Skip to main content

Posts

જામનગરમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતા ભયનું લખલખું

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા કોરોનાગ્રસ્ત થાય બાદ પૂણેની લેબમાંથી ડેલ્ટા પ્લસનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું જામનગર તા.29 જામનગર સહિત દેશભારમાં કોરોના વાયરસની બીજી લહેરે તબાહી મચાવ્યા બાદ હવે જામનગરમાં ડેલ્ટા પ્લસ વેરિયયન્ટ દેખા દેતા આરોગ્ય વિભાગમાં દોડધામ અને શહેરીજનોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધાનો કોરોના બાદ ડેલ્ટા પ્લસ નામના રોગનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વિગત મુજબ જામનગરમાં સોંરાષ્ટ્રના પ્રથમ કહી શકાય તેવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ પોઝીટીવ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા મંદિર નજીક રહેતા 60 વર્ષીય વૃદ્ધાનો 28 મેં ના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેને પગલે વૃદ્ધ મહિલાને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કોરોના બાદ ડેલ્ટા પ્લસ વાયરસના ભયને લઈને રિપોર્ટ કરવી ચકાસણી માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા.તેવામાં સારવાર બાદ વૃદ્ધા સંપૂર્ણ સ્વસ્થ થતા તેઓને  2 જૂનના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર...

જી.જી.હોસ્પિટલ ફરી યૌન શોષણના આક્ષેપથી વિવાદમાં

કોન્ટ્રાક્ટ બેઇઝથી ભરતી કરાયેલા એટેન્ડન્ટોમાંથી અનેકને છૂટા કરી દેવાતા વરસી આક્ષેપોની ઝડી: પગાર સહિતના મુદ્દે કલેકટર તંત્રને આવેદનપત્ર આપતી વખતે કરાયા ચોંકાવનારા આક્ષેપ: હોસ્પિટલ તંત્રએ આક્ષેપોને નકાર્યા જામનગર તા.16 જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝથી ભરતી કરાયેલા અનેક એટેન્ડન્ટને અચાનક છૂટા કરી દેવાતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ખાસ કરીને નોકરી બાબતે આવેદન આપતી વખતે નોકરી ગુમાવનાર મહિલા કર્મચારી દ્વારા પગાર ન થવા ઉપરાંત યૌન શોષણ કરાતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેને કારણે જી.જી.હોસ્પિટલ વધુ એક વખત વિવાદના કેન્દ્રમાં આવી છે. જો કે નોકરી ગયા બાદ કરાયેલા યૌન શોષણ જેવા ગંભીર આક્ષેપને હજુ સુધી સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી એટલું જ નહીં હોસ્પિટલ તંત્રએ તેઓ સમક્ષ કોઇ લેખિત કે મૌખિક ફરિયાદ નહીં આવી હોવાનો ખુલાસો કર્યો છે. જામનગરમાં કોરોનાની બીજી લહેર જયારે કહેર વર્તાવી અર્હી હતી ત્યારે જામનગર સહીત અન્ય જીલ્લાના દર્દીઓનો પ્રવાહ જી.જી.હોસ્પિટલ તરફ વળ્યો છે. જેને લઈને જી.જી.હોસ્પિટલના પ્રસાસનની હાલત એક સાંધે ત્યાં તેર તુટે એવી થઇ હતી આ હાલતને લઈને તાત્કાલિક ...

