જામનગર તા.30: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ના ટોલ નાકા નજીકના વિસ્તારમાં આજે સાંજે ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદ સમય વીજળીના કડાકા-ભડાકા જોવા મળ્યા હતા. જેમાં વીજળી પડવા નો એક નજારો સીસીટીવીમાં કેદ થયો છે.
જામનગર નજીક બેડના ટોલનાકે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓમાં વીજળી પડવાનો ઘટના કેદ થઈ હતી. સાંજના સમયે ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, જેની સાથે આકાશમાંથી એક વીજળીના મોટો લબકારો થયો હતો. અને બેડ નજીક જમીનમાં સમાયો હતો. જે વીજળી નો અદભુત નજારો સીસીટીવીમાં કેદ થયો હતો. જોકે કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલો મળ્યા નથી.
Comments
Post a Comment