Skip to main content

Posts

Showing posts from November, 2021

જામનગર શહેરમાં પણ રોઝડાના આંટાફેરા...!!

જાગૃત નાગરિક દ્વારા ફોરેસ્ટને જાણ કરાયા પછી નીલ ગાયને જંગલ વિસ્તારમાં મોકલી દેવાઇ જામનગર તા.19 જામનગરમાં શહેરી વિસ્તારમાં ગઇકાલે રાત્રે એકાએક નીલગાય (રોજડું ) દેખાતાં લોકોમાં કુતૂહલ પ્રસર્યું હતું, અને કેટલાક વાહનચાલકો માં પણ તેની દોડાદોડીને લઈને અફડા-તફડી મચી ગઇ હતી. જાગૃત નાગરિકની જાણકારી પછી ફોરેસ્ટ વિભાગે   નીલગાયને જંગલ વિસ્તારમાં મોકલી આપી હતી. આ બનાવની વિગત એવી છે કે જામનગરના જોગર્સ પાર્ક સહિતના આસપાસના વિસ્તારમાં ગઇકાલે સાંજે આઠેક વાગ્યાના અરસામાં એક નીલગાય જોવા મળી હતી. એકાએક શહેરી વિસ્તારમાં નીલગાય (રોજડા) ને જોઇને લોકોમાં કુતૂહલ પ્રસર્યું હતું. જે નવા પ્રાણી ને જોઈને આસપાસના વિસ્તારના કૂતરાઓ પણ ભસવા લાગ્યા હતા. જેથી નિલ ગાયએ પણ દોડાદોડી કરી હતી.જેને લઇને કેટલાક વાહનચાલકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.  આ બનાવ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ વાળા નિખિલભાઇ ભટ્ટનું તેના પર ધ્યાન પડતા તેણે સૌપ્રથમ શહેરી વિસ્તારમાં ફરી રહેલા નીલગાય રોજડા નો પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો બનાવ્યો હતો, ત્યાર પછી ફોરેસ્ટ વિભાગને જાણકારી આપી હતી. જેથી ફોરેસ્ટ શાખાની ટુકડી...

કમોસમી વરસાદની આગાહી વચ્ચે તૈયાર પાક બચાવવા ખેડૂતોમાં ભાગદોડ

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા: કપાસની પણ લણણી બાકી છે ત્યારે કમોસમી વરસાદથી મોઢે આવેલો કોળિયો ઝુંટવાય તેવી દહેશત: ખેડૂતોના પેટમાં ફાળ: પાક બચાવવા ખેડૂતો દિવસ રાત એક કરીને કામે લાગ્યા જામનગર તા.18 કમોસમી વરસાદ અંગેની હવામાન વિભાગની આગાહીને પગલે જામનગર જિલ્લામાં ધાબળીયા વાતાવરણ વચ્ચે અનેક સ્થળે હળવા છાંટા પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. એક તરફ મગફળી,કપાસ સહિતના ખેતી પાકના ખેતરોમાં પાથરા પડ્યા છે. આવા સમયે માવઠાએ મોકાણ સર્જતાં પાકમાં મોટે પાયે નુક્સાનીની ભીતિ સેવાઇ રહી છે ખેડૂતોને મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ જાય તેવી હાલત સર્જાતા ધરતીપુત્રોના પેટમાં ફાળ પડ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા જામનગર સહિત રાજયભરમાં કમોસમી વરસાદ ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. આગાહી વચ્ચે અમુક સ્થળોએ તો હળવા છાંટા પડ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. હાલ જ્યારે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો ચોમાસુ સિઝનનો પાક તૈયાર થયો છે. જેથી લાલપુર, ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર સહિત જિલ્લાભરના મોટાભાગના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યાં છે. તો અમુક ખેતરોમાં થ્...

ખંભાળિયા નજીકથી કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

વાડીનાર-આરાધનાધામ વચ્ચેથી પૂર્વ બાતમીના આધારે એટીએસ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે પરપ્રાંતિય જણાતા શખ્સને 15 કિલો માદક પદાર્થ સાથે ઝડપી લીધો: સપ્લાયર અને રીસીવર્સ સહિતના શખ્સોના નેટવર્ક અંગે આરોપીની ચાલતી ઘનિષ્ઠ પૂછપરછ જામનગર તા.10 હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અને એટીએસ દ્વારા  પૂર્વ બાતમીને આધારે વાડીનાર નજીકથી રૂા.70 કરોડની કિંમતના માદક દ્રવ્યનો જથ્થો ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં માદક દ્રવ્ય (ડ્રગ્સ)નો વધુ જથ્થો પકડાવાની સંભાવના છે. આ અંગેની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા સુનિલ જોષીની સુચનાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર પેટ્રોલીંગ શરૂ કર્યું હતું. આ પેટ્રોલીંગ દરમિયાન વાડીનાર-આરાધનાધામ વચ્ચે એક પરપ્રાંતિય જેવો દેખાતો શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતા એટીએસ અને સ્થાનિક પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી. જવાબ આપવામાં ગેંગેફેફે થતા આ શખ્સના કબ્જામાં રહેલ થેલાની તલાશી લેતા તેમાંથી માદક દ્રવ્ય (ડ્રગ્સ)નો આશરે 14 થી 15 કિલો જેટલો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી....

