Sasoi Dam |
જામનગર તા.30: જામનગર જિલ્લામાં ભાદરવો માસ ભરપૂર રહ્યો છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદના કારણે જિલ્લાના તમામ 25 જળાશયો ઓવરફલો થઇ ગયા છે, અને તમામ ડેમો માં 100 ટકા જળરાશી સંગ્રહ શક્તિ મુજબ એકત્ર થઇ છે. ઉપરાંત આઠ જળાશયોમાં પાણીનું લેવલ જાળવવાના ભાગરૂપે અનેક દરવાજાઓ ખોલી ને હજુ પાણી છોડવામાં આવી રહ્યું છે.
જામનગર શહેર અને જિલ્લામાં પાછોતરા વરસાદના અનેક ડેમોમાં નવા પાણી આવ્યા છે, અને સમગ્ર ભાદરવો માસ ભરપૂર રહ્યો છે. જામનગર જિલ્લામાં કુલ 25 જળાશયો આવેલા છે. જે તમામ જળાશયો છેલ્લા 24 કલાકના વરસાદ પછી ઓવરફલો થઇ ગયા છે, અને તમામ ડેમોની કુલ જળરાશિ મુજબ 100 ટકા (10 લાખ. મી. ક્યુસેક) પાણી એકત્ર થઇ ગયું છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના રંગમતી, રણજીતસાગર, ઉન્ડ- 1 અને 2,આજી-3, આજી-4, ફુલજર(કોબા) સહિતના આઠ ડેમો ના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત ડેમોમાં પાણીનું લેવલ જાળવવાના ભાગરૂપે પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને હજારો ગેલન પાણી દરિયામાં જઈ રહ્યું છે.
Comments
Post a Comment