Skip to main content

જામનગર શહેરમાં 24 કલાકમાં 11 કેસનો વધારો

એક કુટુંબની ત્રણ વ્યક્તિઓ, એક ઘુઘરા વેચતા યુવાનનો રિપોર્ટ પોઝીટીવ: જામનગર શહેર સહિત જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા વધીને 139 થઇ: 88 પુરૂષ અને 51 મહિલા દર્દી નોંધાયા 

જામનગર તા.23 :
જામનગર શહેરમાં ગઇકાલે બપોરથી રાત સુધીના 24 કલાકના ગાળામાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા હતાં. આ કેસને પગલે ગઇકાલ સુધીમાં જામનગર જિલ્લામાં નોંધાયેલા કોરોના કેસની કુલ સંખ્યા 139 થઇ છે. જયારે જી.જી. કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા 74 એ પહોંચી ગઇ છે.
જામનગર શહેરમાં હવે કોરોનાનું સ્થાનિક સંક્રમણ પણ વધી રહ્યું છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. જામનગર શહેરમાં ગઇકાલે બપોરે 5 અને રાત્રે 1 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા હતાં. આ સાતેયના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બપોરથી રાત્રી  સુધીના 10 કલાકના સમયગાળામાં જ આ સાત કેસ આવ્યા હતાં.
ગઇકાલે બપોરે જે સાત કેસ જામનગર શહેરમાં નોંધાયા હતાં તેમા સાધના કોલોની વિસ્તારમાં રહેતા 47 વર્ષના પુરૂષ, રણજીતનગરમાં ઇ લાઇનમાં રહેતા 31 વર્ષના પુરૂષ તેમજ પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા 44 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ જાહેર થયો હતો. આ ઉપરાંત પાણાખાણ વિસ્તારમાં આવેલ લાલ સ્કુલ નજીક રહેતા 53 વર્ષના મહિલા, 27 વર્ષિય મહિલા, 60 વર્ષના પુરૂષનો રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો.
ઉપરોકત કેસને પગલે આ દર્દીઓ જયાં રહેતા હતા તે મકાનોને સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
વધુમાં જામનગરમાં કાલાવડ નાકા બહાર હનુમાન મંદિરપાસે રહેતા 35 વર્ષના એક યુવાનનો રિપોર્ટ ગઇકાલે પોઝીટીવ જાહેર થયો હતો. આ યુવાન ઘુઘરા વેચવાનો ધંધો કરતો હતો.
જામનગર શહેરમાં ઉપરોકત કેસ બાદ લોકોમાં ફરી કોરોનાનો ડર વધવો શરૂ થયો છે. શહેરની ચારેય દિશાઓમાં ક્ધટેન્ટમેન્ટ ઝોન થઇ રહ્યા છે. ઉપરોકત કેસને પગલે જામનગર જિલ્લાના (શહેર સહિત) લોકોના કેસની કુલ સંખ્યા વધીને 135 ઉપર પહોચી ગઇ છે. જયારે જી.જી.કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા પણ 70 થઇ ગઇ છે.
કોરોનાને કારણે જામનગર જિલ્લામાં કુલ 4 દર્દીઓના મૃત્યું થયા છે. જેમાં ત્રણ બાળકો અને એક વૃધ્ધાનો સમાવેશ થાય છે. જો કે આ ચારેય દર્દી અન્ય બિમારીઓથી પણ પિડાતા હોવાથી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે કોરોનાનો હુમલો સહન કરી ન શકતા મૃત્યુંને ભેટ્યા હતાં.
આ પછી આજે સવારે હોસ્પિટલના સુત્રોએ જાહેર કરેલી વિગત અનુસાર જામનગર શહેરમાં વધુ ત્રણ અને જિલ્લામાં એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ બાલનાથ સોસાયટીમાં રહેતાં 55 વર્ષના મહિલા, 37 વર્ષના પુરૂષ અને 35 વર્ષના પુરૂષ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવતા આ ત્રણેયને જી.જી.કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજણ ગામે રહેતાં 75 વર્ષના એક વૃધ્ધનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા તેમને પણ જી.જી.હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં આજે સવાર સુધીમાં નોંધાયેલા કેલ 139 કેસમાં 88 દર્દી પુરૂષ અને 51 મહિલા દર્દીનો સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.