Skip to main content

નગરની મધ્યમાં આવેલું રણમલ તળાવ સંપૂર્ણ ભરાઇને છલકાયું

Ranmal Lake


જામનગર તા.30

જામનગર શહેરની શાન સમા લાખેણા લાખોટા તળાવમાં છેલ્લા બે દિવસના વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને વિપુલ જળરાશિ એકત્ર થઇ છે, અને લાખોટા-રણમલ તળાવના ત્રણેય હિસ્સા સંપૂર્ણપણે ભરાઇ ગયા છે. અને આજે લાખોટા તળાવ ઓવરફલો થયું છે.

 દરેડ તરફથી આવતી કેનાલ મારફતે લાખોટા તળાવમાં જળરાશિ એકત્ર થાય છે અને તળાવના પ્રથમ વિભાગમાં 19 ફૂટ પાણી ભરાઇ જતાં વચ્ચેના લાખોટા મ્યુઝિયમ ના નીચેના નાલા સંપૂર્ણપણે ડૂબેલા નજરે પડ્યા છે. આ ઉપરાંત રણમલ તળાવ ના દેરાણી જેઠાણી પાસે ના બીજા ભાગમાં પણ પુષ્કળ પ્રમાણમાં જળરાશિ એકત્ર થઇ છે, અને એક તબક્કે પાળી પરથી હાથેથી પાણી લઇ શકાય તેટલી જળરાશિ એકત્ર થઇ છે.


 ત્યારબાદ એસટી તરફના તળાવના ત્રીજા ભાગમાં પણ વ્યાપક પ્રમાણમાં જળરાશિ એકત્ર થઇ હોવાથી ખોડીયાર કોલોની તરફ જતી વેસ્ટ પિયરની કેનાલ તેમજ એમ પી શાહ કોમર્સ કોલેજ તરફની વેસ્ટ વીયર ની કેનાલમાં ઓવરફલો થઇ ને પાણી જઈ રહ્યું છે. તળાવમાં વધારે પાણીનો જથ્થો સંગ્રહ ન થાય તે માટે   અને લેવલ જાળવવા ના ભાગ રૂપે વેસ્ટવિયર કેનાલ માંથી બહાર નીકળી શકે તે માટે બે ફૂટ દરવાજા ખોલીને તળાવમાંથી વધારાનું પાણી પણ છોડવામાં આવી રહ્યું છે.

છેલ્લે  2019 ની સાલ માં લાખોટા તળાવ ઓવરફ્લો થયું હતું, ત્યાર પછી બે વર્ષના સમયગાળા બાદ 2021ની સાલમાં ફરીથી લાખોટા તળાવ સંપૂર્ણપણે ભરાયું છે. અને તેમાં હાલ 25 એમ.સી.એફ.ટી. જળરાશી એકત્ર થઇ છે. જે જામનગર શહેરના બોર-ડંકી ના તળ ને સાજા રાખવામાં ખૂબ જ મદદરૂપ બનશે, અને તળાવના પ્રથમ હિસ્સામાં દોઢ વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ બની ગયો છે.

 આજે સવારે ઓવરફ્લો થયેલા લાખોટા તળાવ ના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે વહેલી સવારે વરસાદ રોકાયા પછી અનેક નાગરિકો જોવા માટે ઉમટી પડ્યા હતા, અને જળરાશિ થી લબાલબ થયેલા લાખેણા લાખોટા નો નજારો નિહાળીને લોકો હરખાયા હતા.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.