જામનગરના 37, દ્વારકાના 100 જયારે મોરબીના 207 દર્દીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલો પરીક્ષણ અર્થે મોકલાયા: ગઇકાલે ત્રણ વર્ષના બાળકનું જયારે આજે બે દર્દી મળી કુલ ત્રણ દર્દીના રીપોર્ટ આવ્યા પોઝીટીવ
જામનગર તા.19
જામનગરની જી.જી.હોસ્પિટલમાં આજે સવારના ભાગમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા જામનગર મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 344 સેમ્પલ પરીક્ષણ અર્થે આવ્યા હતા. ગઇકાલે સાંજે 71 દર્દીના સેમ્પલ માંથી આજે મુંબઇથી આવેલા અને સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન કરેલા બે દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જયારે અન્ય 69 સેમ્પલનો રીર્પોટ નેગેટીવ આવ્યો છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગઇકાલે સાંજે જામનગરના 71 દર્દીના સેમ્પલ પરીક્ષણ અર્થે આવ્યા હતા. જેમાં એક 3 વર્ષના બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ બાળક અમદાવાદથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. જયારે આજે જી.જી.હોસ્પિટલમાં સવારના ભાગમાં જામનગરના 37, દ્વારકાના 100 જયારે મોરબીના 207 મળી કુલ 344 દર્દીના સેમ્પલ પરીક્ષણ અર્થે આવ્યા છે. ગઇકાલે સાંજે આવેલા સેમ્પલમાંથી મુંબઇથી આવેલા અને સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન કરાયેલા 40 અને 37 વર્ષીય પુરૂષના રીર્પોટ પોઝીટીવ આવ્યા છે. જયારે આજે આવેલા તમામ 340 સેમ્પલનું પરીક્ષણ લેબોરેટરીમાં કરવામાં આવી રહ્યું છે. જેનો રીપોર્ટ સાંજ સુધીમાં આવે તેવી શકયતા છે.
Comments
Post a Comment