Skip to main content

ઘોર કળિયુગ: પુત્રએ પિતાને પટ્ટે-પટ્ટે ફટકર્યા, માતાને પણ ન છોડયા

મકાન ખાતે કરી દેવાની પિતાએ ના પાડી દેતા કપાતર પુત્ર વિફર્યો: લોહી લુહાણ કરી પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી



જામનગર તા.28:

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા એક કપાતર પુત્રએ માતા-પિતા પર હુમલો કરી, પિતાને પટ્ટે-પટ્ટે ફટકારી લોહી લુહાણ કરી નાખી, જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પિતાનું રાજડા ગામે આવેલ મકાન પોતાના નામે કરી દેવા દબાણ કરી પુત્રએ કળીયુગનું રૂપ ધારણ કરી લીધુ હોવાનું સામે આવ્યું છે.

કાલાવડ તાલુકા મથકથી 17 કિ.મી. દૂર આવેલા નિકાવા ગામે રહેતા અરવિંદભાઇ પોમાભાઇ કંટારીયા (ઉ.વ.52) નામના પ્રૌઢ પર તેના જ કપાતર પુત્ર વિજય કંટારીયાએ ગઇકાલે રાત્રીના નવેક વાગ્યે ઘરે આવી બિભત્સ વાણી વિલાસ આચર્યો હતો. રાજડા ગામે આવેલ પિતા અરવિંદભાઇના નામનું મકાન પોતાના નામે કરી દેવા કહેતા પિતાએ ના પાડી દીધી હતી. જેને લઇને ઉશ્કેરાઇ ગયેલા કપાતર પુત્રએ માતા-પિતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. આટલુ  ઓછુ હોય તેમ પોતાના  હાથમાં રહેલ લોખંડના બકલવાળા પટ્ટા વડે શરીરે જેમ ફાવે તેમ માર મારી પિતાને મુંઢ ઇજા પહોંચાડી હતી તેમજ પટ્ટાનું બકલ ડાબી આંખ ઉપળના કપાળના ભાગે વાગતા પ્રૌઢ પિતા લોહી લુહાણ થઇ ગયા હતા.  આટલુ ઓછુ હોય તેમ કપાતર પુત્રએ માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં પિતા અરવિંદભાઇએ કળીયુગી પુત્ર સામે આઇપીસી કલમ 323, 324, 504, 506(2) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...