જામનગર તા.26
જામનગર શહેરમાં કોલેજ ના વિદ્યાર્થીઓ તેમજ 12 મા ધોરણના વિદ્યાર્થીઓ માટેનું ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થઈ ગયા પછી કોરોના ની નવી ગાઇડ લાઇનને અનુરૂપ આજથી ધોરણ 09 થી 11 ના વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોના ના કેસ માં ઘટાડો થયો હોવાથી, અને બીજી લહેર શાંત પડી હોવાથી ધીમે ધીમે શિક્ષણકાર્ય શરૂ કરવા ની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે જામનગર શહેરની સરકારી- અર્ધસરકારી અથવા ખાનગી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
તમામ વિદ્યાર્થીઓને તેમના વાલી પાસેથી સંમતિપત્રક મેળવી લીધા પછી પ્રવેશ આપવા રહ્યો છે, અને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બેસવાની અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ પણ ઓફલાઈન શિક્ષણ મેળવવા માટે ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
Comments
Post a Comment