકોને રોજગારી આપે છે: અનેકગણી સસ્તી કોરોના ટેસ્ટિંગ કિટ વિકસિત કરી: ટેસ્ટિંગ સ્વેબ ચીનથી 10 ગણી સસ્તી પડે છે જામનગર તા.29 કોરોનાવાયરસ સમયગાળા દરમિયાન વિવિધ મોરચા પર સેવારત મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે ત્રણથી ચાર ગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ  કિટ બનાવવાનું શરૂ કર્યું છે. આ કિટ આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ અને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત છે. કંપનીના સિલ્વાસા પ્લાન્ટમાં દરરોજ 1 લાખ પીપીઈ કિટ બનાવવામાં આવે છે. એક તરફ, ચીનથી આયાત થતી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ  કિટની કિંમત કિટદીઠ રૂ. 2000 થાય છે. તો બીજી તરફ, રિલાયન્સની કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝ રૂ. 650માં પીપીઆઈ કિટ બનાવે છે. પીપીઈ કિટ ડોક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ઉપરાંત પોલીસ અને સફાઈ કામદારો જેવા ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાવાયરસના ઇન્ફેક્શનથી બચાવે છે. દરરોજ એક લાખથી વધારે પીપીઈ કિટ બનાવવા માટે રિલાયન્સે પોતાના વિવિધ ઉત્પાદન કેન્દ્રોને આ કામમાં લગાવ્યાં છે. જામનગરમાં સ્થિત દેશની સૌથી મોટી રિફાઇનરીએ એવા પેટ્રોકેમિકલ્સનું મ...

પાર્ક કોલોનીની એચ.ડી.એફ.સી.બેંકમાં આગના છમકલાથી નાશભાગ

જામનગર તા.29: જામનગરમાં પટેલકોલોની રોડ ઉપર પાર્ક કોલોનીમાં આવેલ એચ.ડી.એફ.સી.બેંકની અંદર આજે સવારે આગનું છમકલું થતા ભારે નાશભાગ મચી ગઇ હતી. જામનગરમાં પટેલકોલોની રોડ ઉપર સેન્ટઆન્સ સ્કુલની સામેના ભાગે પાર્ક કોલોનીમાં એચ.ડી.એફ.સી.બેંકની શાખા જોગર્સ પાર્ક નજીક આવેલી છે. આ બેંકમાં આજે સવારે 10:30 કલાકે અચાનક બીજે માળે આવેલ યાંત્રિક કેબિનમાં રહેલું સ્ટેબીલાઇઝરમાં અચાનક આગની જ્વાળા પ્રગટી હતી. આગ લાગતા જ બેંકની અંદર રહેલા કર્મચારીઓ અને ગ્રાહકોમાં નાશભાગ મચી ગઇ હતી. આ ઉપરાંત ત્યાંથી પસાર થતા લોકોનું પણ ટોળુ ભેગું થઇ ગયું હતું. આગ અંગે ફાયર બ્રિગેડ શાખાએ જાણ થતા વોટર ફાયર યુનિટ સાથે સ્ટાફ દોડી ગયો હતો અને આગ ઓલવી નાંખી હતી. આગને લીધે કોઇ મોટું નુકશાન થયું નહી હોવાનું જાણવા મળે છે. 

જામનગરના યુવાઓ લોકડાઉનમાં બન્યા ઓનલાઇન ફિલ્મ, વેબ સીરીઝ જોવાના ક્રેઝી

લોક ડાઉન દરમ્યાન ઘરની બહાર ન નીકળવાની છૂટ, સિનેમા બંધ હોવાના કારણે યુવાઓએ કર્યો ઇન્ટરનેટનો ભરપુર ઉપયોગ: ફિલ્મ ઉપરાંત હાલ વેબ સીરીઝનો યુવાઓમાં જબરો ક્રેઝ જામનગર.તા.29 જામનગર સહીત સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકે તેવા હેતુથી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઉદ્યોગો, દુકાનો સહીત મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવામાં આવ્યા હતા. હાલ ચોથા લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે પરંતુ હજુ પણ મલ્ટીપ્લેક્સ, સિનેમા બંધ હોવાથી લોકો મનોરંજન માટે મોબાઇલ, કોમ્પ્યુટરમાં ઓનલાઈન ફિલ્મ જોઇને સમય પસાર કરી રહ્યા છે. કોરોના વાયરસને કારણે સમગ્ર દેશ જાણે કે અંદાજે 58 દિવસ સુધી થંભી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો. જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે સરકાર દ્વારા સમગ્ર દેશમાં માત્ર જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ સિવાયની તમામ, દુકાનો, ઓફિસો, ઉદ્યોગો, કારખાનાઓ, મોલ- મલ્ટીપ્લેક્સ, સિનેમા હોટેલ તમામ બંધ કરી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું. અંદાજે બે માસ સુધી લોક ડાઉન રહેતા લોકો પોતાન સમય પસાર કરવા મોટેભાગે મોબાઇલ, કોમ્પ્યુટરમાં વળગેલા જોવા મળતા હતા. તેમાં પણ યુવાનો મોબાઇલમાં ગેમ્સ રમીને તો ...