જામનગરમાં રખડતા ઢોરે ઢીંક મારતા વૃધ્ધનું મોત

જામનગર તા.4 જામનગરમાં છેલ્લા કેટલાંય સમયથી રખડતા ઢોરનો ત્રાસ પ્રજાજનો ભોગવી રહ્યાં છે. ક્યારેક શેરી-મહોલ્લાઓમાં તો ક્યારેક ઘરમાં ઘુસી રખડતા ઢોરે પ્રજાજનોને ભયમાં મુક્યાં છે છતાં પણ મહાનગરપાલિકાએ કોઇ ગંભીરતા નહીં દાખવતા અને બેદરકારીભર્યા નિર્ણયો કરતા રખડતા ઢોરની ઢીંકે ચડેલા વધુ એક નાગરિકનું મૃત્યું થયું છે. મહાનગરપાલિકાએ તો પ્રજાજનોનો રોષ ઠારવા માટે પ્રજાના પૈસાનો વ્યય કરી જાહેરમાર્ગો પર 30 રોજમદારો રોકી પૈસાનું પાણી કરી નાંખ્યું પરંતુ શહેરની સ્થિતિ ‘જૈસે થે’ રહેવા પામી છે. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસનો છેલ્લા કેટલાંય સમયથી નિર્દોષ પ્રજા ભોગવી રહી છે. એમાંય વયોવૃધ્ધ અને બાળકો આસાનીથી હિંસક ઢોરનો ભોગ બનતા આવ્યા છે. છેલ્લા બે માસમાં આ રખડતા ઢોર શેરી અને ઘરમાં ઘુસી હિંસકનું વાતાવરણ ઉભું કર્યું હતું. પ્રજારોષ વધતાં મહાનગરપાલિકા સફાળી જાગી હતી અને તાત્કાલિક ધોરણે સુચારૂં આયોજન કરવાના બદલે પ્રજાનો રોષ ઠારવા માટે મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને ઉભેલાં રખડતા ઢોરને અન્ય જગ્યાએ ખદેડવા માટે રોજમદારો નીમી દીધા હતાં. પરંતુ સમસ્યા ઉકેલાવાના બદલે વધુ પેચીદી બની હતી કારણ કે મુખ્ય માર્ગો પરથી રોજમદારો આ ...

વાહનચાલકો હરખાવ: જામનગરમાં પેટ્રોલ 11 રૂપિયા અને ડિઝલ 16 રૂપિયા સસ્તું

ઇંધણના ભાવમાં કરાયેલો ઘટાડો કેટલો સમય ટકશે તેને લઇને લોકોમાં અનેક સવાલો જામનગર તા.4 એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ પેટ્રોલ-ડિઝલના વધતા જતાં ભાવ વચ્ચે પીસાતી પ્રજાને સરકારે દિવાળીની ભેંટ આપી પેટ્રોલ-ડિઝલના વેટમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેને પગલે પેટ્રોલના ભાવ પ્રતિ લીટર દીઠ 11 રૂપિયા અને ડિઝલના ભાવમાં 16 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જેથી વાહન ચાલકોમાં હરખનો માહોલ જામ્યો છે. પરંતુ આ હરખ અલ્પજીવી સાબિત ન થાય અને ભાવ ઘટાડો લાંબો ટકે તેવું વાહનચાલકો ઇચ્છી રહ્યાં છે. પેટ્રોલ-ડિઝલના એક્સાઇજ ડ્યૂટીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘટાડો કરાતા પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટ્યાં છે. જામનગર સહિત રાજ્યભરમાં તમામ શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ 100 ની ઐતિહાસિક સપાટી વટાવી ચુક્યાં હતાં. જેથી રોજબરોજ ઉપયોગમાં લેવતાી ચીજવસ્તુઓના ભાવ પણ વધ્યાં છે. આથી સરકારે દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલમાં પ્રતિ લીટર પાંચ રૂપિયા અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર દશ રૂપિયાનો એકસાઇઝ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેથી આજથી નવા ભાવ અમલમાં આવ્યા છે. જેને પગલે આજે જામનગરમાં રિલાયન્સ કંપનીના પેટ્રોલમાં રૂપિયા 12.12 નો ઘટાડો કરાતા ...