વામ્બે આવાસમાં અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા પરિવારના ચાર વર્ષીય બાળક કોરોનાગ્રસ્ત: મહારાષ્ટ્રના દહાણુથી આવેલા બે પુરૂષોને કોરોના પોઝીટીવ: બે દિવસ પહેલાં આવેલા બન્ને વ્યક્તિ સમરસ ખાતે કરાયા હતા ક્વોરેન્ટાઇન: રિપોર્ટ પોઝીટીવ આવતા હોસ્પિટલ ખસેડાયા: જામનગર જિલ્લાના કેસની સંખ્યા વધીને 37 થઇ
જામનગર તા.19
જામનગરમાં કોરોના વાયરસ સંક્રમણમાં આવેલ ઉછાળા બાદ સ્થિતિ હળવાસ તરફ આગળ વધતી જતી હતી ત્યાં ગઈ કાલે વધુ એક પોજીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રની સાથે તંત્ર પરત એ જ લયમાં આવ્યું છે. બીજી તરફ ગઈકાલે જી.જી. હોસ્પીટલમાં પરીક્ષણ અર્થે આવેલ નમૂનાઓ પૈકી માત્ર એક જ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ પછી આજે વધુ બે દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવતા જામનગર જિલ્લાની પોઝીટીવ કેસની સંખ્યા વધીને 37 થઇ છે.
જામનગરમાં શહેર જીલ્લામાં છેલ્લા બે સપ્તાહમાં કોરોના સંક્રમણ વધી જતા તંત્રએ લોકડાઉન સંદર્ભે કડક નિયંત્રણની અમલવારી શરુ કરી હતી. શહેર જીલ્લામાં એક સાથે 14 દર્દીઓ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું હતું. વહીવટી તંત્રએ જિલ્લાને લોક કરી લોકડાઉનનુ હળવું કરેલ નિયંત્રણ હળવું કર્યું હતું. છતાં પણ પોજીટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો હતો. જે અવિરત રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં એક પણ કેસ સામે આવ્યો ન હતો પરંતુ ગઈ કાલે વધુ એક પોજીટીવ કેસ સામે આવ્યો હતો જેમાં વામ્બે આવાસમાં રહેતા એક પરિવારના ત્રણ વર્ષીય પુત્રનો રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો. ગઈકાલે જી.જી.હોસ્પિટલની લેબમાં જામનગરના પાંચ, દેબ્ભુમી દ્વારકા જીલ્લાના 93 અને મોરબી જીલ્લાના 341 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા. જેમાં એક માત્ર જામનગરના ત્રણ વર્ષીય બાળકનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. કોરોનાગ્રસ્ત જાહેર થયેલ બાળકનો પરિવાર અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. વહીવટી તંત્રએ વામ્બે આવાસ અને તેની આજુબાજુનો 200 મીટરનો વિસ્તાર ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા તજવીજ હાથ ધરી છે. બીજી તરફ જીજી હોસ્પીટલમાં હાલ 11 દર્દીઓ સારવાર હેઠળ છે.
મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં રહીને કોલસાની પેઢીમાં કામ કરતા અસગરભાઇ અને જાફરભાઇ નામના બે પુરૂષો તા.17ના રોજ મંજૂરી લઇને બસ મારફત જામનગર આવ્યા હતાં. જામનગરમાં ઘર સુધી પહોંચે તે પહેલાં બન્નેને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતાં. ત્યાં તેઓનું સેમ્પલ લેવાયું હતું. આજે સવારે આ બન્નેના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર માટે જી.જી. કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઉપરોક્ત બન્ને મૂળ જામનગરના બેડી વિસ્તારના વતની છે. તેઓ ઘણાં સમયથી મહારાષ્ટ્રના દહાણુમાં રોજગારી માટે ગયા હતાં અને લોકડાઉનને કારણે ફસાઇ ગયા હતાં. મુંબઇ અને મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ કેસની માત્રા પ્રમાણમાં વધુ હોવાથી આ બન્નેએ વતનની વાટ પકડી હતી.
Comments
Post a Comment