Skip to main content

Posts

જામનગરમાં છૂટછાટ વચ્ચે વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

વામ્બે આવાસમાં અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા પરિવારના ચાર વર્ષીય બાળક કોરોનાગ્રસ્ત: મહારાષ્ટ્રના દહાણુથી આવેલા બે પુરૂષોને કોરોના પોઝીટીવ: બે દિવસ પહેલાં આવેલા બન્ને વ્યક્તિ સમરસ ખાતે કરાયા હતા ક્વોરેન્ટાઇન: રિપોર્ટ પોઝીટીવ આવતા હોસ્પિટલ ખસેડાયા: જામનગર જિલ્લાના કેસની સંખ્યા વધીને 37 થઇ જામનગર તા.19 જામનગરમાં કોરોના વાયરસ સંક્રમણમાં આવેલ ઉછાળા બાદ સ્થિતિ હળવાસ તરફ આગળ વધતી જતી હતી ત્યાં ગઈ કાલે વધુ એક પોજીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રની સાથે તંત્ર પરત એ જ લયમાં આવ્યું છે. બીજી તરફ ગઈકાલે જી.જી. હોસ્પીટલમાં પરીક્ષણ અર્થે આવેલ નમૂનાઓ પૈકી માત્ર એક જ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ પછી આજે વધુ બે દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવતા જામનગર જિલ્લાની પોઝીટીવ કેસની સંખ્યા વધીને 37 થઇ છે.  જામનગરમાં શહેર જીલ્લામાં છેલ્લા બે સપ્તાહમાં કોરોના સંક્રમણ વધી જતા તંત્રએ લોકડાઉન સંદર્ભે કડક નિયંત્રણની અમલવારી શરુ કરી હતી. શહેર જીલ્લામાં એક સાથે 14 દર્દીઓ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું હતું. વહીવટી તંત્રએ જિલ્લાને લોક કરી લોકડાઉનનુ હળવું કરેલ નિયંત્રણ હળવું કર્યું હતું. છતાં પણ પોજીટીવ દર્દીઓની સં...

લોકડાઉન ખુલતા જ ટ્રાફિક જામ

જામનગરમાં આજે લોકડાઉનમાંથી 11 કલાકની મુકિત મળી છે. આ છુટ મળતાની સાથે જ શહેરના મોટા ભાગના વિસ્તાર કે જે નોન ક્ધટેન્મેન્ટ ઝોનમાં છે ત્યાં પણ મોટા ભાગના ધંધા-રોજગાર ખુલ્યા છે. લોકો લટાર મારવા અને વસ્તુઓ ખરીદવા માટે આજે વાહન લઇને નિકળી પડયા હતા. 55 દિવસ બાદ લોકો લોકો પાસની ઝંઝટ વગર ટુ-વ્હીલરમાં ચક્કર મારવા રસ્તા ઉપર આવી ચડતા કેટલાક સ્થળે ટ્રાફિક જામના અગાઉ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

