ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે જામનગરની લેબમાં આજે સવારે આવેલા સેમ્પલમાંથી બે નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં એક દર્દી અંદાજે 30 વર્ષની વયનો પુરૂષ તથા બીજો દર્દી પણ 27 વર્ષનો પુરૂષ છે. જેમાં એક અમદાવાદથી આવેલ હતાં. જ્યારે અન્ય દર્દી જામનગરમાં જ રહેતા હતાં પરંતુ હાલ મુંબઇ ગયા હોય અને પરત આવતા કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આજે સવારે આવેલા સેમ્પલમાંથી 172 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ છે. જ્યારે આજે સાંજે જામનગરના 31 સેમ્પલ પરિક્ષણ માટે આવ્યા હતા. જે તમામનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.
ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.
Comments
Post a Comment