Skip to main content

જામનગરમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતા ભયનું લખલખું

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા કોરોનાગ્રસ્ત થાય બાદ પૂણેની લેબમાંથી ડેલ્ટા પ્લસનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું


જામનગર તા.29

જામનગર સહિત દેશભારમાં કોરોના વાયરસની બીજી લહેરે તબાહી મચાવ્યા બાદ હવે જામનગરમાં ડેલ્ટા પ્લસ વેરિયયન્ટ દેખા દેતા આરોગ્ય વિભાગમાં દોડધામ અને શહેરીજનોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધાનો કોરોના બાદ ડેલ્ટા પ્લસ નામના રોગનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.



વિગત મુજબ જામનગરમાં સોંરાષ્ટ્રના પ્રથમ કહી શકાય તેવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ પોઝીટીવ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા મંદિર નજીક રહેતા 60 વર્ષીય વૃદ્ધાનો 28 મેં ના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેને પગલે વૃદ્ધ મહિલાને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કોરોના બાદ ડેલ્ટા પ્લસ વાયરસના ભયને લઈને રિપોર્ટ કરવી ચકાસણી માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા.તેવામાં સારવાર બાદ વૃદ્ધા સંપૂર્ણ સ્વસ્થ થતા તેઓને  2 જૂનના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ  કરવામાં આવ્યા હતા. જેને લાંબા સમય વિત્યાં બાદ ચકાસણી દરમિયાન કોરોના બાદ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

રોપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ જમનાગર આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને તંત્ર દ્વારા વૃદ્ધાના રહેણાંક સ્થળ પર જઇ આગળની કામગીરી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે 60 વર્ષીય વૃદ્ધા હાલ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાય રહ્યું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.