ધરારનગર, આરામ, ગુલાબનગર, પટેલ કોલોની, ન્યુ ભારત, પંચવટી સહિતના ફિડર હેઠળ આવતા વિસ્તારોમાં પાવર કાપ
જામનગર તા.30:
પ્રિ-મોન્સુન કામગીરી અને વીજલાઇનના મેન્ટેનન્સને પગલે પીજીવીસીએલ દ્વારા શહેરના જુદ-જુદા વિસ્તારોમાં સોમવારથી શનિવારથી સુધી અઠવાડિયા દરમિયાન વીજ કાપ ઝીંકવામાં આવ્યો છે.
જામનગરના સુમેરક્લબ ફીડર હેઠળ આવતા સુમેર ક્લબ મેઇન રોડ, સાત રસ્તાથી પવનચક્કી સુધી મેઇન રોડ, કૈલાશનગર એસ.ટી. ડેપો, 45-દિ.પ્લોટ જૈન દેરાસર, ગણેશવાસ સહિતના વિસ્તારોમાં આજે સવારે 8:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા દરમિયાન પાવર બંધ રહેશે. આ ઉપરાંત આગામી તા.2 ને સોમવારે ધરારનગર ફીડર હેઠળ આવતા ધરાનગર તથા વામ્બે આવાસ યોજના વિસ્તારમાં સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
વધુમાં તા.3ને મંગળવારના રોજ આરામ હોટેલ ફીડર હેઠળ આરામ હોટલ, તાઇપાન ક્ધસ્ટ્રકશન, પટેલ દેરાસરની શેરી, હિંમનગર શેરી નં.1, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તથા મહિલા વાળું ટેપિંગ આસપાસના વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તા.4ને બુધવારના રોજ ગુલાબનગર ફીડર હેઠળ આવતા રંગમતી પાર્ક, રવિપાર્ક, પાણીનો ટાંકો, રાજપાર્ક, ગણેશ કોલ્ડ સ્ટોરેજ, જિલ્લા સેવા સદન અને નાગેશ્ર્વર સહિતના વિસ્તારમાં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વીજ કાપ મુકવામાં આવ્યો છે.
તા.5ને ગુરૂવારના રોજ પટેલ કોલોની ફીડર હેઠળના મરઘા ઉછેર કેન્દ્ર, શ્રીજી વિહાર, મહિલા ગૃહ ઉદ્યોગ, મોમાઇ કાસ્ટ, શ્રેયસ સ્કૂલ, પટેલ કોલોની નં.8, શાંતિનગર, રાધાકૃષ્ણ મંદિર, ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તા.6ને શુક્રવારના રોજ ન્યૂ ભારત ફીડર હેઠળના વિસ્તારો જેવા કે એમરી ઇન્ડિયા, ડ્યુ લાઇટ રબ્બર, રામનગર ઢાળિયો, એનર્જી મશીન, ભારત મીશન, ન્યૂ ભારત એનર્જી, રેલવે સ્ટેશન, ઇન્ડિયન એક્ષટ્રેક્શન વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જ્યારે તા.7ને શનિવારના રોજ પંચવટી ફીડર હેઠળ આવતા પંચવટી ગૌશાળા, વિસામો એપાર્ટમેન્ટ, માનસરોવર એપાર્ટમેન્ટ, મધુવન એપાર્ટમેન્ટ, પારસ સોસાયટી, ગીતામંદિરની આસપાસનો પંચવટી પોસ્ટ ઓફિસ વિસ્તાર, વી-માર્ટ, સામ્રાજ્ય એપાર્ટમેન્ટ, માણેકરત્ન એપાર્ટમેન્ટ વગેરે વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ કાપ મુકવામાં આવ્યો છે.
Comments
Post a Comment