જામનગર માટે સતત ચોથા દિવસે આવ્યા સારા સમાચાર: જી.જી.હોસ્પિટલમાં વધુ 12 દર્દીઓને આજે બપોરે રજા આપવામાં આવી
હવે હોસ્પિટલમાં માત્ર 10 દર્દીઓ દાખલ: કાલે વધુ દર્દીને રજા અપાશે: જામનગરના શહેરના પાંચ, જામજોધપુર તાલુકાના ચાર તેમજ હડિયાણા ગામનો એક અને ચેલા એસઆરપી કેમ્પના બે દર્દીને મળી રજા
જામનગર તા. 18 : જામનગરની ગુરૂગોવિંદસિંહ કોવિડ હોસ્પિટલમાંથી આજે બપોરે વધુ 12 દર્દીઓને 10 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટીવ આવવાથી ડિસ્ચાર્જ આપી કોરેન્ટાઇન સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. હવે 10 દર્દીઓ સારવાર હેઠળ છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખાસ કોરોના વાયરસ માટે કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત કરાઇ છે. આ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝીટીવ રીપોર્ટ આવેલા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં કુલ 22 દર્દીઓ સારવાર હેઠળ હતાં. જેમાંથી આજે 12 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે તેમ તબીબી અધિક્ષક ડો.દિપક તિવારીએ જણાવ્યું હતું. કોરોના વાયરસને લઇને પોઝીટીવ રીપોર્ટ આવેલા દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓને જી.જી.હોસ્પિટલમાં તજજ્ઞ તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. આવા સારવાર પામેલા 12 દર્દીઓએ કોરોનાની મ્હાત આપી છે. આજે તેઓને ડીસ્ચાર્જ કર્યા બાદ તેઓને 10 દિવસ સુધી હોમ કરોન્ટાઇન રહેવું પડશે.
- રજા આપવામાં આવેલ દર્દીઓની યાદી
હંસાબેન શૈલેષભાઇ રતેશ્ર્વર
કલ્પનાબેન દિલીપભાઇ ભટ્ટ
ઉર્વિ કરણભાઇ વાછાણી
હસુેન સલેમાન ઓડિયા
મહેનુર મહેબુબ સતાર
ઉષાબેન કદાવલા
સોનલબેન ભાવેશભાઇ ભંભાણી
જૈમિન શાંતિલાલ કાનાણી
મનિષા શાંતિલાલ કાનાણી
જનક માવજીભાઇ કાનાણી
અમૃતસિંહ એન. જાડેજા
રસિકભાઇ એન. ચુડાસમા
Comments
Post a Comment