Skip to main content

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ



લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.



Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગર બન્યું ‘જમનગર’: 24 કલાકમાં 127 દર્દીના મોતથી હાહાકાર

જી.જી.કોવિડ હોસ્પિટોલની બહાર બેડ મળે તે પહેલાં એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનમાં આજે સવાર સુધીમાં 10 દર્દીઓએ મોતની સોડ તાણી લેતા સર્જાયા હૃદયદ્રાવક દ્રષ્યો: 108 અને હોસ્પિટલનો સ્ટાફ શક્ય તેટલી મહેનત કરવા છતાં દરેક ગંભીર દર્દીના પ્રાણ બચાવવા અસમર્થ: હાઇકોર્ટની ફટકાર છતાં અકળ કારણસર સરકાર લોકડાઉનથી ભાગી રહી હોવાથી સ્થિતિ કાબુ બહાર:  24 કલાકમાં 509 કેસ નોંધાયા: જામનગર શહેરમાં 3,664 લોકોનો ટેસ્ટ કરાતા 307 અને ગ્રામ્યમાં 2158 લોકોનો કોરોના ટેસ્ટ કરાતા 202 લોકો પોઝીટીવ હોવાનું જાહેર થયું: શહેરના 131 અને ગ્રામ્યના 130 દર્દી સ્વસ્થ થયા: જામનગર ગ્રામ્યમાં બે દર્દીના મૃત્યું કોરોનાના કારણે થયા હોવાનું જાહેર કરાયું જામનગર તા.22: જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચે કોરોનાના કેસ મામલે જાણે હુંસાતુસી ચાલતી હોય તેમ ગઇકાલે શહેરમાં સતત બીજા દિવસે 300થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા હતા તો ગ્રામ્યમાં પણ પોઝીટીવ કેસની સૌ પ્રથમ વખત બેવડી સદી નોંધાઇ હતી. આમ ગઇકાલે 509 પોઝીટીવ કેસ નોંધાવાની સામે 261 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આ ઉપરાંત 24 કલાકમાં કોવિડ હોસ્પિટલ પરિસરમાં 127 દર્દીઓના મૃત્યું નિપજ્યાં હતાં. પરિણામે જા...