દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલમાં ભારે વરસાદને લીધે વર્તુ-2 ડેમના પાટિયા ખોલવામાં આવતા રાવલ ગામ વચ્ચેથી પસાર થત વર્તુ નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને સમગ્ર શહેરમાં નદીના પાણી ફરી વળ્યાં હતાં. સરકાર દ્વારા એન.ડી.આર.એફ.ની એક ટૂકડી બચાવ કાર્ય માટે જામરાવલ ખાતે મોકલી આપવામાં આવી હતી. એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા સંતોષીમાતા મંદિરના પૂજારી પરિવારના પાંચ સભ્યોને સલામત સ્થળે ખસેડ્યા હતાં. રાવલ નગરપાલિકા પ્રમુખ મનોજભાઇ જાદવ દ્વારા ગામલોકોને નદીના પટમાં અવર-જવર કરવાની મનાઇ કરવામાં આવી છે.