જામનગરના અર્થતંત્રનો 55 માં દિવસે લોકડાઉનમાંથી છૂટકારો

જામનગર તા.19: મુખ્યમંત્રીએ ગઇકાલે સાંજે નોન ક્ધટેન્મેન્ટ ઝોનમાં મોટા ભાગની વ્યવસાયિક પ્રવૃત્તિઓને સોશ્યલ ડિસ્ટન્સ સાથે શરૂ કરવાની મંજૂરી આપતી જાહેરાત કર્યાને પગલે આજે જામનગર શહેર અને જિલ્લામાં મોટાભાગના ધંધાઓને 55 દિવસના કારાવાસ બાદ મુકિત મળી છે. જો કે હજુ શૈક્ષણિક સંસ્થાઓ, ભીડ-ભાડ થઇ શકે તેવા ધાર્મિક સ્થાનો, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષો, જીમ, ગાર્ડન કે પિકનિક પોઇન્ટ હજુ 31મે સુધી બંધ રાખવામાં આવશે. સાર્વત્રિક વસતા વ્યસનીઓને પણ આથી પાન-મસાલા-તમાકુ-સિગારેટ ઉપલબ્ધ થવા લાગી છે. જો કે આજે  તમાંકુ-સોપારીના હોલસેલરો આજે સાંજે બેઠક બાદ આવતીકાલથી ખોલવા અંગે નિર્ણય લેશે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કુલ 55 દિવસ સુધી લોકડાઉન રાખ્યા બાદ આજથી શહેરની બજાર મહદઅંશે ખુલી છે. 3 લોકડાઉન પુરા થયા બાદ ગઇકાલે સાંજે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનો હવાલો આપી મુખ્યમંત્રીએ વેપારી સહિતના લોકો માટે રાહતરૂપ જાહેરાતો કરી હતી. ક્ધટેમેન્ટ ઝોનના માપદંડ જાહેર કરાયા હતા. ક્ધટેમેન્ટ ઝોનમાં દુધ-દવા-શાકભાજી અને અનાજ સિવાયના તમામ ધંધા પ્રતિબંધિત જાહેર કરાયા છે. જયારે નોન ક્ધટેમેન્ટ ઝોન કે જયાં કોરોનાના...

જી.જી. કોવિડ હોસ્પિટલમાં જામનગર, મોરબી અને દ્વારકાના 344 દર્દીના સેમ્પલ પરીક્ષણ અર્થે આવ્યા

જામનગરના 37, દ્વારકાના 100 જયારે મોરબીના 207 દર્દીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલો પરીક્ષણ અર્થે મોકલાયા: ગઇકાલે ત્રણ વર્ષના બાળકનું જયારે આજે બે દર્દી મળી કુલ ત્રણ દર્દીના રીપોર્ટ આવ્યા પોઝીટીવ જામનગર તા.19 જામનગરની જી.જી.હોસ્પિટલમાં આજે સવારના ભાગમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા જામનગર મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 344 સેમ્પલ પરીક્ષણ અર્થે આવ્યા હતા. ગઇકાલે સાંજે 71 દર્દીના સેમ્પલ માંથી આજે મુંબઇથી આવેલા અને સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન કરેલા બે દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જયારે અન્ય 69 સેમ્પલનો રીર્પોટ નેગેટીવ આવ્યો છે.  જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગઇકાલે સાંજે જામનગરના 71 દર્દીના સેમ્પલ પરીક્ષણ અર્થે આવ્યા હતા. જેમાં એક 3 વર્ષના બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ બાળક અમદાવાદથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. જયારે આજે જી.જી.હોસ્પિટલમાં સવારના ભાગમાં જામનગરના 37, દ્વારકાના 100 જયારે મોરબીના 207 મળી કુલ 344 દર્દીના સેમ્પલ પરીક્ષણ અર્થે આવ્યા છે.  ગઇકાલે સાંજે આવેલા સેમ્પલમાંથી મુંબઇથી આવેલા અને સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન કરાયેલા 40 અને 37 વર્ષી...

જામનગરમાં પાનની મોટાભાગની દૂકાનો બંધ

જામનગરમાં આજથી વેપાર-ધંધાને સવારના 8 થી 4 સુધીની છુટ મળી છે. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સ સહિતના મુદ્ે માનસિક તણાવ ઉભો થતા શહેરના 70 થી 75 ટકા જેટલા પાન-મસાલા વેચતા દુકાનદારોએ પોતાની દુકાન આજે ખોલી ન હતી. સરકારની ગાઇડલાઇન મુજબ ધંધો કરવામાં મુશ્કેલી પડે અને કાયદાકીય કાર્યવાહીના ચક્કરમાં ફસાવું પડે તેવો ભય દુકાનદારોને સતાવી રહ્યો હોવાનું જાણવા મળે છે. જો કે આવી દુકાનો છુટી-છવાઇ માત્રામાં ખુલ્લી હતી.

