ઓગસ્ટ મહિનાથી 18 મહિના સુધી સાતરસ્તાથી ગુરૂદ્વારા ચોકડીનો માર્ગ ભારે વાહન વ્યવહાર માટે રહેશે બંધ
જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી ફ્લાય ઓવર નિર્માણાધીન છે. જેના કામકાજને લક્ષયમાં રાખીને જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા વિશેષ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને આગામી 1 ઓગસ્ટ થી 31 જાન્યુઆરી 2023 સુધી 18 મહિનાના સમયગાળા દરમિયાન ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેમાં એસ.ટી.બસ- ખાનગી લક્ઝરી બસ સહિતના તમામ ભારે વાહનો ની અવરજવર બંધ રાખવામાં આવી છે.
જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ થી ગુરુદ્વાર ચોકડી સુધીના માર્ગ પર હાલમાં ફ્લાય ઓવર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે જે કામની સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા આજે એક વિશેષ જાહેર નોટીસ પાઠવી તારીખ 2.8.21 થી 31.1.2023 સુધીના દોઢ વર્ષના સમયગાળા દરમિયાન સાત રસ્તા થી ગુરુદ્વારા ચોકડી સુધીના માર્ગ ઉપર ભારે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં એસટી બસ- ખાનગી ટ્રાવેલ્સ સહિતના ભારે વાહનોની અવર-જવર બંધ રાખવામાં આવે છે. અને ભારે વાહનો સાત રસ્તા સર્કલ થી લાલ બંગલા ગૌરવપથ માર્ગ-ટાઉનહોલ, બેડી ગેટ અને કાશીવિશ્વનાથ રોડ થી સુભાષ બ્રિજ થી રાજકોટ તરફ જઇ શકાશે.
અને રાજકોટ થી આવતા વાહનો ગૌરવ માર્ગ પર થઈને સાત રસ્તા સર્કલ થઈ એસટી તરફ અથવા તો ઓશવાળ સેન્ટર રોડ અને દિગઝામ સર્કલ સુધી જઈ શકશે. આ ઉપરાંત રાજકોટ થી લાલપુર બાયપાસ ચોકડી તરફ જવા માટે ગૌરવ પથ પર થઈ મિગ કોલોની એસ.ટી. તરફ અને લાલપુર બાયપાસ ચોકડી તરફ અવર-જવર કરી શકાશે. આગામી છ મહિના સુધી એટલેકે 31 જાન્યુઆરી 2023 સુધી તેની અમલવારી રહેશે. બાકીના અન્ય ટુ વ્હીલર સહિતનાં વાહનો અવર-જવર માટે ચાલુ રખાશે.
Comments
Post a Comment