Skip to main content

Posts

Showing posts from December, 2021

જામનગર માર્કેટ યાર્ડમાં કપાસનો વિક્રમજનક ભાવ બોલાયો

જામનગર તા.30 જામનગર માર્કેટીંગ યાર્ડમાં વિક્રમજનક કપાસના ભાવ  રૂ. 2111  પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કપાસના ભાવ આજે જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં બોલાતા ખેડૂતો અને વેપારીઓ માં ખુશી ફેલાય હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગર માર્કેટીંગ યાર્ડનું નામ ખેડૂતોને તેની જણસીઓના ઉંચા ભાવ મળવામાં મોખરે જઇ રહ્યું છે ત્યારે આજે હાપા યાર્ડ ખાતે કપાસનો વિક્રમજનક ભાવ   નોંધાયો હતો. એક મણ કપાસનો ભાવ રૂ.2111  ખેડૂતોને  મળ્યા હતાં.જેથી વેપારીઓ અને જગતના તાતમા આનંદની લાગણી ફેલાઇ હતી. જામનગર માર્કટિગ યાર્ડ હાપામા  ગઈકાલે  કપાસની આવક 4932 મણ ની રહી હતી.ત્યારે કપાસનો એક મણ નો ભાવ રૂ.1400થી રૂ. 1930  રહ્યો હતો.જે આજે ખૂલતી બજારે રૂ. 2111ની વિક્રમ સપાટી સુધી ઉચકાયો હતો. ત્યારે અન્ય જુદી જુદી જણસીઓના ભાવ જોઈએ તો અજમો રૂ.1855 થી રૂ.3105 જીરું રૂ 2100 થી રૂ 2985 તલી રૂ.1995 થી રૂ2170 રહ્યો હતો.આમ યાર્ડ ખાતે કુલ 19797 મણ જણસીની આવક નોંધાઇ હતી.ત્યારે યાર્ડના સેકેટરી હિતેષ પટેલ એ જણાવ્યું હતું કે કપાસના ભાવ આજે સીઝનમાં સૌથી ઉંચા  એટલે કે રૂ 2111 નોંધાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

બોટાદ જિલ્લાની અભ્યાસમાં તેજસ્વી યુવતીને ગોંધી રાખી ગેંગરેપ ગુજારતા બંધુ સહિત ત્રણ શખ્સો

જામનગર તા.30 બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને વાડીએ ગોંધી રાખી ત્રણ નરાધમોએ દારૂ પાઈને સપ્તાહ સુધી ગેંગ રેપ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓની ચુંગાલમાંથી છટકી જામનગર આવેલ યુવતીના સબંધીઓએ તેણીના પિતાને જાણ કરી હતી. હાલ યુવતી જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. આ કિસ્સાની ફરિયાદ નોંધી રાણપુર પોલીસે નરાધમોની શોધખોળ શરુ કરી છે. સભ્ય સમાજની આંખ ઉઘાડનારો કિસ્સો બોટાદ જીલ્લામાંથી સામે આવ્યો છે. કોઈ પણ માતાપિતા તેના સંતાનોને અભ્યાસ કરાવતી વખતે કે પૂર્ણ કરી લીધા પછી તેના અભ્યાસની  સાથે તેની સંગત અને વ્યવહાર અંગે પણ ચોક્કસ ધ્યાન આપે એ જરૂરી બન્યું છે કારણ કે જે કિસ્સો સામે આવ્યો છે તે આંખ ઉઘાડનારો છે. બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના એક ગામડામા રહેતી અને ભણતરમાં ખુબ જ તેજસ્વી એવી યુવતીએ સાયન્સ સાથે ધોરણ બાર પાસ કરી નીટની પરીક્ષા પણ પાસ કરી છે. હાલ તે પોતાના માદરે વતનમાં પરિવાર સાથે રહેતી હતી. નવ માસ પૂર્વે તેને મોટાભાઈના અવસાન બાદ તેને દારૂ પીવાની લત લાગી હતી. દારૂ પીધા વગર ચેન પડતું ન હતું. દારૂ માટે તેણીએ ગામના જ અમુક સખ્સોનો સંપર્ક કર્યો અને નિયમિત દાર...

