Skip to main content

Posts

Showing posts from July, 2021

મેન્ટેનન્સ કામગીરીને પગલે સોમથી શનિવાર દરમિયાન જામનગરના વિવિધ વિસ્તારોમાં વીજ કાપ

ધરારનગર, આરામ, ગુલાબનગર, પટેલ કોલોની, ન્યુ ભારત, પંચવટી સહિતના ફિડર હેઠળ આવતા વિસ્તારોમાં પાવર કાપ જામનગર તા.30: પ્રિ-મોન્સુન કામગીરી અને વીજલાઇનના મેન્ટેનન્સને પગલે પીજીવીસીએલ દ્વારા શહેરના જુદ-જુદા વિસ્તારોમાં સોમવારથી શનિવારથી સુધી અઠવાડિયા દરમિયાન વીજ કાપ ઝીંકવામાં આવ્યો છે. જામનગરના સુમેરક્લબ ફીડર હેઠળ આવતા સુમેર ક્લબ મેઇન રોડ, સાત રસ્તાથી પવનચક્કી સુધી મેઇન રોડ, કૈલાશનગર એસ.ટી. ડેપો, 45-દિ.પ્લોટ જૈન દેરાસર, ગણેશવાસ સહિતના વિસ્તારોમાં આજે સવારે 8:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા દરમિયાન પાવર બંધ રહેશે. આ ઉપરાંત આગામી તા.2 ને સોમવારે ધરારનગર ફીડર હેઠળ આવતા ધરાનગર તથા વામ્બે આવાસ યોજના વિસ્તારમાં સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. વધુમાં તા.3ને મંગળવારના રોજ આરામ હોટેલ ફીડર હેઠળ આરામ હોટલ, તાઇપાન ક્ધસ્ટ્રકશન, પટેલ દેરાસરની શેરી, હિંમનગર શેરી નં.1, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તથા મહિલા વાળું ટેપિંગ આસપાસના વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તા.4ને બુધવારના રોજ ગુલાબનગર ફીડર હેઠળ આવતા રંગમતી પાર્ક, રવિપાર્ક, પાણીનો ટાંકો, રાજપાર્ક, ગણ

સાતરસ્તાથી સુભાષ બ્રિજ સુધીના નિર્માણાધિન ફ્લાયઓવર સંબંધે મ્યુ. કમિશનરનું જાહેરનામું

ઓગસ્ટ મહિનાથી 18 મહિના સુધી સાતરસ્તાથી ગુરૂદ્વારા ચોકડીનો માર્ગ ભારે વાહન વ્યવહાર માટે રહેશે બંધ  જામનગર તા 28 જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી ફ્લાય ઓવર નિર્માણાધીન છે. જેના કામકાજને લક્ષયમાં રાખીને જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા વિશેષ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને આગામી 1 ઓગસ્ટ થી 31 જાન્યુઆરી 2023 સુધી 18 મહિનાના સમયગાળા દરમિયાન ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેમાં એસ.ટી.બસ- ખાનગી લક્ઝરી બસ સહિતના તમામ ભારે વાહનો ની અવરજવર બંધ રાખવામાં આવી છે.  જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ થી ગુરુદ્વાર ચોકડી સુધીના માર્ગ પર હાલમાં ફ્લાય ઓવર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે જે કામની સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા આજે એક વિશેષ જાહેર નોટીસ પાઠવી તારીખ 2.8.21 થી 31.1.2023 સુધીના દોઢ વર્ષના સમયગાળા દરમિયાન સાત રસ્તા થી ગુરુદ્વારા ચોકડી સુધીના માર્ગ ઉપર ભારે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં એસટી બસ- ખાનગી ટ્રાવેલ્સ સહિતના ભારે વાહનોની અવર-જવર બંધ રાખવામાં આવે છે. અને ભારે વાહનો સાત રસ્તા સર્

