સવારના 9 થી સાંજે 5 વાગ્યા સુધીમાં 13 નવા પોઝિટિવ કેસ: જિલ્લામાં વધતો જતો ખતરો: કુલ આંક 178 પર પહોંચ્યો: શહેરના મોટાભાગના કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય લોકલ સંક્રમણ વધ્યું જામનગર તા.25 સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે જામનગરમાં પણ હવે લોકલ સંક્રમણ ચાલુ થઇ ગયું છે. જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં કોરોનાના ઘણા કેસ સામે આવ્યા છે. એમાય છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વાયરસનો ચેપ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં શહેરની કોવિડ હોસ્પિટલમાં ૧3 દર્દીઓ પોજીટીવ જાહેર થયા છે. જેમાં (1) ૬૫ વર્ષીય સ્ત્રી, પટેલ પાર્ક, સાંઈબાબા મંદિર પાસે (2) ૪૭ વર્ષીય સ્ત્રી શેરી નં. ૭, વસંત વાટિકા, રણજીતનગર રોડ, (3) ૫૨ વર્ષીય સ્ત્રી, રામેશ્વરનગર, નુતન નગર કુટીર ચામુંડા પાન સામે (4) ૪૧ વર્ષીય પુરુષ, નારાયણ નગર ગુલાબ નગર અને (5) ૩૩ વર્ષીય પુરુષ ગાયત્રીનગર બેડેશ્વર (6) ૨૪ વર્ષીય સ્ત્રી, શ્રીજી કૃપા, ચાંદી બજાર રોડ, કલ્યાણજીનો ચોક (7) ૩૮ વર્ષીય સ્ત્રી શ્રીજી કૃપા, ચાંદી બજાર રોડ, કલ્યાણજીનો ચોક અને (8) ૩૨ વર્ષીય પુરુષ