રાજ્યના સૌ પ્રથમ એવા ઓમિક્રોન વેરિયન્ટના દર્દીની 17 દિવસ બાદ ઘરવાપસી

રાજ્યની સાથોસાથ જામનગરના પણ પ્રથમ કેસ ગણાતા ઝીમ્બાબ્વેથી આવેલા 72 વર્ષિય વૃધ્ધનો ઓમિક્રોન માટેનો રિપોર્ટ બે વખત પોઝીટીવ આવ્યા બાદ ત્રીજી વખત નેગેટીવ આવ્યો: આ દર્દી ઉપરાંત તેના પત્ની અને સાળાના પણ ઓમિક્રોન રિપોર્ટ નેગેટીવ આવતાં ત્રણેયને હોસ્પિટલમાંથી રજા અપાઇ: તકેદારી રૂપે ત્રણેય દર્દીઓને સાત થી દશ દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાની અપાઇ સુચના: ડેન્ટલ હોસ્પિટલમાં શરૂ કરાયેલા ઓમીક્રોન વેરિએન્ટમાં ત્રણેય દર્દીઓને રજા આપી દેવાતાં સમગ્ર વોર્ડ ખાલી: ક્ધટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર થયેલો રહેણાંક વિસ્તાર પણ મુક્ત કરાયો: ઓમિક્રોન વેરિયન્ટના દર્દીમાં કોઇ વિશેષ લક્ષણ જણાયા ન હોવા છતાં રિપોર્ટ આવ્યો હતો પોઝીટીવ: હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન કે વેન્ટીલેટર જેવી કોઇ જરૂરિયાત પડી ન હતી અને રૂમ એર ઉપર જ રહ્યાં હતાં જામનગર તા.17 જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ કે જેઓ જીમ્બાબ્વે નો પ્રવાસ કરીને જામનગર આવ્યા પછી તેઓ ઓમીક્રોન વેરિયન્ટના પ્રથમ દર્દી બન્યા હોવા નો રિપોર્ટ આવ્યો હતો, અને ત્યાર પછી દર્દીના પત્ની અને સાળા નવા ઓમીક્રોન વેરિયન્ટ ના શિકાર બન્યા હોવાથી ત્રણેયને સારવાર માટે ડેન્ટલ કોવિડ કેર સેન્...

જામનગરમાં કોરોનાએ ફરી માથું ઉંચકયું

શહેરમાં ગઇકાલે નવા 6 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ: જિલ્લામાં બે સપ્તાહ બાદ કોરોનાનો કેસ નોંધાયો જામનગર તા.15: જામનગર શહેરમાં કોરોના ના મામલેની શાંતિ માત્ર ચોવીસ કલાક પૂરતી જ જળવાયેલી રહી છે, ત્યારે  ફરીથી શહેરી વિસ્તારના એકીસાથે છ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્રની ચિંતા વધી છે, અને ફરીથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શહેર ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ફેલાયો છે, અને ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ની એન્ટ્રી થઈ રહી છે.  જામનગર શહેરમાં ગત સપ્તાહ દરમિયાન કોરોનાએ કહેર મચાવ્યો હતો, અને 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી ગયા પછી ઉઘડતા અઠવાડિયે એટલે કે ગઈકાલે સોમવારે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જે શાંતિ માત્ર ચોવીસ કલાક પૂરતી જ રહી હતી, અને જામનગર શહેરના આજે મંગળવારે એકીસાથે વધુ છ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર ચિંતામા મુકાયું છે, અને ફરીથી આરોગ્ય વિષયક પગલાં ભરવાનું ચાલુ રાખ્યું છે.  ઉપરાંત નવા આવેલા છ કોરોના પોઝિટિવ કેસ મામલે તેઓના સંપર્કમાં આવનારા લોકોની પણ મા...