સમૂહ ખેતી થકી સમૃદ્ધિ તરફ પગરણ માંડતા લાલપુર તાલુકાના 25 ખેડૂતો

ભોજાબેડી, ગઢકડા, નાના ખડબા અને બાઘલા ગામના 25 ખેડૂતો 324 વીઘામાં કરે છે સમૂહ ખેતી: સરકારની વિવિધ યોજનાઓના લાભ સાથે બાગાયતી પાકોની ખેતી થકી મેળવે છે પ્રતિ વીઘા 50 હજારનો નફો જામનગર તા.8: રાજ્યભરમાં બાગાયત ખેતીને સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. વાવણીથી લઇ વેચાણ સુધીની દરેક પ્રક્રિયામાં સરકાર દ્વારા દરેક પગલે ખેડૂતને પ્રોત્સાહન અને સહાય આપવામાં આવી રહી છે.  ત્યારે સરકારના પ્રોત્સાહન સાથે આધુનિક ખેત પદ્ધતિઓ, નવા પાકો અને ખેતી માટેની નવી વિચારધારા થકી હાલ જામનગરના ખેડૂતો પણ સમૃદ્ધિ તરફ ડગ માંડી રહ્યા છે.  જામનગરના લાલપુર તાલુકાના ચાર ગામ ભોજાબેડી, ગઢકડા, નાના ખડબા અને બાઘલા ગામના 25 ખેડૂતો પોતાની 324 વીઘા જેટલી જમીન પર સમુહખેતીના વિચાર સાથે ખેતી કરી રહ્યા છે.  આ 25 ખેડૂતો પોતાના ખેતરોમાં તરબૂચ અને અન્ય બાગાયતી પાકોની ખેતી કરી પ્રતિ વીઘા 50 હજારથી વધુ નફો મેળવી રહ્યા છે. સમૂહના કોઈ પણ ખેડૂતને વાવણીથી વેચાણ સુધીમાં કોઈ પણ માર્ગદર્શન, સહાયની જરૂર હોય તો આ સમૂહ એકબીજાને તેમાં મદદરૂપ બને છે. આ સમૂહ પોતાના સમૂહના કોઈપણ ખેડૂતને ખેતીમાં પડતી કોઈપણ મુશ્કેલી, મૂંઝવતા પ્રશ્નો...

જામનગર એસ.ટી.ડિવિઝન દ્વારા મુસાફરી માટે એસ.ટી.બસની 447 ટ્રીપો દોડતી કરાઇ

જામનગર તા.2: કોરોનાને લઇને રાજય સરકાર દ્વારા અપાયેલી સુચનાને લઇને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા જે એસ.ટી.ના રૂટો બંધ કરાયા હતા. તેમાથી ફરી પાછુ મુસાફરોને અવર-જવરમાં મુશ્કેલી ન પડે તે બાબતને ધ્યાને લઇ 124 શેડયુલોના 447 ટ્રીપો કાર્યરત કરી હોવાનું એસ.ટી. ડિવિઝનના ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગરે જણાવ્યું હતું. જામનગર એસ.ટી.ડિવિઝનના ટ્રાફિક અધિકારી ડાંગરે માહિતી આપતા જણાવ્યું હતું કે, 4જૂનથી 230 ટ્રીપોનો વધારો કરવામાં આવ્યો છે. જેથી એસ.ટી.ડિવિઝન દ્વારા 70 ટકા સંચાલન કાર્યરત થઇ જશે. સરકારની કોરોનાની ગાઇડલાઇનની અમલવારી સાથે એસ.ટી.બસનો વ્યવહાર કાર્યરત કરેલ છે. હાલમાં શાળા-કોલેજો બંધ હોવાને લઇને વિદ્યાર્થીઓ માટેની એસ.ટી.ની ટ્રીપો ચાલુ કરવામાં આવેલ નથી. જે સ્કુલો ખુલતા જ રાબેતા મુજબ એસ.ટી. બસો ચાલુ કરી દેવામાં આવશે.  હાલના સમયમાં 51 ટકા સંચાલન કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં 124 શેડયુલ ઉપર 447 એસ.ટી.ની બસોની ટ્રીપો દોડતી કરી દેવાઇ છે.  જામનગર એસ.ટી.ડિવિઝન હસ્તક પાંચ એસ.ટી.ડેપો આવેલ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા એસ.ટી.ડેપો દ્વારા ગુજરનગરી 4, એકસ્પ્રેસ બસ 2, લોકલ 41 મળી કુલ 47 ટ્રીપ...

ગુજરાતની દીકરીએ અમેરિકાથી વહાવ્યો મદદનો ધોધ

રૂ. 35 કરોડના રેમડેસિવિર ઈન્જેકશન દાન કર્યા કોરોના મહામારીએ આખા વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાત પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયુ છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રોફડો ફાટતા લોકો દવાથી લઇ ઓક્સિજન માટે પણ વલખા મારી રહ્યા છે, આવામાં ઘણા સેવાભાવી લોકો સામે આવ્યા છે જેઓ નિ:સ્વાર્થ લોકોની મદદ કરી રહ્યા છે. ત્યારે વલસાડ તાલુકાના એક નાનકડા ગામની દીકરીએ અમેરિકાથી પોતાના દેશ ભારતમાં મદદનો ધોધ વરસાવ્યો છે. અમેરિકાથી રૂપાબેને ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું છે. પારડી તાલુકાના વલવાડા ગામની વહુ અને પરિયાના સુભાષભાઈ છોટુભાઈ દેસાઈની દીકરી રૂપા દેવાંગ કાળીદાસ દેસાઈએ અમેરિકાથી ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું છે. જેને મુંબઈની કેતન અને પાર્થવ નામના  વ્યકતિ ઓ એ એસ.કે. એજન્સીઝે કસ્ટમમાંથી ક્લિયર કરાવી ભારત સરકારને વિતરણ માટે સોંપી દીધુ છે. રૂપા દેવાંગ નાયક વલવાડા,તા-પારડી,વલસાડ ના કાળીદાસ નાયકના પુત્રવધૂ છે. જેઓ મફતલાલ ગ્રૂપમાં મુંબઈ ...

