Skip to main content

જામનગરનું વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ એટલે આદર્શ ગ્રીન આશ્રમ





જામનગર તા.6:
વાત્સલ્યધામ ના મેનેજીંગ ટ્રસ્ટી અને સમગ્ર વાત્સલ્યધામ નુ પ્લાનીંગ/ઈન્ટીરીયર/લેન્ડસ્કેપ ડીઝાઈનર તરીકે આનંદ થાય છે, કે આ પ્રોજેકટ મા પર્યાવરણ ની પુરેપુરી જાળવણી રાખેલ છે. વડીલોના રહેવા માટે એક આદર્શ ગ્રીન આશ્રમ નુ નિર્માણ કરેલ છે.

વાત્સલ્યધામ ખાતેે પર્યાવરણ ની માવજત એટલે એક સિક્કાની બે બાજુ જેવુ છે. પર્યાવરણ ની માવજત એ માત્ર એક દિવસ ની વાત નથી, પરંતુ તેને તમારા જીવન મા રોજીંદી ટેવ પાળવાની છે. જાણતા અજાણતા આપણે રોજ પર્યાવરણ ને નુકશાન કરતા હોય છીયે. હાલ વાત્સલ્યધામ મા અંદાજે 2000 થી વધુ નાના મોટો છોડ/વૂક્ષો છે.

અહીં 20000 ચો.ફુટ મા પથરાયેલ અતી આધુનીક નંદનવન ગાર્ડન છે.. 10000 ચો.ફુટ મા પથરાયેલ વસંત વાટીકા ગાર્ડન છે, 10000 ચો.ફુટ મા તળાવ કીનારે બનાવેલ સનસેટ લેક વ્યુ ગાર્ડન છે.. 30000 ચો.ફુટ મા પથરાયેલ વિશાળ, અશોક વાટીકા છે, જ્યા વડીલો માટે, ઓર્ગેનિક ફાર્મ બનાવેલ છે... વાત્સલ્યધામ આવનાર સમય મા સંપુર્ણ ગ્રીનઝોન બનવા જઇ રહ્યુ છે.

ઓર્ગેનિક ફાર્મ સોલાર વોટર હીટર સોલાર સીસ્ટમ વેસ્ટ વોટર મેનેજમેન્ટ ફુડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાસ્ટિક નો વપરાસ નહીવત પાણી ની બચત લાઇટ ની બચત(100% LED) 100% દયલયફિંશિફક્ષ પેપરલેશ કોમ્યુનીકેશન પક્ષી ઓ માટે રોજ 7સલ ચણ આ બધીજ ફેસેલીટી સાથે વાત્સલ્યધામ પર્યાવરણ ને વધુ સારુ બનાવવા માટે પ્રયત્ન કરતુ રહે છે..

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.