જામનગરથી દિહોરીયા (ઉ.પ્ર.) માટેની 11 મી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન રવાના કરાઇ

જામનગર તા. 18 :  જામનગરથી પરપ્રાંતિય શ્રમિકોને લઇને વધુ ત્રણ ટ્રેન યુ.પી. અને બિહાર માટે રવાના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 11 ટ્રેન રવાના થઇ ચુકી છે.  જામનગર જિલ્લામાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવાની પ્રક્રિયા સરકારી ગાઇડ લાઇન મુજબ હાથ ધરાઇ છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમિકોને લાંબુ અંતર હોવાને કારણે ટ્રેન મારફત મોકલવામાં આવી રહ્યાં છે.  શનિવારે બે ટ્રેન રવાના થઇ હતી જયારે ગઇકાલે એક ટ્રેન ઉપડી હતી. આ પછી આજે સવારે 11 વાગ્યે વધુ એક ટ્રેન ઉત્તરપ્રદેશ માટે રવાના કરવામાં આવી હતી.  શ્રમિકોને બસ મારફત જામનગર રેલવે સ્ટેશને લવાયા હતાં. જયાં રૂા. 725 લેખે ભાડુ વસુલી ટિકીટ આપવામાં આવી હતી. આજે જામનગરથી દેવરીયા સીટી ઉત્તરપ્રદેશ સુધીની ટ્રેનનું સવારે 11 વાગ્યે પ્રસ્થાન થયું હતું. આ ટ્રેનને ત્રણ સ્ટોપ આપવામાં આવેલ છે. જેમાં કાનપુર, ગોંડા, અને ગોરખપુરનો સમાવેશ થાય છે. આ ટ્રેન સંભવત: આવતીકાલે બપોરે 2-15 વાગ્યે પહોંચશે. રસ્તામાં પાણી અને ભોજનની વ્યવસ્થા રેલવે દ્વારા કરાશે. આ ટ્રેનમાં 1400 જેટલા શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતાં. આજ સવારે ઉપડેલી આ ટ્રેન 11 ...

જામનગર માટે સતત ચોથા દિવસે આવ્યા સારા સમાચાર: જી.જી.હોસ્પિટલમાં વધુ 12 દર્દીઓને આજે બપોરે રજા આપવામાં આવી

હવે હોસ્પિટલમાં માત્ર 10 દર્દીઓ દાખલ: કાલે વધુ દર્દીને રજા અપાશે: જામનગરના શહેરના પાંચ, જામજોધપુર તાલુકાના ચાર તેમજ હડિયાણા ગામનો એક અને ચેલા એસઆરપી કેમ્પના બે દર્દીને મળી રજા જામનગર તા. 18 : જામનગરની ગુરૂગોવિંદસિંહ કોવિડ હોસ્પિટલમાંથી આજે બપોરે વધુ 12 દર્દીઓને 10 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટીવ આવવાથી ડિસ્ચાર્જ આપી કોરેન્ટાઇન સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. હવે 10 દર્દીઓ સારવાર હેઠળ છે.  જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખાસ કોરોના વાયરસ માટે કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત કરાઇ છે. આ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝીટીવ રીપોર્ટ આવેલા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં કુલ 22 દર્દીઓ સારવાર હેઠળ હતાં. જેમાંથી આજે 12 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે તેમ તબીબી અધિક્ષક ડો.દિપક તિવારીએ જણાવ્યું હતું. કોરોના વાયરસને લઇને પોઝીટીવ રીપોર્ટ આવેલા દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓને જી.જી.હોસ્પિટલમાં તજજ્ઞ તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. આવા સારવાર પામેલા 12 દર્દીઓએ કોરોનાની મ્હાત આપી છે. આજે તેઓને ડીસ્ચાર્જ કર્યા બાદ તેઓને 10 દિવસ સુધી હોમ કરોન્ટાઇન રહેવું પડશ...