જામનગરમાં ફરી કોરોના સંદર્ભેનો મૃત્યુંઆંક વધ્યો: 24 કલાકમાં 93 મોત

ત્રણ દિવસ કોવિડ હોસ્પિટલમાં મૃત્યુની સંખ્યા ઘટ્યા બાદ ફરી વધારો થતાં લોકોમાં અરેરાટી: કોરોનાના બેકાબુ સંક્રમણ વચ્ચે મોતની સંખ્યાનો વધારો ચિંતાજનક જામનગર તા.7 જામનગરમાં એક તરફ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ ત્રણ દિવસથી કોવિડ હોસ્પિટલમાં મોતને ભેટતા દર્દીની સંખ્યામાં ઘટાડો નોંધાયા બાદ ગઇકાલે ફરી ઉછાળો આવતા લોકોમાં અરેરાટી પ્રસરી છે. 24 કલાકમાં જામનગરની કોવિડ હોસ્પિટલમાં 93 દર્દીઓએ આંખો મિંચી લીધાનું જાણવા મળેલ છે. જામનગરમાં છેલ્લા આઠ દિવસથી કોરોનાના કેસની રફતાર એકધારી જળવાઇ રહી છે. ગઇકાલે પણ કોરોનાના 729 કેસ નોંધાયા હતાં અને તેની સામે 578 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. ગઇકાલે સત્તાવાર રીતે જામનગર શહેરના 9 અને ગ્રામ્યના 8 દર્દીઓના કોરોનાથી મૃત્યું થયાની જાહેરાત થઇ હતી પરંતુ કોવિડ હોસ્પિલમાં 24 કલાક દરમિયાન 93 દર્દીઓના મૃત્યું નિપજ્યાનું જાણવા મળેલ છે. ગઇકાલે સાંજે ઓક્સિજન સપ્લાયમાં ખામી સર્જાતા 30 જેટલા દર્દીઓના મૃત્યું નિપજ્યા હોવાની બાબત શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી પરંતુ હોસ્પિટલના અધિકારીઓએ આ બાબતનું ખંડન કર્યું હતું. જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં મૃત્યું પામેલ હતભાગી...

દ્વારકા: કોરોનામાં મોભીનું મૃત્યુ થયાના બીજા જ દિવસે ઘરના ત્રણ સભ્યોના આપઘાથી અરેરાટી

જામનગર તા.7 દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે એક પરિવારના મોભીનું કોરોનાની સારવાર દરમિયાન થયેલ મૃત્યુ બાદ આજે મૃતકના પરિવારના અન્ય ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મોભીના મૃત્યના આઘાતને લઈને પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કોરોનાએ અનેક પરિવારના માળા પીંખી નાખ્યા છે. એક જ પરિવારના એક થી વધુ સભ્યો કોરોનાએ ભરખી લીધાના અનેક બનાવો બન્યા છે. ત્યારે દ્વારકામાં કોરોનાએ એક જ પરિવારનો હરિયાળો માળો વીખી નાખ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ દ્વારકામાં રહેતા એક માજન પરિવારના મોભીની ગઈ કાલે કોવીડની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘરના મોભીનું મૃત્યુ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. આ આઘાત પરીવાર જીરવી શક્યો ન હતો. ગઈકાલે અંતિમ સંસ્કાર બાદ આજે રાત્રી થી સવાર સુધીના ગાળા દરમિયાન મૃતકના પત્ની અને તેના બે પુત્રોએ સામુહિક આપઘાત કરી લીધાની વિગતો સામેં આવી છે. આ ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોચી છે. વધારે વિગતો મેળવવામાં આવી રહી છે.