ઘોર કળિયુગ: પુત્રએ પિતાને પટ્ટે-પટ્ટે ફટકર્યા, માતાને પણ ન છોડયા

મકાન ખાતે કરી દેવાની પિતાએ ના પાડી દેતા કપાતર પુત્ર વિફર્યો: લોહી લુહાણ કરી પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી જામનગર તા.28: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા એક કપાતર પુત્રએ માતા-પિતા પર હુમલો કરી, પિતાને પટ્ટે-પટ્ટે ફટકારી લોહી લુહાણ કરી નાખી, જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પિતાનું રાજડા ગામે આવેલ મકાન પોતાના નામે કરી દેવા દબાણ કરી પુત્રએ કળીયુગનું રૂપ ધારણ કરી લીધુ હોવાનું સામે આવ્યું છે. કાલાવડ તાલુકા મથકથી 17 કિ.મી. દૂર આવેલા નિકાવા ગામે રહેતા અરવિંદભાઇ પોમાભાઇ કંટારીયા (ઉ.વ.52) નામના પ્રૌઢ પર તેના જ કપાતર પુત્ર વિજય કંટારીયાએ ગઇકાલે રાત્રીના નવેક વાગ્યે ઘરે આવી બિભત્સ વાણી વિલાસ આચર્યો હતો. રાજડા ગામે આવેલ પિતા અરવિંદભાઇના નામનું મકાન પોતાના નામે કરી દેવા કહેતા પિતાએ ના પાડી દીધી હતી. જેને લઇને ઉશ્કેરાઇ ગયેલા કપાતર પુત્રએ માતા-પિતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. આટલુ  ઓછુ હોય તેમ પોતાના  હાથમાં રહેલ લોખંડના બકલવાળા પટ્ટા વડે શરીરે જેમ ફાવે તેમ માર મારી પિતાને મુંઢ ઇજા પહોંચાડી હતી તેમજ પટ્ટાનું બકલ ડાબી આંખ ઉપળના કપાળના ભાગે વાગતા પ્રૌઢ પિતા લોહી લુહાણ થઇ ગયા હત

જામજોધપુર અને કાલાવાડ પંથકના પાંચ ડેમોના હેઠવાસના વિસ્તારોના લોકોને સ્થળાંતરની ચેતવણી

વોડીસાંગ-ફૂલઝર-1 અને બાલંભડી ડેમ ઓવરફ્લો થયા: ઉમિયા સાગર અને ફુલઝાર કો.બા. ડેમના પાટિયા ખોલવા પડ્યા જામનગર તા.26: જામનગર જિલ્લાના કાલાવડ તેમજ જામજોધપુર પંથકમાં રવિવારે પડેલા ભારે વરસાદના પગલે ચાર જળાશયો ઓવરફલો થઈ ગયા છે, જ્યારે બે ડેમ ના પાટીયા ખોલવા પડ્યા છે. જે સંજોગોમાં ઉપરોક્ત તમામ ડેમોના હેઠવાસ વિસ્તારમાં રહેતા આશરે 20 જેટલા ગામોના નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે ની ચેતવણી અપાઈ છે.  જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં રવિવારે બપોર પછી સાંબેલાધાર વરસાદ વરસી ગયો હતો. જેમાં ખાસ કરીને જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં કડાકા-ભડાકા સાથે આભ ફાટયું હતું, અને 10 ઇંચ જેટલો ભારે વરસાદ પડી ગયાના અહેવાલો છે. આ ઉપરાંત આસપાસના ગામડાઓમાં પણ 7 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં તમામ નદી-નાળાઓ છલકાઈ ગયા છે જેના અનુસંધાને જામજોધપુર નો સોરઠી  ડેમ ઓવરફલો થઇ ગયો હતો. ઉપરાંત ઉમિયા સાગર ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી આવી ગયું હોવાથી ઉમિયા સાગર ડેમ ના દસ દરવાજા દોઢ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, અને ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેને લઇને ઉપરોક્ત ડેમના હેઠવાસ વિસ્તારમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણ

જામનગરમાં આજથી ધોરણ 9 અને 11 ની શાળાઓ ખુલી

જામનગર તા.26 જામનગર શહેરમાં કોલેજ ના વિદ્યાર્થીઓ તેમજ 12 મા ધોરણના વિદ્યાર્થીઓ માટેનું ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થઈ ગયા પછી કોરોના ની નવી ગાઇડ લાઇનને અનુરૂપ આજથી ધોરણ 09 થી 11 ના વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.  રાજ્ય સરકાર દ્વારા કોરોના ના કેસ માં ઘટાડો થયો હોવાથી, અને બીજી લહેર શાંત પડી હોવાથી ધીમે ધીમે શિક્ષણકાર્ય શરૂ કરવા ની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે જામનગર શહેરની સરકારી- અર્ધસરકારી અથવા ખાનગી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.  તમામ વિદ્યાર્થીઓને તેમના વાલી પાસેથી સંમતિપત્રક મેળવી લીધા પછી પ્રવેશ આપવા રહ્યો છે, અને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બેસવાની અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ પણ ઓફલાઈન શિક્ષણ મેળવવા માટે ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