એશિયાના સૌથી વધુ પ્રચલિત પીરોટન ટાપુ ઉપરનો પ્રતિબંધ દૂર

જામનગર તા.15: જામનગરથી 9 નવ નોટીકલ માઈલ દુર આવેલા અને પ્રાકૃતિક શિક્ષણ માટે જાણીતા મરીન નેશનલ પાર્કના પીરોટન ટાપુ પર જવા પર છેલ્લા ચાર વર્ષથી લાગેલો પ્રતિબંધ રાજ્યના વન વિભાગે તા.13ન રોજ દુર કરતાં પ્રકૃતિ પ્રેમીઓ માટે દરિયાઈ જીવ સૃષ્ટીના અભ્યાસની પ્રવૃતિ ફરી શરુ થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે.   જામનગરથી 9 નોટીકલ માઈલ દુરના પીરોટન ટાપુ પર માનવ વસાહત નથી. દરિયાઈ સરહદી દ્રષ્ટીએ વ્યુહાત્મક મહત્વ ધરાવતા આ ટાપુ પર નેવી દ્વારા ઉભા કરાયેલા બે-ત્રણ કોટેજો, એક દીવાદાંડી, એક શિવ મંદિર અને બે-ત્રણ દરગાહો છે. આ ટાપુ પર રાત્રી રોકાણની મનાઈ છે. ચાર વર્ષ પહેલા એક ધર્મસ્થાન નજીક સરકારી તંત્રની જાણ બહાર એક વ્યક્તિની દફનવિધિ કરવાનો મામલો હિન્દુ સેનાએ ઉજાગર કર્યા બાદ એજન્સીઓ દોડતી થઈ હતી.  બાદમાં વન વિભાગે ત્યાં જવા માટે પ્રતિબંધ મુક્યો હતો. બાદમાં ગઈ કાલે રાજ્યના ચીફ વાઈડલાઈફ વોર્ડન દ્વારા ટાપુ પરનો પ્રતિબંધ હટાવતો પરિપત્ર કર્યો હતો. તેથી હવે લોકો હવે મરીન લાઈફ એજ્યુકેશન માટે તેમજ પ્રવાસ માટે આગામી દિવસોમાં પીરોટન ટાપુની મુલાકાત લઈ શકશે.  જો કે, આ માટે ગાઈડલાઈન બની રહી હોવાનું વન વિભાગ...

જામનગરના જે ઘરમાં ઓમિક્રોન કોરોનાનો કેસ નોંધાયો ત્યાં બે દિવસ સુધી ચાલુ હતાં ટ્યુશન ક્લાસ

જામનગર તા.6: જામનગરમાં ચાર દિવસ પહેલાં એક એનઆરઆઇ વૃધ્ધમાં ઓમીક્રોન કોરોના વેરિયન્ટના લક્ષણ હોવાની પુષ્ટિ મળ્યા બાદ આ વૃધ્ધ જ્યાં ઉતર્યો છે. તેના ઘરમાં રહેતાં સાળા તથા વૃધ્ધના પત્ની પણ કોરોના પોઝીટીવ જાહેર થયાં છે. તા.28ના રોજ એનઆરઆઇ વૃધ્ધ ઝીમ્બાબ્વેથી જામનગર પહોંચ્યા બાદ જે ઘરમાં ઉતર્યા છે ત્યાં બે દિવસ સુધી ઘરમાં બાળકોનું ટ્યુશન ચાલતું હતું તેવી આ વિસ્તારના કોર્પોરેટરને મળેલી ફરિયાદ બાદ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ અહીં ટ્યુશન માટે આવતા નવ બાળકોને ઓળખી કાઢ્યા છે અને આરોગ્ય વિષયક જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ ઘટના ક્રમને જોતા જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધે તેવી પુરી શક્યતા જણાય છે.  ગત તા.28મી નવેમ્બરના રોજ ઝીમ્બાબ્વેથી વાયા દુબઈ થઇ અમદાવાદ આવેલ મૂળ નિવાસી ભારતીય એવા વૃદ્ધનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેઓ નવા વેરિયંટ ઓમીક્રોનનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે જેને લઈને રાજ્યભરમાં જામનગર ચર્ચાનો વિષય બની ગયું હતું, શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા રોડ પરની સેટેલાઈટ સીટી સોસાયટીમાં રહેતા પરિવારની શેરી ક્ધટેઈન્મેન્ટ જોન જાહેર કરી દેવામાં આવી છે. ત...