જામનગરમાં જૈફ વયના શ્રી વજ્રસેનવિજયજી મ.સા. કાળધર્મ પામતા જૈન સમાજમાં ભારે શોક

ગઇકાલે ઓશવાળ કોલોની ઉપાશ્રય ખાતે સકળસંઘ દ્વારા નમસ્કાર મહામંત્ર શરૂ કરાયા હતાં: સમાધી અવસ્થામાં રાત્રે 10:25 કલાકે કાળધર્મ પામ્યા: મોટી સંખ્યામાં દિક્ષાર્થીઓ ઉપરાંત શ્રાવકો અંતિમ દર્શને પહોંચ્યા: આજે સાંજે 4:00 વાગ્યે નિકળશે પાલખીયાત્રા જામનગર તા.6 જામનગરના ઓશવાળ કોલોની દેરાસર-ઉપાશ્રય ખાતે ગઇરાત્રે પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્યશ્રી મહારાજ સાહેબ સમાધી અવસ્થામાં કાળધર્મ પામ્યા હતાં. તેઓની પાલખીયાત્રા આજે સાંજે 4:00 વાગ્યે નિકળશે. પાલખીયાત્રા પૂર્વે બપોરે 2:00 કલાકે ચડાવાની વિધી થશે. પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબની તબિયત નાદુરસ્ત થતાં જામનગરમાં ઓશવાળ કોલોનીમાં આવેલ દેરાસર-ઉપાશ્રય ખાતે તેઓની પધરામણી કરાવવામાં આવી હતી. ગઇકાલે સાંજે તેઓની તબિયત વધુ બગડી હતી. પરિણામે જૈન શ્રાવક અને શ્રાવિકાઓમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. ગઇકાલે રાત્રે સકળશ્રી સંઘના મુખે નમસ્કાર મહામંત્રનું શ્રમણ અને શ્રવણ કરતા કરતા તેઓ 10:25 કલાકે સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા હતાં. શ્રી વજ્રસેનવિજયજી મ.સા. કાળધર્મ પામ્યાના સમાચાર મળતા જૈન સમાજના શ્રેષ્ઠીઓ, શ્રાવકો તેમના અંતિમ દર્શનાર્થે પહોંચી રહ્યાં છે.

જી.જી.હોસ્પિટલ ખાતે સગર્ભાઓ માટે નવા સોનોગ્રાફી વિભાગનો આરંભ

કોરોના મહામારી દરમિયાન પણ સગર્ભાઓના સ્વાસ્થ્યની કાળજી લઇ શકાય તે માટે જી.જી.હોસ્પિટલની જૂની કેન્ટીન ખાતે સોનોગ્રાફીની  અલાયદી વ્યવસ્થાનું નિર્માણ કરાયું જામનગર તા.3 જી.જી.હોસ્પિટલ ખાતે પ્રતિદિવસ અંદાજિત 150 થી 200 જેટલી સગર્ભા સ્ત્રીઓની અને વાર્ષિક 50 હજારથી વધુ સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી કરવામાં આવે છે. આ સમયે કોરોના મહામારી દરમ્યાન પણ સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની કાળજી અર્થે સગર્ભાઓને કોઈ તકલીફના રહે તેવા હેતુ સાથે જૂની કેન્ટીન ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી દ્વારા  અલાયદા સોનોગ્રાફી વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અલાયદા સોનોગ્રાફી વિભાગનો ડેપ્યુટી ડાયરેકટર મેડિકલ સર્વિસીસ ડો. તૃપ્તિ નાયક તથા સગર્ભા મહિલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલ ખાતે જામનગર શહેર ઉપરાંત જિલ્લાના સિક્કા, ફલ્લા, પડાણા, અલીયાબાડા, ધ્રોલ, વસઈ, લાલપુર, ધુતારપર, મોડપર વગેરે પી.એચ.સીથી પણ સગર્ભા સ્ત્રીઓને વાહનની સુવિધા દ્વારા સોનોગ્રાફી માટે અહીં લાવવામાં આવેછે. વધુમાં વધુ સગર્ભાઓને આ લાભ મળી શકે અને હાલ કોરોના મહામારીમાં હોસ્પિટલના  સંભવત: સંક્રમિત વિસ્તારથી દૂર સુરક્ષિત